સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાંથી એક શૈક્ષણિક સંસ્થાના બે કિશોર વયના છોકરાઓનું અપહરણ કરીને તેમાંથી એકની સાથે અપ્રાકૃતિક જાતીય હિંસા કરવામાં આવી. જો કે, અપહરણનાં આશરે ચાર કલાકમાં જ બંનેને બચાવી લીધા હતા અને પોલીસ સ્ટેશનમાં બંને છોકરાઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીએ એક છોકરા સાથે બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને તેણે આ ઈરાદાથી જ બંને છોકરાઓનું અપહરણ કર્યું હતું.
હાલ, આ છોકરાને તબીબી તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે, આ ઈચ્છા વિરુદ્ધ જાતીય હિંસા થવા પાછળનાં જવાબદાર કારણો કયા છે? આ પ્રકારની અપ્રાકૃતિક જાતીય હિંસાની બાળકના મગજ પર કેવી અસર થાય છે? આ પ્રકારનાં કિસ્સા પછી શું તે ફરી પાછુ સામાન્ય જીવન જીવી શકશે? શું આ પ્રકારની જાતીય હિંસા પછી તેમાંથી બાળકને બહાર લાવવા માટેની કોઈ અસરકારક રીત છે? શું કોઈ છોકરા સાથે તેની ઈચ્છા વિરુદ્ધ જાતીય હિંસા થઈ હોય તો આરોપીને સજા અપાવવા માટે કોઈ કાયદો છે? આ તમામ બાબતોનાં જવાબ આજે આપણે જાણીશું.
ઈચ્છા વિરુદ્ધ જાતીય હિંસા થવા પાછળનાં જવાબદાર કારણો કયા છે?
ઘણા પુરુષો અને છોકરાઓ દર વર્ષે બળાત્કાર અને જાતીય હિંસાનો ભોગ બને છે ત્યારે આ ઈચ્છા વિરુદ્ધ જાતીય હિંસા થવા પાછળનું મુખ્ય કારણ ટેકનોલોજી અને ઈન્ટરનેટ છે. તેના વિકાસ સાથે જાતીય સતામણીમાં ધરખમ વધારો થયો છે. PWE-2014ના આંકડા મુજબ 18થી 24 વર્ષની વયની 25 ટકા મહિલાઓ અને 13 ટકા પુરુષોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર જાતીય સતામણીનો અનુભવ કર્યો છે. સેવ ફેમિલી ફાઉન્ડેશન અને માય નેશન ફાઉન્ડેશન દ્વારા એપ્રિલ 2005થી એપ્રિલ 2015 દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં લગભગ 1 લાખ પુરુષોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેના પરથી તેમને જાણવા મળ્યું કે લગભગ 20.4 ટકા લોકો જીવનમાં એકવાર જાતીય સતામણીનો ભોગ બન્યા છે.
આ પ્રકારની અપ્રાકૃતિક જાતીય હિંસાની બાળકના મગજ પર કેવી અસર થાય છે?
અપ્રાકૃતિક જાતીય હિંસાનો શિકાર બનેલ બાળક માનસિક રીતે એકદમ ભાંગી પડે છે. તેનું જીવન તે ઘટના પર જ અટકી જાય છે. તેના મગજમાં સતત તે જ કિસ્સો ઘૂમ્યા રાખે છે અને તેના કારણે તે અમુક જીવલેણ બીમારીઓનો શિકાર પણ બની જાય છે જેમ કે, ડિપ્રેશન, પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ઈટિંગ ડિસઓર્ડર, ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર વગેરે.
આ પ્રકારનાં કિસ્સા પછી શું તે ફરી પાછુ સામાન્ય જીવન જીવી શકે?
જાતીય હિંસાથી બચી ગયેલા વ્યક્તિ પર માનસિક, સંવેદનાત્મક અને શારીરિક અસરો થઈ શકે છે. આ અસરોનો સામનો કરવો હંમેશાં સરળ હોતો નથી, પરંતુ યોગ્ય સહાય અને ટેકાથી તેને નિયંત્રિત કરી શકાય છે. જાતીય હુમલામાંથી સાજા થવામાં સમય લાગે છે અને ઉપચારની પ્રક્રિયા પણ પીડાદાયક હોઈ શકે છે, પરંતુ તમે થોડી ધીરજ અને હિંમત સાથે આ સમસ્યામાંથી બહાર નીકળી શકો છો.
શું આ પ્રકારની જાતીય હિંસા પછી તેમાંથી બાળકને બહાર લાવવા માટેની કોઈ અસરકારક રીત છે?
જાતીય હુમલાથી બચ્યા પછી પણ બાળક સુરક્ષિત નથી હોતો. આ હુમલાની ઘાતક અસરો તેના જીવન સાથે જોડાયેલી રહે છે અને તેમાંથી બહાર નીકળવું ખૂબ જ અઘરું પડે છે. આ પ્રકારની હિંસા પછી તેમાંથી બાળકને બહાર લાવવા માટે સાયકોથેરાપી અસરકારક સાબિત થઈ છે.
શું કોઈ છોકરા સાથે તેની ઈચ્છા વિરુદ્ધ જાતીય હિંસા થઈ હોય તો આરોપીને સજા અપાવવા માટે કોઈ કાયદો છે?
જાતીય હિંસા આપણા સમાજમાં આઘાતજનક રીતે સામાન્ય છે. ભારતમાં મહિલાઓને જાતીય સતામણી કે બળાત્કારથી બચાવવા માટે જ કાયદા બનાવવામાં આવે છે. પુરુષોને જાતીય સતામણી અથવા બળાત્કારના નિર્દય કૃત્યથી પુરુષોને બચાવવા માટે કોઈ કાયદા નથી. ભારતીય કાયદા હેઠળ ભારતીય દંડ સંહિતા 1860ની માત્ર કલમ-377 છે, જેમાં ‘અપ્રાકૃતિક સંભોગ’ વિશે વાત કરવામાં આવી છે ત્યારે તેની સાપેક્ષમાં બીજા દેશો જેમ કે, ડેન્માર્ક, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા જેવા કેટલાક દેશોએ લિંગ-તટસ્થ કાયદાઓનો પ્રસ્તાવ મૂક્યો છે અને તેનો સ્વીકાર કર્યો છે. એ ચોંકાવનારી બાબત છે કે વિશ્વભરમાં આ ફેરફારો છતાં, ભારતીય ન્યાયતંત્રે ભારતમાં જાતીય હિંસા સામે લિંગ-તટસ્થ કાયદાઓ દાખલ કરવાની માંગને નકારી કાઢવાનું ચાલુ રાખ્યું છે.
જો બાળકોને આ અપ્રાકૃતિક જાતીય હિંસાના ભોગ બનતા અટકાવવા હોય તો નીચેના ફેરફારો શક્ય તેટલી વહેલી તકે કરવા જોઈએ:
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.