• Gujarati News
  • Lifestyle
  • How To Take Care Of A Child Who Is A Victim Of Bad Habits? Parents Try To Find Out The Child's Misbehavior

બાળકોની સંભાળ કેવી રીતે કરશો:ખરાબ આદતનો શિકાર બનેલા બાળકને કેવી રીતે સંભાળશો? માતા-પિતાએ બાળકની કુસંગત જાણવાનો પ્રયાસ કરો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલના બાળકોને મોટા કરવા સહેલા નથી. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે, તેમનું બાળક સંસ્કારી બને અને સારો વ્યવહારે કરે, પરંતુ ઘણીવાર બાળક ખોટા રસ્તા પર ચડી જાય છે અને ખરાબ વ્યવહાર કરવા લાગે છે. ત્યારે તેને સંભાળવું મુશ્કેલ થઇ જાય છે. તે સમયે માતાની જવાબદારી વધી જાય છે કે, તે તેના બાળકને કેવી રીતે સાચા રસ્તા પર લઇ આવે કારણકે દીકરાની સૌથી નજીક તેની માતા જ હોય છે.

દીકરો કેમ બગડયો છે તેનું કારણ જાણો
બરેલી કોલેજના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડો. હેમા ખન્નાનું કહેવું છે કે, દીકરાની ખરાબ આદત સાથે સંભાળવું એક કળા છે. માતાનો દીકરા સાથેનો વ્યવહાર એક મિત્ર જેવો હોવો જોઈએ. દીકરાની કે ભૂલને સુધારવા માગતા હોય તે વિષય પર વાત કરો. આ બાદ પછી તે જાણવાની કોશિશ કરો કે, દીકરાના મનમાં શું ચાલી રહ્યું છે. દીકરો ખરાબ વ્યવહાર કેમ કરી રહ્યા છે? કોઈ ખરાબ આદતની કઇ વાતથી દીકરો આકર્ષિત થયો છે. જેના કારણે તેને આ હરકત કરી છે. ઊંડાણ પૂર્વકની તપાસ કરવી માતા માટે એક સફળતા છે. આ બાદ દીકરાને સમજાવવો અને સુધારવો માતા માટે આસાન રહેશે.

વ્યવસ્થિત રીતે વાત કરો
કોઈ પણ માતાએ તેના દીકરાની ખરાબ આદતથી પીછો છોડાવીને સાચા રસ્તા પર લાવે. સ્ત્રીમાં આ સ્વાભાવિક ગુણ હોય છે, જેના દ્વારા તે બાળકને સુધારવામાં સફળ થાય છે. બાળકને સાચી દિશામાં આગળ વધારવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.

બાળકની કોઈ પણ વાત ધ્યાનથી સાંભળો
જયારે માતા-પિતા ધ્યાનથી બાળકની વાત સાંભળશે ત્યારે જ સુધારવું સરળ થશે. દરેક બાળકને એવું લાગે છે કે, તેના માતા-પિતા તેની વાત વધારે સાંભળે છે અને બાળકની વાત ઓછી સાંભળે છે. માતા-પિતાને એવું લાગે છે કે, જબરદસ્તીથી બાળકને સુધારી શકાય છે. જરૂરિયાત કરતા વધારે ખીજાવવાથી બાળક જિદ્દી થઇ જાય છે. કોઈ પ્રેશરથી પણ બાળક જિદ્દી થઇ શકે છે. તે સમયે તે જાણવાની કોશિશ કરો કે, બાળકોને કઇ વાત વધુ પરેશાન કરી રહી છે.

માતા-પિતાનો એકબીજા સાથે વ્યવહાર
બાળકો તેના પિતાની નકલ કરે છે ,તેમાંથી જ સારા અને ખરાબ વ્યવહાર શીખે છે. જો પિતા બાળકોની સામે જોર-શોરથી રાડો પડશે કે કોઈ ખોટી આદત હશે કે ખરાબ વ્યવહાર કરશે તો બ્લાક પર તેની અસર જરૂર પડશે. બાળક તેના પિતાનું અનુકરણ કરશે. તેથી જરૂરી છે કે, બાળકની સામે માતા-પિતા વ્યવહાર સારો રાખે જેથી બાળક પર પોઝિટિવ અસર થાય.

બાળકને સારો માહોલ આપો
સૌથી પહેલાં બાળકોને ખોટી સંગતથી બચાવો. માતા-પિતા ભેગા થઈને ઘરમાં શિસ્તનું વાતાવરણ બનાવે. બાળકો ભાવનાત્મક ટેકા માટે માતાનો સહારો શોધતા હોય છે. તો બીજી તરફ માતાએ પણ પ્રેમમાં બાળકોની ખોટી આદતોને નજર અંદાજ કરવી જોઈએ નહીં. ગમે તેટલું કામ હોય દરરોજ એક કલાક બાળકો સાથે વિતાવવો જોઈએ. અપને ઘણીવાર જોયું હોય છે કે, માતા-પિતા બાળકોની વાતને મહત્વ આપતા નથી તેથી બાળક એકલું પડી જાય છે. એકલતાને કારણે બાળક ઈમોશનલ ડિપ્રેશનથી પરેશાન થઈને ચિડચિડાપણું કરે છે. કયારેક બાળકનું ચૂપ રહેવું પણ તેની કોઈ હરક્તોનું પરિણામ હોઈ શકે છે. જો માતા પિતાનું બાળક સાથે બોન્ડિંગ સારું હશે તો બાળક કયારે પણ બગડશે નહીં.

સમાજ શાસ્ત્રી વિશમ્ભરનાથ પ્રજાપતિ જણાવે છે કે, બાળકને ખરાબ આદત એટલે પડે છે કારણે શરૂઆતમાં માતા-પિતા બાળકને લાડમાં કઇ કહેતા નથી બાદમાં વધુ ખીજાય છે. બાળકો સાથે ઝઘડો કરે છે, જેનાથી બાળકો હાથમાંથી નીકળી જાય છે. માતા-પિતા બાળકોની ઈમોશનલ જરૂરિયાતને સમજે અને ડરાવીને ન રાખે.