• Gujarati News
  • Lifestyle
  • How Safe Is Sex In Pregnancy? What To Do To Enjoy Sex Life If You Have Arthritis Problem? Learn From The Expert

સેક્સ સિરિયસલી:પ્રેગ્નન્સીમાં સેક્સ કેટલું સુરક્ષિત છે? આર્થ્રાઈટિસની સમસ્યા હોય તો સેક્સ લાઈફ એન્જોય કરવા શું કરશો? એક્સપર્ટ પાસેથી જાણો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેગ્નન્સીમાં ચોથા મહિનાથી લઈને આઠમા મહિના સુધી 'વુમન ઓન ટોપ' પોઝિશન સારી રહે છે

સેક્સ વિશે વાત કરતાં મહિલાઓ સંકોચ કરતી હોય છે, પરંતુ મનની વાત શેર ન કરવાને કારણે સંબંધમાં તકરાર આવી શકે છે. હેલ્ધી રિલેશનશિપ માટે સેક્સ વિશે વાત થાય તે જરૂરી છે. સેક્સોલોજિસ્ટ ડૉ. રાજન ભોસલે પાસેથી જાણો સેક્સ સંબંધિત સમસ્યાઓનું સમાધાન...

પ્રેગ્નન્સીમાં સેક્સ કેટલું સેફ?
પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિના અને છેલ્લાં મહિને સેક્સ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ચોથા મહિનાથી લઈને સાતમા-આઠમા મહિનાની ગર્ભાવસ્થામાં સેક્સ કરી શકાય છે, પરંતુ આ દરમિયાન તમારે 'વુમન ઓન ટોપ' પોઝિશન કરવી પડશે, નહિ તો અન્ય પોઝિશનમાં પાર્ટનરનું વજન મહિલા પર પડવા પર તેનાં બાળકને તકલીફ થઈ શકે છે.

પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિના ઘણા સાચવવાના હોય છે. આ સમયગાળામાં સેક્સ ન કરવાની સલાહ અપાય છે. છેલ્લાં મહિને મહિલાનું વજન એટલી હદે વધી જાય છે કે તેને સેક્સની કોઈ ઈચ્છા નથી રહેતી. પ્રેગ્નન્સીના અંતિમ મહિનામાં સેક્સથી દૂર રહેવું જોઈએ.

આર્થ્રાઈટિસ અને સેક્સ લાઈફનું કનેક્શન
જે લોકોને રુમેટોઈડ આર્થ્રાઈટિસની તકલીફ હોય છે તેમને દરેક કામમાં બાધા પહોંચે છે. આર્થ્રાઈટિસની યોગ્ય સારવાર થાય તે ખુબ જરૂરી છે. ઘરનાં અન્ય કામની જેમ સેક્સ માટે પણ સ્વસ્થ શરીર અને એનર્જીની જરૂર પડે છે. આર્થ્રાઈટિસની યોગ્ય સારવાર ન કરાવો ત્યાં સુધી સેક્સ આનંદના બદલે પીડાદાયક સાબિત થાય છે. તેથી આવી સ્થિતિમાં પહેલાં યોગ્ય સારવાર કરાવો ત્યારબાદ સેક્સ લાઈફ એન્જોય કરો.

ડૉ. રાજન ભોસલે, MD પ્રોફેસર એન્ડ HOD, સેક્સ્યુઅલ મેડિસીન ડિપાર્ટમેન્ટ, KEM હોસ્પિટલ એન્ડ જી. એસ. મેડિકલ કોલેજ