તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Hotdog Reduces Human Lifespan By 36 Minutes And Peanut Butter Increases Life By 33 Minutes, Know The Food That Affects Age

ખોરાક તમારી ઉંમર નક્કી કરશે:ખારી શીંગ આયુષ્યમાં 26 મિનિટનો વધારો કરે છે તો હૉટડૉગ જીવનની 36 મિનિટ ઓછી કરી નાખે છે; જાણો કયો ખોરાક તમારી ઉંમર પર અસર કરે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણો ખોરાક આપણને સ્વસ્થ રાખવા સિવાયનું પણ કામ કરે છે. આપણે જે પ્રકારનો ખોરાક લઈએ છીએ તે મુજબ આપણી ઉંમરમાં ઘટાડો અને વધારો થાય છે. આ દાવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, દરરોજ લેવાતી અનેક ફૂડ આઈટેમ્સ એવી છે જે આપણી ઉંમર ઘટાડી રહી છે. હૉટડૉગ ખાવાથી 36 મિનિટનું આયુષ્ય ઘટી જાય છે તો સોલ્ટેડ શીંગદાણા ખાવાથી આયુષ્યમાં 26 મિનિટનો વધારો થાય છે.

ડાયટ પર રિસર્ચ કરનારી મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 5 હજારથી વધારે પ્રકારના ખોરાક પર રિસર્ચ કર્યું. આટલું જ નહિ વૈજ્ઞાનિકોએ દરરોજ લેવામાં આવતો ખોરાક તૈયાર થવાથી લઈને તેને ફેંકવા પર પર્યાવરણ પર તેની કેવી અસર થાય છે તેનું પણ રિસર્ચ કર્યું.

રિસર્ચ
સંશોધકોએ હૉટડૉગ, પિત્ઝા, યોગર્ટ અને ચીઝ જેવાં 5800 ખાદ્યપદાર્થો પર રિસર્ચ કર્યું. આ ખોરાકની સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર કેવી અસર થાય છે તે ચકાસવામાં આવ્યું. તેનાથી આપણી ઉંમર ઘટે છે કે વધે છે તે સમજવા માટે એક ટેબલ બનાવાયું. તેનું નામ હેલ્થ ન્યુટ્રીશન ઈન્ડેક્સ રાખવામાં આવ્યું. આ ઈન્ડેક્સને ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝના આધારે તૈયાર કરવામાં આવ્યું.

ઉંમર વધે કે ઘટે તેની આવી રીતે ગણતરી થઈ
કંઈ વસ્તુ ખાવાથી કેટલું જીવન ઘટે છે તેને હૉટડૉગનાં કેલક્યુલેશનથી સમજીએ. વૈજ્ઞાનિક કહે છે કે, 1 ગ્રામ પ્રોસેસ્ડ મીટ ખાવાથી અમેરિકાની વ્યક્તિની ઉંમર 0.45 મિનિટ ઘટી જાય છે. આ રીતે 61 ગ્રામ પ્રોસેસ્ડ મીટવાળા હૉટડૉગથી જીવનની 27 મિનિટ ઓછી થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ તેમાં રહેલાં સોડિયમ અને ટ્રાન્સફેટનાં લેવલનું પણ મોનિટરિંગ કર્યું.

ફિટ રહેવા આ કેલરી ઈન્ટેક અપનાવો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બીફ અને પ્રોસેસ્ડ મીટથી મળતી કેલરીનો 10% ભાગ ફળ, શાકભાજી અને નટ્સથી પૂરો કરો. આમ કરવાથી તમે વધુ 47 મિનિટ સ્વસ્થ રહી શકો છો. એક તૃતયાંશ ડાયટરી કાર્બન ફુટપ્રિન્ટ્સ ઘટાડો.

મિશિગન યુનિવર્સિટીમાં પર્યાવરણ સ્વાસ્થ્ય નિષ્ણાત ઓલિવર જુલિયટનું કહેવું છે કે, આ સમયે ડાયટમાં ફેરફાર કરી માણસને સ્વસ્થ રાખવાની સાથે પર્યાવરણ પણ સ્વચ્છ રહે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...