કોરોના વાઈરસની એન્ટ્રી બાદ ગયા વર્ષની દિવાળી લોકોએ ડરી ડરીને ઉજવી. આ વર્ષની દિવાળીમાં કોરોના તો હાજર છે પરંતુ વેક્સિનેશન સાથે લોકો જાગૃત થઈ થવાથી દિવાળીની રોનક પહેલાં જેવી બનવાની છે. દિવાળીનો પંચપર્વ મીઠાઈ વગર અધૂરો બની જાય છે. તમે કોઈના ઘરે જાઓ કે પોતાના ઘરે હો પરંતુ તમારો સામનો મીઠાઈ સામે તો થવાનો જ છે. જો તમે હેલ્થ કન્સર્ન થઈ મીઠાઈ અવોઈડ કરી તહેવારની મજા ફીકી કરી રહ્યા છો તો રોકાઈ જાઓ. નમામી લાઈફના ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. શૈલી તોમર પાસેથી જાણો કેવી રીતે તમે તહેવારમાં શુગર ફ્રી મીઠાઈ એન્જોય કરી હેલ્થ અને ફેસ્ટિવનું બેલેન્સ જાળવી શકો છો.
ખજૂર-અંજીરના લાડુ
આ લાડુ બનાવવા માટે ખજૂર અને અંજીર પલાળી રાખ્યા બાદ તેની પ્યોરી બનાવો. આ પ્યોરી ઘી સાથે ગરમ કરો. તેમાં બદામ, અખરોટ સહિતના ડ્રાયફ્રુટ્સ મિક્સ કરી શકો છો. છેલ્લે ખસ ખસના બી પણ ઉમેરો. તેમાં મિનરલ્સ અને વિટામિન્સ હોવાથી તમે હેલ્ધી રહેશો. તેમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો.
મિષ્ટી દોઈ
માર્કેટમાંથી મીઠાઈ ખરીદવાને બદલે તમે ઘરે જ મીઠાઈ બનાવી તમારી હેલ્થ સારી રાખી શકો છો. મિષ્ટી દોઈ ખાવામાં અને બનાવવામાં સરળ છે. તેને બનાવવા માટે એક વાસણમાં દૂધ ઉકાળો. ત્યારબાદ તેમાં ગોળ અને ઈલાયચી પાઉડર અને 2 ચમચી દહીં ઉમેરો. હવે આ મિશ્રણને કોઈ માટીના વાસણમાં આખી રાત રહેવા દો. આગલી સવારે હેલ્ધી અને ટેસ્ટી ડેઝર્ટ તૈયાર થઈ જશે.
ફ્રોઝન ફ્રુટ આઈસક્રીમ
તમે આઈસક્રીમ લવર છો પરંતુ માર્કેટના આઈસક્રીમ પ્રોડક્ટ ખરીદતાં પહેલાં હેલ્થ પ્રત્યે અલર્ટ થઈ તેને નકારી દો છો તો તેનો એક સારો ઓપ્શન ફ્રોઝન ફ્રુટ આઈસક્રીમ છે. એક પાકેલું કેળું ફ્રીઝરમાં રાખો. તે જામી જાય ત્યારે તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. તમે તમારી મરજી પ્રમાણે ફ્લેવર્સ ઉમેરી શકો છો. આ મિક્સરને ફરી ફ્રીઝ કરી દો અને ઠંડું જ સર્વ કરો.
આ રીતે તમે ફ્લેવર્ડ યોગર્ટ પણ બનાવી શકો છો. દહીં અને મનપસંદ ફ્રુટ ફ્રીઝરમાં રાખ્યા બાદ તેને બ્લેન્ડ કરી ફરી ફ્રીઝ કર્યા બાદ તેની મજા માણી શકો છો.
હેલ્ધી ડ્રિન્ક્સ
દિવાળીએ ઘણા લોકો આલ્કોહોલ, સોડા અને પેકેજ્ડ જ્યુસ પીતાં હોય છે. તે તમારાં શરીરને નુક્સાન પહોંચાડી શકે છે. તેને બદલે તમે છાશ અને લેમોનેડ લઈ શકો છો. ડ્રાય ફ્રુટ મિલ્ક શેક પણ સારો ઓપ્શન છે.
પોર્શન કન્ટ્રોલ
દિવાળીએ તમે તમારી મનપસંદ મીઠાઈ ખાવા માટે મન ન મારો. પોર્શન કન્ટ્રોલ કરી તમે મીઠાઈની મજા માણી શકો છો. ઓવરઈટિંગથી બચી અને ડાયટ બેલેન્સ રાખી તમે ગિલ્ટ ફ્રી દિવાળી એન્જોય કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.