તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Hong Kong Waterfall Bay Park Is Like Retirement Home Of Gods; Updates From Caretaker Wong Wing Pong

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાનનું રિટાયર્મેન્ટ હોમ:હોંગકોંગમાં 30 વર્ષથી 88 વર્ષીય વોન્ગ ‘ભગવાન’ની દેખભાળ કરે છે, ખંડિત મૂર્તિઓ ગ્લુથી ચોંટાડે છે

એક મહિનો પહેલા

88 વર્ષીય વોન્ગ પિંગ પોંન્ગ છેલ્લા 30 વર્ષોથી ભગવાનની દેખભાળ કરે છે. હોંગકોંગનો વોટરફોલ બે પાર્ક તેમનું ઠેકાણું છે. અહીં ભગવાન બુદ્ધ, હોંગકોંગના પૂજનીય તાઓ સહિત ઘણા ધર્મોના દેવતાઓની મૂર્તિઓ છે. પિંગ પોંન્ગ તેમની દેખરેખ કરે છે.

વોન્ગે કહ્યું, આ પાર્ક દેવી-દેવતાઓની નિવૃત્તિ જેવું છે. અહીં લોકો જૂની અને ખંડિત મૂર્તિઓ છોડીને જતા રહે છે. આ જગ્યાને સ્કાય ફુલ ઓફ ગોડ્સ એન્ડ બુદ્ધ નામ આપવામાં આવ્યું છે.

પાર્કમાં 3 હજારથી વધારે મૂર્તિઓ છે
વોન્ગે જણાવ્યું, અહીં 3 હજાર મૂર્તિઓ છે. અમુક મૂર્તિઓ 30 વર્ષ જૂની છે, પરંતુ પહાડોથી ઢંકાઈ ગઈ છે. અહીંના લોકો માને છે કે, મૂર્તિ ખંડિત કે તેનો રંગ જતો રહે તો તે દુર્ભાગ્યની નિશાની છે.

વોન્ગનું કહેવું છે કે, લોકો ઘરમાં દેવતાઓની મૂર્તિ લાવે છે, જેથી ઘરમાં સમૃદ્ધિ આવે. પરંતુ જ્યારે તમે તેને બહાર ફેંકો છો તો સમૃદ્ધિ પણ બહાર છોડી દો છો. તેનાથી સારું છે કે તમે મૂર્તિઓ અહીં લઈને આવો.

દેખભાળનું કારણ ભગવાન બુદ્ધના આશીર્વાદ
વોન્ગે કહ્યું, બહુ નાની ઉંમરથી ભગવાન બુદ્ધ મારી સાથે છે. તેમના આશીર્વાદથી જ હું આ બધાની દેખભાળ કરી રહ્યો છું.જો હું આ નહિ કરું તો કોણ કરશે? હું આ બધાની મૂર્તિઓ જ્યાં-ત્યાં પડેલી હોય તે જોઈ ના શકું.

વોન્ગ દિવસમાં બે વખત પાર્કમાં જાય છે
વોન્ગ પાર્કમાં દિવસમાં બે વખત જાય છે. પ્રથમવાર સવારે 8 વાગ્યે અને બીજીવાર બપોર પછી. વોન્ગ સૌપ્રથમ મૂર્તિઓ સાફ કરે છે. તેની આજુબાજુનું ઘાસ સાફ કરે છે. જે મૂર્તિ તૂટેલી છે તેને ગ્લુથી ચોંટાડે છે.

આ બહુ પવિત્ર સ્થાન છે
વોન્ગે કહ્યું, આ બહુ પવિત્ર સ્થાન છે. ફેંગશૂઈના એક્સપર્ટ કહે છે, આ ભાગ સમુદ્ર અને પહાડ તરફ છે.તે ઘણું શુભ માનવામાં આવે છે. કદાચ ભગવાન પણ વિચારતા હશે કે આવી જગ્યાએ સમય પસાર કરે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો