• Gujarati News
  • Lifestyle
  • Husband And Wife Divorced Maggie, The Husband Said, She Only Fed Maggie Morning And Evening

મેગી કેસ:મેગીએ કરાવ્યા પતિ-પત્નીનાં છૂટાછેડા, પતિએ કહ્યું, તે સવાર-સાંજ ફક્ત મેગી જ ખવડાવતી હતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકના બેલ્લારીમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ મેગીના કારણે તેની પત્નીથી છૂટાછેડા લઈ લીધા છે. મૈસુર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એમ.એલ. રઘુનાથને આ વિચિત્ર કેસને 'મેગી કેસ' નામ આપ્યું છે.

પત્ની ફક્ત મેગી ખરીદે છે
'મેટ્રિમોનિયલ કેસ' વિષય પર એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન છૂટાછેડાના કેસ વિશે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, આ 'મેગી કેસ' તેમની પાસે બેલ્લારીમાં આવ્યો હતો, જેમાં પતિએ ફરિયાદ કરી હતી કે તેની પત્નીને મેગી સિવાય બીજું કંઈ બનાવતા નથી આવડતું. તે રાશનના નામે દુકાનમાંથી માત્ર અને માત્ર મેગી ખરીદે છે અને સવારના નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી મેગી જ રાંધવાનું અને ખવડાવવાનું ચાલુ રાખે છે.

પત્ની બીજું કંઈ શીખવા પણ નથી માંગતી
પતિએ કહ્યું હતું કે, પત્નીને મેગી સિવાય કોઈ ન વસ્તુ બનાવતા જ નથી આવડતી અને તે કોઈ પણ વસ્તુ શીખવા પણ માંગતી ના હતી. પતિની આ ફરિયાદને કોર્ટએ ગંભીરતાથી લીધી હતી અને છૂટાછેડાને મંજૂરી આપી દીધી હતી. આ રીત પતિ-પત્નીના સાત જન્મનો સંબંધ એક મેગીનાં કારણે તૂટી ગયો હતો.

આ કિસ્સાઓ પણ ખૂબ જ વિચિત્ર છે
જજ એમ.એલ. રઘુનાથને છૂટાછેડાનાં ઘણા વિચિત્ર કિસ્સાઓ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે એક પતિ છૂટાછેડા લેવા માંગતો હતો કારણ કે તેની પત્નીએ પ્લેટમાં અલગ જગ્યાએ મીઠું નાખ્યું હતું, જ્યારે એક પત્નીને તેના પતિનું વેડિંગ શૂટ પસંદના હતું. તેથી તેણે છૂટાછેડા માટે અરજી કરી હતી.