વાઇરલ વીડિયો:અંતરિક્ષમાં પણ કરવામાં આવે છે યોગ, સોશિયલ મીડિયાના વીડિયો પર લોકોએ આપ્યું રિએક્શન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં શરૂ કરવામાં આવેલા યોગ હવે દુનિયાભરમાં જાણીતા થઈ ગયો છે. યોગની બોલબાલાને જોતાં દુનિયાએ 'વિશ્વયોગ દિવસ'ને માન્યતા આપી છે. આપણે સામાન્ય રીતે જમીન, અગાસી પર કે પાણીની અંદર યોગ કરીએ જ છીએ, પરંતુ હવે અંતરિક્ષમાં પણ યોગ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષયાત્રીએ જીરો ગ્રેવિટી પર કેવી રીતે યોગ કરી શકાય એ કરતબ દેખાડ્યું હતું.

સમાંથા ક્રિસ્ટોફોરેટીએ અંતરિક્ષમાં યોગ કર્યો
યુરોપિયન સ્પેસ એજન્સીની અંતરિક્ષ યાત્રી સમાંથા ક્રિસ્ટોફોરેટીએ અંતરિક્ષમાં યોગ કર્યો હતો, જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ અવકાશયાત્રી શૂન્ય ગુરુત્વાકર્ષણમાં યોગનાં કેટલાંક આસનો કરે છે. વજનહીન હોવા છતાં ઘણાં આસનો કર્યાં હતાં. તેમાં પણ ખાસ કરીને 'ગરુડાસન' અથવા 'ઈગલ યોગ' પોઝમાં યોગ ટીચરની સૂચનાઓનું પાલન કર્યું હતું.

ઝીરો ગ્રેવિટીમાં ઇલાસ્ટિક બેન્ડ
વીડિયોમાં જોઈ શકાય છે કે આ અવકાશયાત્રીઓ શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ઇલાસ્ટિક બેન્ડ પહેરે છે. પહેલા સમાંથા શરીરને સંતુલિત કરવા માટે ગરુડ પોઝ આપી રહી છે, જ્યારે તે ક્રિસ-ક્રોસ પોઝિશનમાં પોઝ ધરાવે છે. વીડિયો-કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે યોગ ઝીરો ગ્રેવિટીમાં કરવામાં આવ્યો હતો. એ થોડું જોખમી હતો, પરંતુ યોગ્ય પોઝ અને થોડી સર્જનાત્મક સ્વતંત્રતા સાથે તમે એ કરી શકો છો. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ રિએક્શન આપી રહ્યા છે.