શિયાળાએ આ વર્ષે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કાશ્મીરમાં તાપમાનનો પારો અનેક ડિગ્રી નીચે જતો રહ્યો છે ત્યારે અહીની વાઈરલ ફોટોઝ સોશિયલ મીડિયા પર જોઈને યૂઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. શ્રીનગરનાં દાલ લેકમાં જામેલા બરફનાં દ્રશ્યો પણ ખરેખર અદ્દભૂત છે.
કાશ્મીરમાંથી ફ્રોઝન ફોટોઝ અને વીડિયોઝ ઈન્ટરનેટ પર વાઈરલ
લોકોએ શહેરનાં ઠંડા વાતાવરણમાં આઇકોનિક દાલ લેકમાં થીજી ગયેલા લોકોની ફોટોઝ શેર કરી હતી. ટ્વિટર યુઝર શાહ જુનૈદ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ફોટોમાં એક વ્યક્તિ પોતાની શિકારા બોટ ખસેડવા માટે તળાવની સપાટી પર બરફને તોડતો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટનાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘શ્રીનગર, ગુરુવાર, જાન્યુઆરી 05, 2023માં શિયાળાની ઠંડીની સવારે, દાલ લેકની સપાટી પર એક બોટમેન બરફનું સ્તર તોડી રહ્યો છે. શહેરમાં માઇનસ 6.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું કે, જે છેલ્લા 5 વર્ષમાં શિયાળાનું બીજા નંબરનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું.’
બીજો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો કે, જેણે યૂઝર્સને આશ્ચર્યચકિત કરી દીધા. તે એક ક્લિપ હતી કે, જેમાં કાશ્મીરનાં એક વિસ્તારની પાઇપલાઇન્સ બતાવવામાં આવી હતી. કડકડતી ઠંડીમાં નાની પાઇપમાં પાણી કરતાં વધુ બરફ આવતો હતો કારણ કે, એક વ્યક્તિએ પાણીને ખસેડવા માટે બરફના બ્લોક્સ તોડી નાખ્યા હતા.
‘Chilla-i-Kalan’ 21 ડિસેમ્બરે કાશ્મીરમાં શરૂ થયું અને આગામી 40 દિવસ સુધી ચાલશે
કાશ્મીરમાં સૌથી વધુ ઠંડીનો સમયકાળ ‘Chilla-i-Kalan’ તરીકે ઓળખાય છે. આ તે સમયે છે જ્યારે તાપમાન શૂન્યથી નીચે જાય છે, આ સમય ત્યાનાં સ્થાનિક લોકો માટે ખૂબ જ કપરો સાબિત થાય છે. આ ઠંડીએ શહેરમાં ઘણાને એટલા પરેશાન કર્યા કે, દિલ્હીમાં શિયાળા વિશેના મીમ્સ ઇન્ટરનેટ પર બધી જગ્યાએ વાઈરલ થઈ રહ્યા છે.
કાશ્મીરનાં વાઈરલ થયેલા વિચિત્ર વીડિયોઝ અને ફોટોઝ પર લોકોએ ભરપૂર કોમેન્ટ્સ કરી હતી. એક યૂઝરે તો પાઈપમાંથી નીકળતા બરફનો ફરીથી ઉપયોગ કરવા માટે સારો વિચાર શેર કર્યો, તેણે કહ્યું કે, ‘આપણે આ પાઇપોને નજીકના બાર / પબ સાથે જોડવી જોઈએ, જેથી ICE CUBESને ખુલ્લામાં ફેંકવા કરતાં વધુ સારા કારણોસર ફરીથી વાપરી શકાય ..." જ્યારે અન્ય લોકો તો આ દૃશ્ય જોઈને જ હાશકારો બોલી ઊઠ્યા હતા.
હવે જ્યારે કાશ્મીર કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યું છે, ત્યારે લોકો તેની સાથે થોડી આરામ અને હૂંફ લાવવા માટે ઉનાળાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.