હિટ નેટફ્લિક્સ વેબ સિરીઝ ‘WEDNESDAY’નાં ડાન્સ સિક્વન્સને ગયા વર્ષની 25 નવેમ્બરનાં રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા પછી 31 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. 1981નાં રોક ગીત 'Goo Goo Muck'નો વિચિત્ર ડાન્સ તાજેતરમાં ખૂબ જ લોકપ્રિય રહ્યો છે, જેમાં લેડી ગાગા અને ગીગી હદીદ જેવી હસ્તીઓએ અન્ય ઘણા લોકોમાં તેમની પોતાની પ્રસ્તુતિઓ રેકોર્ડ કરી છે.
‘WEDNESDAY’ની ભૂમિકા ભજવતી જેન્ના ઓર્ટેગાએ ડાન્સ મૂવ્સની કોરિયોગ્રાફી પણ કરી છે, જેમાં ફક્ત શરીરની ગતિ જ નહીં પરંતુ, ચહેરાનાં હાવભાવ અને ડ્રેસ પણ એવો જ પહેર્યો છે. મિયામીની ક્રિસ્ટીના મકુશેન્કો નામની એક જાણીતી અંડરવોટર પરફોર્મર હવે ‘WEDNESDAY’ ડાન્સનાં ક્રેઝમાં જોડાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વીડિયો વાઈરલ છે. અહીં જુઓ.
‘WEDNESDAY’નાં ડાન્સનું એક વર્ઝન ક્રિસ્ટિના માકુશેન્કોએ પણ રજૂ કર્યું હતું, જે 7 લાખથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે જાણીતી અંડરવોટર પરફોર્મર છે. 21 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 7.4 લાખથી વધુ લોકોએ તેના ડાન્સને પસંદ કર્યો છે, જેના 11 મિલિયનથી વધુ વ્યૂઝ છે.
માકુશેન્કોએ એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે, આ વીડિયો બનાવવામાં તેને ચાર કલાકનો સમય લાગ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ બનાવવામાં મને 4 કલાકનો સમય લાગ્યો. આ ડ્રેસ સાથે ડાન્સ કરવામાં થોડી તકલીફ પડી અને મારો કોમન પૂલ જાન્યુઆરીનાં મધ્ય ભાગ સુધી બંધ છે જેથી, મારે બીજા પૂલમાં ડાન્સ કરવો પડ્યો. જીવન ખૂબ જ ટૂંકું છે! શા માટે ગંભીર થવું? મારી સાથે હસો અને તમે શું વિચારો છો તે કોમેન્ટમાં કહો.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.