• Gujarati News
  • Lifestyle
  • How Do Mangrove Trees Provide Protection Against Cyclones? The Videos And Tweets Went Viral

કુદરતનું પોતાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ:મેન્ગ્રોવ્સ વૃક્ષો કેવી રીતે ચક્રવાત સામે સુરક્ષા પૂરી પાડે છે? વીડિયો અને ટ્વીટ્સ વાઈરલ થયાં

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મંગળવારનાં રોજ મેન્ગ્રોવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા મેન્ગ્રોવ્સ વિસ્તારોને 'આરક્ષિત વન' તરીકે સૂચિત કરવાની જાહેરાત કરતાં ટ્વિટર પર અમુક ટ્વીટ્સ અને વીડિયોઝ વાયરલ થયાં છે કે, જે મેન્ગ્રોવ્સ વૃક્ષોનાં મહત્વને દર્શાવે છે અને સાથે જ તે ચક્રવાતથી આપણને કેવી રીતે સુરક્ષા પૂરી પાડે છે, તે અંગે પણ માહિતી આપે છે ચાલો જાણીએ.

મેન્ગ્રોવ્સ વૃક્ષો એ પૃથ્વીનાં ઈકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને વિશ્વમાં તેની સંખ્યામાં ઘટાડો થવો એ મુખ્ય ચિંતાનો વિષય છે. આ અંગે ઈન્ટરનેટ એ પર્યાવરણવિદોની પોસ્ટ્સથી ભરેલું છે, જે આ મુદ્દા વિશે જાગૃતિ લાવે છે અને લોકોને જળાશયોનાં કિનારે ઉગતાં વૃક્ષોનાં મહત્વ વિશે પણ શિક્ષિત કરે. આ અંગે જાગૃતિ લાવનાર લોકોની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. તાજેતરમાં IFS ઓફિસ પરવીન કાસવાનનો એક વીડિયો વાઈરલ થયો છે, જે દર્શાવે છે કે કેવી રીતે ત્સુનામી અથવા ચક્રવાત જેવી કુદરતી આફતો દરમિયાન મેન્ગ્રોવ્સ જમીનનું કેવી રીતે રક્ષણ કરે છે?

મેન્ગ્રોવ્સ એ કુદરતે જાતે જ પ્રાકૃતિક દુર્ઘટનાઓ સામે ગોઠવેલાં 'ડિઝાસ્ટર મેનેજર' છે. ત્સુનામી, ચક્રવાત અને તોફાનોથી તે આપણને કેવી રીતે રક્ષણ આપે છે તે સમજવા માટે માત્ર 13 સેકન્ડનો આ વીડિયો જુઓ.

આ વીડિયો એક મોડેલ બતાવે છે, કે જે ડચ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડેલ્ટેરેસ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ વીડિયો ડચ સંશોધન સંસ્થા ડેલ્ટેરેસ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. કાસવાને આ અંગેની પોતાની ઢગલાબંધ ટ્વીટ્સમાં મેન્ગ્રોવ્ઝનાં રક્ષણનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. મેન્ગ્રોવના વૃક્ષોનો તેમના હવાઈ મૂળ સાથે ફોટોગ્રાફ શેર કરી કાસવાને સમજાવ્યું કે, જ્યારે ચક્રવાતને કારણે પાણીનો પ્રવાહ મેન્ગ્રોવના ગાઢ હવાઈ મૂળમાંથી પસાર થાય છે, ત્યારે ચક્રવાત અથવા તોફાનના મોજાની તીવ્રતા તે જમીન પર આવે ત્યાં સુધીમાં ધીમી પડી જાય છે. એક રીતે, મેન્ગ્રોવ્સ વૃક્ષો જમીન અને સમુદ્ર વચ્ચેનાં બફર તરીકે કામ કરે છે. કાસવાને એમ પણ લખ્યું છે કે, મેન્ગ્રોવ્સ અનેક વન્યજીવોની પ્રજાતિઓને ટેકો આપે છે અને તેની પોતાની એક સમૃદ્ધ ઈકોસિસ્ટમ છે.

અન્ય ટ્વીટ્સમાં તેણે વધુ માહિતી ઉમેરી. મેન્ગ્રોવ એ વિવિધ પ્રજાતિઓ માટે માત્ર ઘર જ નહીં પણ ડિઝાસ્ટર સામે બફર પણ છે. ભારત જેવો ગીચ વસ્તી ધરાવતો ઉષ્ણકટિબંધીય દેશ કે જ્યાં 7500 કિલોમીટર સુધી લાંબો દરિયાકિનારો પથરાયેલો છે, ત્યાં ક્લાઈમેટ ચેન્જનાં કારણે ચક્રવાત આવે તો તે ઢાલ બનીને પ્રકૃતિનાં ઉત્પાત સામે લોકોનું રક્ષણ કરે છે.

તેણે તેના છેલ્લાં ટ્વીટમાં લખ્યું, 'તેમને બચાવવા માટે આ કારણો લગભગ પૂરતાં છે.' તેમની આ પોસ્ટ્સ પર ઘણાં લોકોએ કોમેન્ટ કરી છે. એક ટ્વીટર યુઝરે કોમેન્ટ કરી, 'આ જગતમાં કંઈપણ હેતુ વગરનું નથી.આ પ્રકૃતિનો સ્વભાવ છે.' બીજાએ કોમૅન્ટ કરી, 'ઉત્તમ પ્રદર્શન! અદ્ભુત પ્રદર્શન મોડેલ, મારા બાળકોએ આનંદ માણ્યો અને એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યો,' ત્રીજાએ કોમેન્ટ કરી, 'માહિતીપ્રદ ટ્વીટ માટે આભાર.'