તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • I Get A Sound When I Breathe And Feel Heavyness, What To Do, Answer The Expert; Understand Why The Breath Is Blooming First

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપર્ટથી સવાલ-જવાબ:હું શ્વાસ લઉં તો અવાજ આવે છે અને ભારેપણું મહેસૂસ થાય છે તો શું કરવું, એક્સપર્ટનો જવાબ; શ્વાસ ફૂલવાના આ 9 કારણો હોય તો ગભરાવાની જરૂર નથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જો શરદી ઉધરસને લીધે શ્વાસ લેતા સમયે અવાજ આવતો હોયો તો તુલસી-આદુનો ઉકાળો પીવો
  • શ્વાસની નળી જામ થઈ ગઈ હોય તો નવશેકું પાણી પીઓ અને ભૂખ કરતાં ઓછું ભોજન લો

સવાલ: હું શ્વાસ લઉં ત્યારે અવાજ આવે છે અને ભારેપણું મહેસૂસ થાય છે તેની સારવાર શું છે? - આકાશ, ઈમેઈલ પર

જવાબ: મેક્સ હોસ્પિટલના ડાયરેક્ટર અને પલ્મોનોલોજિસ્ટ ડૉ. વિવેક નાંગિયા જણાવે છે કે શ્વાસ ફૂલવાના અનેક કારણો હોઈ શકે છે જેમ કે શરદી ઉધરસ, ભૂખ કરતા વધારે ભોજન લેવું, મેદસ્વિતા, ઓછું દબાણ અથવા ઊંચાઈ વાળી જગ્યા, વધારે ગરમ અથવા વધારે ઠંડું વાતાવરણ, ફેફસાંમાં નાની-મોટી સમસ્યા, શ્વાસનળી જામ થઈ જવી અને પ્રદૂષણ વગેરે.

જો શ્વાસ લેવામાં થતી તકલીફનું કારણ ઉપરોક્ત કારણોમાંથી કોઈ એક છે તો ગભરાવાની જરૂર નથી કારણ કે તેનાથી જલ્દી છૂટકારો મેળવી શકાય છે. શરદી-ઉધરસમાં તુલસી-આદુનો ઉકાળો પીઓ. ગરમ પાણીમાં બામ નાખીને નાશ લો. કેટલાક દિવસો સુધી ગરમ પાણી પીઓ.

મેદસ્વિતા દૂર કરવી જરૂરી છે અને ફેફસાંની સમસ્યાથી બચવા માટે યોગ અને વ્યાયામ કરવો જોઈએ. શ્વાસનળી જામ થઈ ગઈ હોય તો નવશેકું પાણી પીઓ અને ભૂખ કરતાં ઓછું ભોજન લો. ઘરને હંમેશા બંધ ન રાખો કારણ કે શુદ્ધ હવા માટે વેન્ટિલેશન જરૂરી છે.

એક્ટિવ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરો. હેલ્ધી ડાયટ લો. ભોજનમાં નટ્સ અને માછલી સામેલ કરો. તે ફેફસાંને મજબૂત કરે છે. જો ધૂળથી એલર્જી હોય તો તેનાથી દૂર રહો. શ્વાસની તકલીફ સામાન્ય હોવા સાથે ચિંતાનો વિષય પણ બની શકે છે. ઘણા કેસમાં તે ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે.

હૃદય સંબંધિત સમસ્યાથી શરૂઆતમાં શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શનને લીધે શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. જે લોકોને અસ્થમાની સમસ્યા છે તેમને વધારે છે. વારંવાર શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અથવા આ સ્થિતિ લાંબા સમય સુધી રહે છે તો સારવાર કરાવી આવશ્યક છે. ડૉક્ટરની સલાહ જરૂર લો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો