• Gujarati News
  • Lifestyle
  • Hospital Staff In Pakistan Operated On A Hindu Woman, Cut Off The Head Of A Newborn And Left It In The Mother's Womb

બેદરકારીની તમામ હદ પાર:પાકિસ્તાનમાં હોસ્પિટલ સ્ટાફે હિન્દુ મહિલાનું ઓપરેશન કર્યું, નવજાતનું માથું કાપી માતાના ગર્ભમાં જ છોડી દીધું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાફ સારવારને બદલે ફોટા પડાવી રહ્યો હતો
  • હોસ્પિટલ સ્ટાફે નવજાતના ઘણા ટુકડા કરી માતાનાં ગર્ભમાંથી બહાર કાઢ્યા હતાં

પાકિસ્તાનની એક હોસ્પિટલમાં હિન્દુ મહિલાની જિંદગી સાથે ખિલવાડ કરવામાં આવ્યો છે. સિંધની એક સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા ડિલિવરી માટે ગઈ હતી. જ્યાં ડૉક્ટરોની ગેરહાજરીમાં હોસ્પિટલના સ્ટાફે તેનું ઓપરેશન કર્યું. તેમણે બાળકને કાપીને બહાર કાઢ્યું. આ બેદરકારીમાં બાળકનું કપાયેલું માથું મહિલાના ગર્ભમાં જ રહી ગયું. જેના કારણે મહિલાની હાલત પણ નાજુક છે.

બાળકનું મોત, માતાનો જીવ જોખમમાં મૂકાયો
પાકિસ્તાનના હિન્દુ બહુલ જિલ્લા થારપારકરની 32 વર્ષની ભીલ હિન્દુ મહિલા ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્ર આવી હતી. જ્યાં હોસ્પિટલ કર્મચારીઓની બેદરકારીના કારણે પહેલા બાળકનું મોત થઈ ગયું. તેમણે નવજાતના ઘણા ટુકડા કરી માતાનાં ગર્ભમાંથી બહાર કાઢ્યા હતાં. આ દરમિયાન બાળકનું કપાયેલું માથું અને અન્ય કેટલા અંગ માતાના ગર્ભમાં જ ફસાય ગયા. મહિલાના ગર્ભાશયને પણ સર્જરીથી ઘણું નુકસાન થયું. બાદમાં મહિલાના પરિવારના લોકો તેને બીજી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ઓપરેશન પછી બાળકનું માથું મહિલાના ગર્ભમાંથી કાઢવામાં આવ્યું.

સરકારે તપાસના આદેશ આપ્યા
ચારેય તરફ આલોચના બાદ સિંધ સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેના માટે એક કમિટિ બનાવવામાં આવી છે. સિંધ હેલ્થ સર્વિસના ડાયરેક્ટર જર્નલ ડૉ. જુમાન બહોતોએ જણાવ્યું કે, 'અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને દોષિતોને શોધી રહ્યા છીએ.'

સ્ટાફ સારવારને બદલે ફોટા પડાવી રહ્યો હતો
આ મામલામાં બેદરકારીની સાથે સ્ટાફની નિર્દયતા પણ સામે આવી છે. મહિલા જ્યારે સ્ટ્રેચર પર જીંદગી અને મોતની સામે લડી રહી હતી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ તેનો અને તેના ક્ષત-વિક્ષત બાળકનો વીડિયો બનાવી રહ્યો હતો. પછી આ ફોટોઝ અને વીડિયોઝને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...