કપલ ઓફ ધ વીક એક એવી કોલમ છે જ્યાં અમે તમને દર અઠવાડિયે એવા કપલ સાથે ભેટો કરાવીએ છીએ જે પોતે બેસ્ટ હોય અને બીજા માટે ઉદાહરણ. આ કોલમમાં નેક્સ્ટ જોડી છે એન્ટિ સ્પિટિંગ એટલે કે જાહેર જગ્યા પર થૂંકનારા વિરુદ્ધ અભિયાન ચલાવનારા રાજા નરસિમ્હન અને પ્રીતિ. બંને જણા સાથે મળીને સારે જહાં સે અચ્છા ફાઉન્ડેશન ચલાવે છે અને દુનિયાને ચોખ્ખાઈનો સંદેશો આપે છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, 50ની ઉંમર વટાવી લીધી હોવા છતાં તેઓ ખુશખુશાલ લાઈફ જીવે છે. તેમના જ શબ્દોમાં સાંભળીએ તેમની સ્ટોરી....
ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મ તો વર્ષ 2013માં બની પણ અમારી નોર્થ-સાઉથની જોડી વર્ષ 1995માં બની ગઈ. હું સાઉથનો સને પ્રીતિ નોર્થની, અમે એક જ કંપનીમાં કામ કરતા હતા. પાવરપોઇન્ટ અને એક્સલ શીટ ક્યારે લવ પોઇન્ટ બની ગયો. ખબર જ ના પડી. લગ્ન પછીના હેલ્ધી રિલેશન વિશે જાણવું હોય તો આનાથી સારી જોડી ક્યારેય નહીં મળે. રાજે પ્રીતિને ઈ-મેલ લખી પ્રપોઝ કરી હતી. તે સમયે રાજાનું પોસ્ટિંગ ચેન્નઇમાં હતું અને મેલ જોયા પછી તો રાજે ના પાડી દીધી પણ ના-ના કરતા ક્યારે પ્રેમ થઈ ગયો કઈ ખબર જ ના પડી.
પ્રીતિ અને રાજા બંનેનો ઉછેર કોલકાતામાં થયો, પરંતુ પ્રીતિ પંજાબની અને રાજા સાઉથનો રહેવાસી. ઓફિસ કલિગ્સ હોવાને લીધે બંનેના પેરેન્ટ્સ એકબીજાને ઓળખતા હતા. આથી તેમના લગ્નમાં પેરેન્ટ્સની પણ કોઈ અડચણ ના આવી. રાજાએ કહ્યું, હું જીવનમાં ઝડપથી ભાગું છું. મારે કોઈ બ્રેક લગાવવાવાળું જોઈતું હતું અને તે આવડત પ્રીતિમાં હતી. પ્રીતિએ કહ્યું, રાજા એક પ્યોર પર્સન છે. તેમની આદતોએ મને અટ્રૅક્ટ કરી હતી.
નોકરી છોડ્યા પછી બેકરીની શરૂઆત કરી
ઘણા લોકો લગ્ન કર્યા પછી કરિયરમાં પાછા પડી જાય છે પણ અમે એવા કપલ્સમાં આવીએ જેમની લાઈફ લગ્ન પછી પણ ચમકી રહી છે. 20 વર્ષ સુધી કોલકાતામાં રહ્યા પછી અમે પુણે આવ્યો. રાજા સોફ્ટવેર અને પ્રીતિ કોમર્સ બેકગ્રાઉન્ડથી છે. પુણે આવ્યા પછી પ્રીતિએ બેકરી કંપની ખોલી. બેકરીની શરૂઆતનું કારણ દીકરીને સારું પેરેન્ટિંગ આપવાનું હતું. હાલ દીકરી સાન ફ્રાન્સિસ્કોમાં છે. રાજાએ પણ આ કંપની જોઈન કરી. ક્રિમ્સ એન્ડ ક્રસ્ટસ નામની બેકરી દસ વર્ષ સુધી ચાલી. રાજાએ કહ્યું, ઘણા વર્ષો નોકરી કરી લીધી એ પછી લાગ્યું કે સમાજ સેવા કરવી જોઈએ. પે બેક ટુ સોસાયટીના વિચારે સારે જહાં સે અચ્છા ફાઉન્ડેશનનો પાયો નાખ્યો. આ ફાઉન્ડેશન દ્વારા અમે એન્ટિ-સ્પિટિંગ કેમ્પેન શરૂ કર્યું.
‘લવ યોર સિટી, લવ યોર કન્ટ્રી’નો મેસેજ આપે છે
રાજાએ કહ્યું, એન્ટિ-સ્પિટિંગ અભિયાનની શરૂઆત 14 ફેબ્રુઆરી, 2021થી થઈ. અત્યાર સુધી અમે 13 રાજ્યોમાં ફરી ચૂક્યા છીએ. અમે લોકોને કહીએ છીએ, જ્યાં-ત્યાં ના થૂંકો. તેનાથી બીમારીઓ ફેલાય છે. આ ડ્રાઈવ દ્વારા અમે લવ યોર સિટી, લવ યોર કન્ટ્રીનો મેસેજ આપી રહ્યા છીએ.
અભિયાન કેમ શરૂ કર્યું?
પ્રીતિએ કહ્યું, એક વખત અમારી કારની આગળ એક મોંઘી કારમાં બેઠેલી વ્યક્તિએ કાચ નીચે કરી થૂંક્યો. તે વ્યક્તિએ અમને કહ્યું, હું ટેક્સ ભરું છું, સાફ-સફાઈ સરકાર કરશે. તેના જવાબથી અમે ચોંકી ગયા અને ત્યારથી જ ગાંઠ વાળી લીધી કે લોકોને આ કામ નહીં કરવા દઈએ. થૂંકવાથી બીમારી ફેલાય છે તે વાત સમજાવવા માટે અમે ગલીઓમાં જઈને નાટક ભજવીએ છીએ, સ્કૂલના છોકરાઓને પણ સમજાવીએ છીએ.
...તો થૂંકવું ક્યાં?
પ્રીતિએ કહ્યું, કોઈ પણ જાહેર જગ્યા પર ના થૂંકો. જો રસ્તામાં થૂંકવું પડે તો ટિશ્યુ પેપર સાથે રાખો અને વોશરૂમમાં ફેંકો. કાચી માટીવાળી જગ્યા પર થૂંકી શકો છો. ઘરની દિવાલ પર, બિલ્ડીંગની સીડીઓ, રસ્તા પર અને ગાડીમાં કાચ નીચે કરીને તો મહેરબાની કરીને ના થૂંકો. જો કોઈ બીમારી હોય તો ડબ્બો સાથે લઈને ચાલો. રાજાએ કહ્યું, આ કેમ્પેન ઉપરાંત પીરિયડ્સ, રખડતા શ્વાન અને સીનિયર સિટિઝનની તકલીફ પર પણ અમે પ્રોજેક્ટ શરૂ કર્યા છે.
ઓટો પાયલટ મોડ પર ચાલે છે રિલેશન
26 વર્ષથી સાથે રહેતા પ્રીતિ અને રાજાએ કહ્યું, મેરેજ ગ્રોથ માટે છે, એકબીજાને કન્ટ્રોલ કરવા કે રોકવા માટે નહીં. અમારું રિલેશન ઓટો પાયલટ મોડ પર ચાલે છે. અમારે બંનેને કઈ કહેવાની જરૂર પડતી નથી. એકબીજાના વિચારનો ભાર લઈને ભરતા નથી. રિલેશન પર્સનલ અંડરસ્ટેન્ડિંગ પર ચાલે છે.
જોડી સલામત કેવી રીતે રાખવી?
પરફેક્ટ કપલનો અર્થ એ નથી કે તેમાં લડાઈઓ ના થાય કે કોઈ રિસાય ના જાય. પ્રીતિએ કહ્યું, અમારા રિલેશનની ખૂબી એ છે કે અમે લડીને સૂતા નથી. રાજાનો મંત્ર છે, તકિયા પર ઝઘડાનું બોજ લઈને તેના પર માથું ના રાખવું જોઈએ.
રાજાએ કહ્યું, જો તમે ઝઘડો કરીને ઊંઘશો તો તમારો બીજો આખો દિવસ ખરાબ જશે. આથી સારું રહેશે કે દિવસમાં જ ઝઘડો પતાવી દો. પ્રીતિ ઉદાસ હોય ત્યારે હું તેને લોન્ગ ડ્રાઈવ પર લઇ જઉં છું. પાર્ટનરની કોઈ વાતનું ખોટું લાગે તો મનમાં ના રાખો. એકબીજાને પ્રોત્સાહિત કરો. લાઈફમાં શક્ય હોય તેટલું હસો. જિંદગી બહુ નાની છે પરંતુ હસીન છે. તેને ગુલઝાર રાખો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.