મધમાખીની મહેનત:શહેરની સરખામણીએ ગામડાંની મધમાખીઓ વધારે મહેનતુ, તે ભોજન માટે 50% વધારે સફર કરે છે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામડાંમાં ખેતરોમાં મધમાખીઓ પોતાના ભોજનની શોધમાં વધારે મહેનત કરવી પડે છે
  • શહેરોના બાગ-બગીચામાં મધમાખીના હોટસ્પોટ હોવાથી તેમણે વધારે મહેનત નથી કરવી પડતી

મધમાખી વેગલ ડાન્સ કરી એકબીજા સાથે વાતો કરે છે તે વાતથી તમે પરિચિત હશો પરંતુ શું તમે જાણો છો કે ગામડાંની મધમાખી શહેરની મધુમાખી કરતાં વધારે મહેનતુ હોય છે. તે ભોજનની શોધમાં 50% સુધી વધારે સફર કરે છે.

અમેરિકાની વર્જિનિયા અને રોયલ હોલોવે યુનિવર્સિટીના સંશોધકોએ લંડનમાં મધમાખીના 20 મધપૂડા પર રિસર્ચ કર્યું. મધપૂડાની આસપાસ મધમાખીઓએ 2800 વખત કરેલા વેગલ ડાન્સનું એનાલિસિસ કરવામાં આવ્યું. રિસર્ચમાં સામે આવ્યું કે શહેરી મધમાખી ભોજનની શોધમાં સરેરાશ 492 મીટર સુધી સફર કરે છે જ્યારે ગામડાંની મધમાખીઓ 743 મીટર સુધી ભોજનની શોધમાં દોટ મૂકે છે. જોકે નવાઈની વાત એ છે કે ગામડાં અને શહેરની મધમાખીઓએ ભલે અંતર અલગ અલગ કાપ્યું હોય પરંતુ તેમણે ભેગા કરેલા મધની માત્રામાં કોઈ ખાસ ફરક આવ્યો નહોતો. શહેરના બગીચાઓ મધમાખીઓને વધારે શુગર માટે મદદ કરે છે.

ગામડાંની મહેનતુ મધમાખીઓ
સંશોધક એલી લીડબીટર જણાવે છે કે, રિસર્ચ પ્રમાણે શહેરોના બગીચા મધમાખીના હોટસ્પોટ હોય છે, કારણ કે આ બગીચામાં ફૂલોના અનેકો જાતિ હોય છે. જ્યારે ગામડાંમાં ખેતરોમાં મધમાખીઓ પોતાના ભોજનની શોધમાં વધારે મહેનત કરવી પડે છે. તેથી ગામડાંની મધમાખીઓએ વધારે મહેનત કરવી પડે છે.

વેગલ ડાન્સથી લોકેશન ટ્રેકિંગ
મધમાખી દરરોજ ભોજનની શોધમાં બહાર નીકળે છે. જ્યારે તે ફરી મધપૂડા પાસે પહોંચે છે ત્યારે તે અન્ય મધમાખીઓને ભોજનનું લોકેશન જણાવે છે. આ માહિતી જણાવવા માટે તે વેગલ ડાન્સ કરે છે. બીજી મધમાખી આ વેગલ ડાન્સ એકદમ ધ્યાનથી જુએ છે અને ભોજનનું લોકેશન સમજી શકે છે.

અન્ય સમાચારો પણ છે...