19 વર્ષની યુવતી વિચિત્ર ઈચ્છા:મારે જેલમાં જવું છે અને જજ સમક્ષ હાજર થવું છે, યુવતીની આવી ઈચ્છા જાણી પોલીસ પણ સ્તબ્ધ થઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ ટ્રાફિક નિયમો ભંગ કર્યા
  • સો.મીડિયા પર પોતાની ઈચ્છા વ્યક્ત કરી
  • નાનપણથી ઈચ્છા હતી જેલમાં જવાની

અજીબોગરીબ ઈચ્છા ધરાવતી જાનિયા શેમિરેકલ ડગ્લસને પોલીસે સ્પીડમાં કાર ચલાવવા બદલ ધરપકડ કરી તો તે ખુશ થઈ ગઈ. તેની અમેરિકાના ફ્લોરિડામાં કાર્ડ સાઉન્ડ રોડ પર ધરપકડ કરવામાં આવી. મુનરો કાઉન્ટી શેરિફવા ઓફિસે તેના ઓફિશિયલ ફેસબુક અકાઉન્ટ પર આ વિશે જાણકારી શેર કરતા કહ્યું કે, 19 વર્ષીય ડ્રાઈવરને તેના દ્વારા વ્યક્ત કરવામાં આવેલા પ્લાન માટે ધરપકડ કરવામાં આવી છે.

રિપોર્ટના અનુસાર, હોમસ્ટેડની રહેવાસી 19 વર્ષની જાનિયાને પોલીસે સવારે 7.47 વાગ્યે સ્પીડમાં ગાડી ચલાવતા જોઈ હતી. શેરિફની તરફથી જાનિયા પર સ્પીડમાં અને જોખમકારક રીતે ગાડી ડ્રાઈવ કરવાનો પોલીસે આરોપ લગાવ્યો છે. જ્યારે તેને આ ભૂલ જણાવવામાં આવી અને કાર્યવાહી વિશે જાણકારી આપી તો તેની ખુશીનો પાર રહ્યો નહીં. તેની ગાડીને ફોલો કરનાર રોબર્ટ ડોસનું કહેવું છે કે યુવતીએ તેને કહ્યું કે,- 'પોલીસના હાથે ધરપકડ થાય તે હાઈસ્કૂલના દિવસોથી જ તેની ઈચ્છા હતી.'

જેલ જવું અને જજની સમક્ષ હાજર થવા માગતી હતી ટીનેજર
મુનરો કાઉન્ટી શેરિફના અનુસાર, જાનિયાએ ભાગવાનો પ્રયાસ કર્યો અને એ પણ માન્યું કે તે પોતાના ઈરાદા એટલે કે ભવિષ્યના પ્લાનના કારણે તેની ધરપકડ થઈ છે.

આ ટીનેજર પર ભાગી છૂટવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જાનિયા શેમિરેકલ ડગ્લસ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારથી પોતાનો પ્લાન તૈયાર કરી રહી હતી જે જોખમકારક હતો. તે જેલ જવા અને જજની સમક્ષ હાજર થવા માગતી હતી. આ વાત તેને ઓનલાઈન શેર પણ કરી દીધી હતી. શેરિફના ઓફિસના અનુસાર, ડગ્લસને જેલ લઈ જવામાં આવી. ડગ્લસના ઈરાદા ઓનલાઈન શેર થયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સોશિયલ મીડિયા યુઝરે કહ્યું- મગજ ખરાબ થઈ ગયું છે
એક યુઝરે લખ્યું કે એ સમજવું મુશ્કેલ છે કે કેમ એક યુવતી જેલ જવા માગે છે. આખરે શું કારણ છે તે રેકોર્ડ રાખવા અને જજની સામે હાજર થવાની ઈચ્છા રાખવી. તે કોર્ટ અને ઈન્શ્યોરન્સને કેમ પૈસા આપવા માટે ઉતાવળી છે.
એક અન્ય યુઝરે લખ્યું કે ઈમાનદારીથી કહું તો એક કહેવત છે કે 25 વર્ષની ઉંમર સુધી મગજ પરિપક્વ નથી થતું.