ટાંકા કેમ પાકે છે?:સિઝેરિયન ડિલિવરી પછી સ્ટિચિસનું ધ્યાન કેવી રીતે રાખશો? જાણો એક્સપર્ટ પાસેથી

કમલા બડોની18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણીવાર મહિલાઓને બે વખત ટાંકા લેવડાવવા પડે છે
  • સામાન્ય રીતે સિઝેરિયન સ્ટિચિસ ચારથી સાત દિવસમાં હીલ થઈ જાય છે

સિઝેરિયન ડિલિવરીમાં ઘણી મહિલાઓના ટાંકા પાકી જાય છે. આવું કેમ થાય છે? મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ? કઈ બેદરકારીથી બચવું જોઈએ? આ વિશે દિવ્ય ભાસ્કરે પુણેમાં આવેલી મધરહૂડ હોસ્પિટલ ડૉ. રાજેશ્વરી પવાર, કન્સલ્ટન્ટ ઓબ્સટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી, મધરહૂડ હોસ્પિટલ, પુણે પાસેથી..

દિલ્હીની રહેવાસી માયા મુખર્જીને સિઝેરિયન ડિલિવરી થઈ, પરંતુ ટાંકા પાકવા લાગ્યા તો ફરીથી લેવા પડ્યા. માયાએ કહ્યું, સિઝેરિયન ડિલિવરી પછી મારા બે ટાંકા પાકી ગયા હતા. તેમાંથી પરુ નીકળી રહ્યું હતું અને પેટમાં સોજો તથા દુખાવો થતો હતો. પહેલીવારના સ્ટિચિસમાં જેવો દુખાવો થયો તેવો જ દુખાવો બીજી વખત ટાંકા લીધા ત્યારે પણ થયો.

ગીતા ચૌરસિયાએ કહ્યું, મારી બે ડિલિવરી સિઝેરિયન થઈ. એનેસ્થીસિયાની અસર રહી ત્યાં સુધી રાહત હતી પણ તેની અસર પૂરી થતાની સાથે જ દુખાવો શરૂ થઈ જાય છે. બંને ઓપરેશનમાં આવું જ થયું.

ટાંકા કેમ પાકી જાય છે?
ડૉ. રાજેશ્વરી પવારે કહ્યું, સામાન્ય રીતે સિઝેરિયન સ્ટિચિસ ચારથી સાત દિવસમાં હીલ થઈ જાય છે, પરંતુ તેને પૂરી રીતે ઠીક થવામાં એક મહિનો પણ લાગી શકે છે. મોટાભાગના કેસમાં મહિલાઓને કોઈ તકલીફ થતી નથી, પરંતુ જો મહિલા ડાયાબેટિક છે કે વધારે મેદસ્વિતા છે, તેવી મહિલાઓને રૂઝ આવતા વાર લાગે છે. આવી મહિલાઓએ વધારે ધ્યાન આપવાની જરૂર છે. ઘણીવાર રૂઝ ના આવવાથી રોજ ડ્રેસિંગ કરાવવું પડે છે અને ટાંકા ખોલીને ફરીથી લેવા પડે છે. મહિલાઓ યોગ્ય ડાયટ ના લે તો પણ ટાંકામાં રૂઝ આવતા સમય લાગે છે.

ફરીથી સર્જરીની જરૂર કેમ?
સિઝેરિયન ડિલિવરી પછી અમે મહિલાઓને એન્ટિબાયોટિક, વિટામિન સી, એન્ટિ ઇન્ફ્લેમેટ્રી આપીએ છીએ. એન્ટિબાયોટિક અને રોજ ડ્રેસિંગ કર્યા પછી પણ ટાંકામાં રૂઝ ના આવે તો ઘણીવાર તે ખોલીને સ્ટિચિસ લેવાની જરૂર પડે છે. સાત દિવસ પછી ડ્રેસિંગ કરવામાં આવે છે. જો કોઈ અન્ય તકલીફ ના હોય તો ટાંકા આપોઆપ નોર્મલ થઈ જાય છે.

ડિલિવરી પછી આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો
અમે મહિલાઓને ડિલિવરી વખતે જ જણાવી દઈએ છીએ કે ટાંકાનું ધ્યાન કેવી રીતે રાખવું અને 4-5 દિવસ સુધી હેલ્થ ચેકઅપ માટે બોલાવીએ છીએ. જો કઈ સુધારો ના દેખાય તો ડ્રેસિંગ માટે બોલાવે છે. ઘણી મહિલાઓમાં ઇન્ફેક્શનને લીધે રૂઝ આવતી નથી, ત્યારે ડ્રેસિંગની જરૂર પડે છે. અમે ચાર દિવસ સુધી ટાંકા પર પ્લાસ્ટર પણ લગાવતા નથી. પ્લાસ્ટર કાઢતી વખતે અમને ખબર પડી જાય છે કે, હીલ થયા છે કે નહીં. ઘણી મહિલાઓને રૂઝ આવતી હોય ત્યારે ટાંકાવાળા ભાગમાં ખંજવાળ આવતી હોય છે પણ આ વાત નોર્મલ છે. માતાએ નખ ના વધારવા. તેનાથી બાળક અને પોતાના શરીરને પણ નુકસાન થાય છે. જે મહિલાઓ ચોખ્ખી રહેતી નથી તેમના ટાંકા પણ પાકી શકે છે આથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું.