તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Hong Kong's Tsang Yin Hung Holds The Record For The Shortest Time She Has To Summit Mount Everest, She Is Glad That She Could Prove Herself To Friends And Students

રેકોર્ડબ્રેક:હોંગકોંગની 45 વર્ષીય ટીચરે માત્ર 25 કલાક 50 મિનિટમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, બેઝકેમ્પથી ટોચ સુધી માત્ર 2 વખત જ બ્રેક લીધો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ વર્ષે ક્લાઈમ્બિંગની સીઝનમાં નેપાળે રેકોર્ડ બ્રેક 408 પર્વતારોહકને પરમિશન આપી છે. - Divya Bhaskar
આ વર્ષે ક્લાઈમ્બિંગની સીઝનમાં નેપાળે રેકોર્ડ બ્રેક 408 પર્વતારોહકને પરમિશન આપી છે.
  • ત્સાંગ યિન હંગે પર્વતારોહક બનવા માટેની ટ્રેનિંગ 11 વર્ષની ઉંમરેથી શરુ કરી હતી
  • વર્ષ 2017માં માઉન્ટ એવરેસ્ટ સર કરનારી ત્સાંગ યિન હંગ હોંગકોંગની પ્રથમ મહિલા હતી

હોંગકોંગની રહેવાસી 45 વર્ષીય ત્સાંગ યિન હંગે અત્યાર સુધીના સૌથી ઓછા સમયમાં માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ઈતિહાસ રચ્યો છે. તેણે બેઝકેમ્પથી એવરેસ્ટના શિખરનું અંતર માત્ર 25 કલાક 50 મિનિટમાં પૂરું કર્યું. ત્સાંગ શનિવારે બપોરે 1:20 વાગ્યે બેઝ કેમ્પથી રવાના થઈ અને બીજે દિવસે બપોરે 3:10 વાગ્યે તે શિખર પર પહોંચી ગઈ. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે ત્સાંગ પોતાનો રેકોર્ડ આપશે.

આ ઈતિહાસ રચીને ત્સાંગે ન્યૂઝ એજન્સી CNNને કહ્યું, મને મારી સિદ્ધિ પર ઘણી ખુશી થઈ રહી છે કારણકે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું રેકોર્ડ બ્રેક કરી શકીશ. મેં મારા મિત્રો અને વિદ્યાર્થીઓ સામે પોતાને સાબિત કરી.

‘મહેનતની સાથે તમારી સફળતામાં નસીબ પણ જવાબદાર છે’
બેઝ કેમ્પથી ટોચ સુધી પહોંચવાના સફરમાં ત્સાંગ માત્ર બે વખત જ કપડા બદલવા રોકાઈ હતી. તે પોતાની સફળતા પાછળનું ક્રેડિટ તેના નસીબને પણ આપે છે. તેણે કહ્યું, માઉન્ટ એવરેસ્ટ સર કરવા પાછળ મહત્ત્વનું ટીમ વર્ક કે તમારી એબિલિટી જ જવાબદાર નથી, આના માટે નસીબ પણ સરખું જવાબદાર છે.

ગયા વર્ષે ખરાબ વાતાવરણને લીધે પર્વતારોહણ ના થઈ શક્યું
ત્સાંગનો જન્મ ચીનમાં થયો હતો, 10 વર્ષની ઉંમરે તે પોતાના પરિવાર સાથે હોંગકોંગ આવી ગઈ. ત્સાંગે કહ્યું, હું નાની હતી ત્યારે હું અનેકવાર પર્વતો પર ટ્રેકિંગ અને રનિંગ કરતી હતી. માઉન્ટેન પર બાસ્કેટબોલ અને અન્ય સ્પોર્ટ્સ રમતી હતી. પર્વતારોહક બનવા માટેની ટ્રેનિંગ 11 વર્ષની ઉંમરથી શરુ કરી હતી. વર્ષ 2017માં માઉન્ટ એવરેસ્ટ સર કરનારી તે હોંગકોંગની પ્રથમ મહિલા હતી. ગયા વર્ષે પણ તેણે મે મહિનામાં પર્વતારોહણ શરુ કર્યું હતું પણ ખરાબ વાતાવરણને લીધે તેને અડધેથી જ પાછુ આવવું પડ્યું.

આની પહેલાંનો રેકોર્ડ નેપાળી મહિલાના નામે હતો
ત્સાંગે કહ્યું, હું રિલેક્સ અને ખુશ છું કારણકે ચાર વર્ષ પહેલાંનું લક્ષ્ય મેં પૂરું કર્યું. હું હંમેશાં મારા મિત્રો અને વિદ્યાર્થીઓને મોટા સપના અને મોટું લક્ષ્ય રાખવા કહું છું. તમે વિચારો છો તે તમે મેળવી શકો છો. સામાન્ય રીતે પર્વતારોહકને માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવામાં અનેક દિવસો લાગી જાય છે. વર્ષ 2017માં નેપાળી મહિલા ફૂંઝો ઝાંગ્મુંએ પર્વત 39 કલાક 6 મિનિટમાં સર કર્યો હતો.

ત્રણ રેકોર્ડ એક જ અઠવાડિયાંમાં

અહીં એક જ અઠવાડિયાંમાં ત્રણ રેકોર્ડ બન્યા છે. ત્સાંગ સિવાય અમેરિકાના શિકાગોના ઓર્થર મ્યુર(75) એવરેસ્ટ સર કરનારા સૌથી ઉંમરલાયક પર્વતારોહક બન્યા છે. ચીનનો દૃષ્ટિહીન ક્લાઈમ્બર ઝેંગ હોંગે દુનિયાની સૌથી હાઈએસ્ટ પીક સર કરી છે. માઉન્ટ એવરેસ્ટ સર કરીને તે એશિયાનો પ્રથમ દૃષ્ટિહીન પર્વતારોહક અને દુનિયાનો ત્રીજા નંબરનો પર્વતારોહક બન્યો છે.

આ વર્ષે ક્લાઈમ્બિંગની સીઝનમાં નેપાળે રેકોર્ડ બ્રેક 408 પર્વતારોહકને પરમિશન આપી છે. ગયા વર્ષે કોરોના મહામારીને લીધે કોઈને પરમિશન મળી નહોતી

અન્ય સમાચારો પણ છે...