તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • I Can't Get A Job Because Of Hotness, Woman Claims People Stare At Me Seeing Hot Figures In Interviews

સુંદરતા બની દુશ્મન:હોટનેસને કારણે નથી મળતી નોકરી, મહિલાનો દાવો-ઈન્ટરવ્યુમાં હોટ ફિગર જોઈને લોકો મને તાકી રહે છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
32 વર્ષની એમી કુપ્સના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં તે જ્યાં પણ ઈન્ટરવ્યુ માટે જાય ત્યાં લોકો તેને માત્ર તાકી રહેતા. હોટનેસના કારણે પુરુષો તેને જોઈને નર્વસ થઈ જાય છે - Divya Bhaskar
32 વર્ષની એમી કુપ્સના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં તે જ્યાં પણ ઈન્ટરવ્યુ માટે જાય ત્યાં લોકો તેને માત્ર તાકી રહેતા. હોટનેસના કારણે પુરુષો તેને જોઈને નર્વસ થઈ જાય છે
  • સુંદરતા અને બોલ્ડનેસ નોકરીમાં અડચણ ઉભી કરે છે
  • હોટનેસના કારણે પુરુષો તેને જોઈને નર્વસ થઈ જાય છે અને તેથી તેને ક્યાં પણ નોકરી નથી મળી રહી

સમગ્ર દુનિયામાં ફેલાયેલી બેરોજગારીના ઘણા કારણો સામે આવી રહ્યા છે. તાજેતરમાં એમી કુપ્સ નામની એક મોડલે તેની બેરોજગારીનું સૌથી અલગ જ કારણ આપ્યું છે. મોડલ એમી કુપ્સને તેની સુંદરતા અને હોટનેસના કારણે નોકરી નથી મળી રહી.

પ્રખ્યાત મોડલ જોબલેસ છે
નોર્થ કેરોલિનાની રહેતી મોડલ એમી કુપ્સ અત્યારે બેરોજગાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે સારી નોકરીની શોધમાં છે પરંતુ દરેક ઈન્ટરવ્યુ પછી તેને નોકરી માટે નિરાશાનો શામનો કરવો પડ્યો છે. તેને કોઈપણ સેક્ટરમાં નોકરી નથી મળી રહી. તેનું વિચિત્ર કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તેની સુંદરતા અને બોલ્ડનેસ નોકરીમાં અડચણ ઉભી કરે છે.

હોટ ફોટોના કારણે નોકરી ગુમાવી
એવું નથી કે એમી કુપ્સે ક્યારેય કામ કર્યું નથી. થોડા વર્ષો પહેલા તે ટીચર હતી. જ્યારે લોકોને ખબર પડી કે તે ઓનલીફેન્સ મોડલ છે ત્યારે તેને સારી એવી નોકરી છોડવી પડી હતી. 32 વર્ષની એમી કુપ્સના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં તે જ્યાં પણ ઈન્ટરવ્યુ માટે જાય ત્યાં લોકો તેને માત્ર તાકી રહેતા. તેનું કહેવું છે કે તેની સુંદરતા અને હોટનેસના કારણે પુરુષો તેને જોઈને નર્વસ થઈ જાય છે અને તેથી તેને ક્યાં પણ નોકરી નથી મળી રહી.

કરિયરમાં સુંદરતા મુશ્કેલી બની
એમી કુપ્સએ વાતથી ઘણી નિરાશ છે કે તેની સુંદરતા જ તેની કરિયર માટે સૌથી મોટી અડચણ બની ગઈ છે. અત્યાર સુધી તે હેલ્થ સેક્ટર ઈન્શોયરન્સ, રિટેલ સ્ટોર્સ અને કાર માર્કેટિંગ જેવા સેક્ટર્સમાં ઈન્ટરવ્યુમાં આપી ચૂકી છે પરંતુ દરેક જગ્યાએ તેને નિરાશા જ મળી છે.

ઓનલીફેન્સને કમાણીનું સાધન બનાવ્યું
એક તરફ એમી કુપ્સ નોકરી ન મળવાના કારણે પરેશાન છે, તો બીજી તરફ OnlyFan Model તરીકે તે Bold Photo શેર કરીને સારા એવા પૈસા કમાઈ લે છે.