તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Hungry Three year old Girl Orders 100 Bowls Of Noodles, Later Bill Of Rs 15,000 Comes Home

ચીન:ત્રણ વર્ષની બાળકીને ભૂખ લાગતા 100 બાઉલ નૂડલ્સ ઓર્ડર કરી દીધા, બાદમાં 15 હજારનું બિલ ઘરે આવ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ નાનકડી છોકરીએ 15 હજાર રૂપિયાનું ખાવાનું ઓર્ડર કરી દીધું - Divya Bhaskar
આ નાનકડી છોકરીએ 15 હજાર રૂપિયાનું ખાવાનું ઓર્ડર કરી દીધું
  • આ નાનકડી છોકરીએ 15 હજાર રૂપિયાનું ખાવાનું ઓર્ડર કરી દીધું
  • છોકરીએ નૂડલ્સનો એક બાઉલ ઓર્ડર કર્યો હતો, પરંતુ ભૂલથી બે વખત 'ઝીરો' નું બટન દબાવી દેતા, નૂડલ્સના 100 બાઉલ ઓર્ડર થઈ ગયા

ઘરમાં બાળકો હોય તો વધારે ધ્યાન આપવાની જરૂર પડે છે. ઘણી વખત એક નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે. અત્યારે ટેક્નોલોજીના સમયમાં બાળકો પર આખો દિવસ ધ્યાન રાખવું શક્ય નથી. કેટલીક વાર બાળકોની નાની એવી ભૂલોથી માતા-પિતા અકળાઈ જતા હોય છે. આવું જ કંઈક ચીનના એક પરિવારમાં થયું છે. ચીનમાં ત્રણ વર્ષની બાળકીના હાથમાં તેના પપ્પાનો ફોન આવી જતા તેને મોટું કાંડ કરી નાખ્યું. આ નાનકડી છોકરીએ 15 હજાર રૂપિયાનું ખાવાનું ઓર્ડર કરી દીધું. આ બિલ જોઈને તેના પપ્પા પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

નૂડલ્સ પ્રત્યે છોકરીનો પ્રેમ
ચીનમાં જિલિનમાં ત્રણ વર્ષની એક છોકરીએ પોતાના પપ્પાની સાથે બેઠી હતી. તેને ભૂલથી પોતાના પપ્પાના ફોનમાંથી ઝા જિયાંગ મિયાંના 100 બાઉલ ઓર્ડર કરી દીધા. વેબસાઈટ Sohu.comના અનુસાર, છોકરીના પપ્પાને પહેલાં લાગ્યું કે ઓનલાઈન ઓર્ડર દરમિયાન આટલી મોટી સંખ્યામાં નૂડલ્સ બાઉલ જીત્યા છે, પરંતુ બાદમાં છોકરીના પપ્પાએ મોબાઈલ ચેક કર્યો તો છોકરીની ભૂલ પકડાઈ ગઈ. ​​​​

હકીકતમાં છોકરીએ નૂડલ્સનો એક બાઉલ ઓર્ડર કર્યો હતો, પરંતુ ભૂલથી તેને બે વખત 'ઝીરો' નું બટન દબાવી દીધું, જેના કારણે નૂડલ્સના 100 બાઉલ તેના ઘરે પહોંચી ગયા.

15 હજાર રૂપિયાનું બિલ જોઈને તેના પપ્પા ચોંકી ઉઠ્યા
રિપોર્ટ્સના અનુસાર, ઘરે નૂડલ્સની ડિલિવરી થવા પર છોકરીના પપ્પા પહેલા તો ખુશ થઈ ગયા પરંતુ જ્યારે તેમને ફૂડ બિલ આપવામાં આવ્યું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હકીકતમાં તેમની નાનકડી છોકરીએ ખાવાનું ઓર્ડર કરતાં સમયે ધ્યાન ન આપ્યું અને સોયાબીન પેસ્ટ નૂડલ્સના 100 બાઉલ ઓર્ડર કરી દીધા. શરૂઆતમાં તો છોકરીના પપ્પાને લાગ્યું કે આ નૂડલ્સ બાઉલ તેમને કોઈ ઈનામમાં જીત્યા છે. પરંતુ બાદમાં ખબર પડી કે આ નૂડલ્સ બાઉલ ફ્રીમાં નથી તેના માટે તેમણે અંદાજે 15,000 હજાર રૂપિયાનું બિલ ચૂકવવું પડશે.

ભૂખ લાગી હતી એટલે ખાવાનું ઓર્ડર કર્યું
જ્યારે પપ્પાએ નાનકડી છોકરીને પૂછ્યું કે, નૂડલ્સના આટલા બધા બાઉલ કેમ મગાવ્યા ત્યારે છોકરીએ જવાબ આપ્યો કે તેને ભૂખ લાગી હતી. જો કે, નૂડલ્સના 100 બાઉલ પહોંચાડવા માટે ડિલિવરી બોયને 7 વખત ચક્કર લગાવવા પડ્યા. આટલા બધા નૂડલ્સના બાઉલને રૂમમાં રાખ્યા અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. તેના પિતાએ મજાકમાં કહ્યું કે, સારું થયું કે દીકરીએ 4 ઝીરો નહોતા દબાવ્યા, નહીં તો તેને રાખવા માટે ઘરમાં જગ્યા પણ ઓછી પડત.

ડિલિવરી બોયે 7 વખત ચક્કર લગાવ્યા
આ છોકરી પોતાના પિતાની સાથે 13મા માળે રહે છે. આવી સ્થિતિમાં ડિલિવરી બોયને ફૂડ ડિલિવરી કરવા માટે બિલ્ડિંગના 7 ચક્કર લગાવવા પડ્યા. બાળકીએ બાદમાં જણાવ્યું કે, તેને ભૂખ લાગી હતી અને તેને ભૂલથી 1ની જગ્યાએ 100 બાઉલ ઓર્ડર કરી દીધા. તેના પપ્પાએ 8 નૂડલ્સ બાઉલને પોતાની પાસે રાખ્યા અને બીજા સફાઈ કર્મચારી અને અન્ય સ્ટાફને વહેંચી દીધા.