તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • How This Senegalese TikToker With Over 99 Million Followers Went From Poverty To Earning Six Figures

ટેલેન્ટે કરોડપતિ બનાવ્યો:કોરોના મહામારીએ નોકરી છીનવી, ફેક્ટરીમાં મજૂરી કરતો 21 વર્ષનો યુવક ટિકટોકર બની કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર હાવભાવથી યુઝર્સના દિલ જીતે છે - Divya Bhaskar
એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર હાવભાવથી યુઝર્સના દિલ જીતે છે
  • ટિકટોક પર ખબાને લેમના 10 કરોડથી પણ વધારે ફોલોઅર્સ છે
  • ખબાને લેમને ઇટાલી સિવાય અન્ય કોઈ ભાષા બોલતા આવડતી નથી

કોરોના મહામારીની અસર દેશ-વિદેશમાં જોવા મળી. અનેક લોકોએ નોકરી ગુમાવી તો ઘણા લોકોને બિઝનેસમાં ખોટ ગઈ. લોકડાઉનના સમયગાળામાં ઘણા લોકોના ટેલેન્ટ પણ દુનિયા સામે આવ્યા. તેમણે કઈક અલગ કરીને પોતાના ટેલેન્ટના માધ્યમથી કમાણી કરવાનું શરુ કર્યું. સોશિયલ મીડિયામાં ફેમસ ટિકટોકર ખબાને લેમની સ્ટોરી પણ આવી જ કઈક છે. કોરોના મહામારી પહેલાં ખબાને લેમ એક ફેક્ટરીમાં કામ કરતો હતો. હાલ તેની કમાણી 20 કરોડ રૂપિયા છે.

લોકડાઉનમાં ફની વીડિયો બનાવવાના શરુ કર્યા
ખબાને મૂળ સાઉથ આફ્રિકાનો છે. તે 1 વર્ષનો હતો ત્યારથી તેના પરિવાર સાથે ઇટાલી આવીને વસ્યો. તેની ઇટાલિયન સિવાય અન્ય કોઈ ભાષા પણ આવડતી નથી તેમ છતાં અનેક યુઝર્સના દિલ જીતી રહ્યો છે. નોકરી છૂટી ગયા પછી તેણે સોશિયલ મીડિયા પર ફની વીડિયો બનાવવના શરુ કર્યા. નવાઈની વાત તો એ છે કે, ખબાને તેના વીડિયોમાં એક શબ્દ પણ બોલતો નથી, યુઝર્સને ખડખડાટ હસાવવા માટે તેના હાવભાવ જ કાફી છે. 21 વર્ષનો ખબાને ફેક્ટરીમાં મજૂરીનું કામ કરતો હતો. અહિયાં મળતી સેલરીથી જ તેના ઘરનું ગુજરાન થતું હતું. કોરોનાટાઈમમાં નોકરી ગુમાવ્યા પછી તેણે હાર માનવાને બદલે વીડિયો અપલોડ કરવાના ચાલુ કર્યા.

કરોડો રૂપિયા કમાતો ખબાને લેમ હાલ ઇટાલીમાં રહે છે
ટિકટોક પર ખબાનેના 10 કરોડથી પણ વધારે ફોલોઅર્સ છે. ખબાનેના વીડિયો થોડા જ સમયમાં વાઈરલ થવા લાગ્યા. ધીમે-ધીમે તેના ફોલોઅર્સ લાખોમાંથી કરોડો થઈ ગયા. ઇટાલી કરતાં પણ સાઉથ અમેરિકા અને બ્રાઝિલમાં ખબાને લેમના ફોલોઅર્સ વધારે છે. ખબાનેના વીડિયો જોઇને અનેક કંપનીએ તેને જોબ માટે સામેથી ઓફર કરી પણ તેને હવે નોકરી કરવી નથી. તે ડિજિટલ કન્ટેન્ટના માધ્યમથી લોકોને હસાવવા માગે છે.

ખબાનેના એક વીડિયોના 15 કરોડ વ્યૂઝ છે
ન્યૂ યોર્ક ટાઈમ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં ખબાનેએ કહ્યું, મેં સોશિયલ મીડિયામાં કરિયર બનાવવા અમુક કોમેડી ક્લિપ્સ બનાવીને ટિકટોક પર પોસ્ટ કરી. થોડા જ સમયમાં મારું કન્ટેન્ટ વાઈરલ થવા લાગ્યું. ખબાનેના એક વીડિયોના 15 કરોડ વ્યૂઝ છે. ખબાને જાતે જ તેના વીડિયો એડિટ કરીને પોસ્ટ કરે છે.

ખબાનેએ પોતાની સફળતાનું સિક્રેટ જણાવતા કહ્યું, ‘હું ગ્લોબલ લેન્ગવેજ બોલું છું. આ લેન્ગવેજ છે મારા એક્સપ્રેશન. મારો ફેસ અને હાવભાવ લોકોને હસાવે છે. મને ખુશી થાય છે કે હું મારા વીડિયોના માધ્યમથી કરોડો લોકોને હસાવી રહ્યો છું. ’

ખબાને લેમના ટિકટોક વીડિયોની એક ઝલક: