કોલકાતાના એક સમલૈંગિક દંપતીએ બંગાળી રિવાજથી લગ્ન કર્યા. તેમના લગ્નના સમારોહમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અભિષેક રે અને ચૈતન્ય શર્માએ એક નજીકના સમારોહમાં 'આઈ ડુ' કહ્યું અને તેમના લગ્નની ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
ચૈતન્યએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્નની ઘણી ફોટોસ પણ શેર કરી હતી. સોશિયલ મીડિયા પર લોકો આ કપલને ઢગલાબંધ વધામણીઓના મેસેજ મોકલી રહ્યા છે. આ બંનેની લગ્નના બંધનમાં જોડાયાની ખુશી ફોટોસમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ભારતનાં પહેલા સમલૈંગિક લગ્ન વર્ષ 2017માં થયા હતા. IITના ઋષિએ વિયેતનામના વિન્હ સાથે લગ્ન કરીને ઈતિહાસ રચ્યો હતો. આ લગ્ન 30 ડિસેમ્બર, 2017ના રોજ થયાં હતાં.
LGBTQ કોમ્યુનિટી માટે કામ કરે છે આ જુગલ જોડી
લગ્નમાં અભિષેકે પારંપરિક બંગાળી રીત-રિવાજ મુજબ ધોતી અને કુર્તા પહેર્યા હતાં, જ્યારે ચૈતન્યએ શેરવાની પહેરી હતી. ચૈતન્યએ લગ્નની અમુક ફોટોસ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કરી છે. ફેશન ડિઝાઇનર અભિષેક રેએ પોતાના પાર્ટનર ચૈતન્ય શર્મા સાથે એક સમારોહમાં લગ્ન કર્યા હતાં. આ જુગલ જોડી કોલકાતામાં LGBTQ+ કોમ્યુનિટી માટે કામ કરે છે.
ગયા વર્ષે પણ એક ગે યુગલના લગ્ન ચર્ચાનો વિષય બન્યા હતા
ગયા વર્ષે ડિસેમ્બરમાં હૈદરાબાદમાં એક ગે યુગલ લગ્નના બંધનમાં બંધાયું હતું. સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગે એકબીજાને રિંગ્સ પહેરાવીને સગાઈ કરી હતી અને હૈદરાબાદની બહારના વિસ્તારમાં આવેલાં એક રિસોર્ટમાં લગ્નના બંધને બંધાયા હતા. આ લગ્નનું સંપૂર્ણ સંચાલન હૈદરાબાદની ટ્રાન્સવેસ્ટાઈટ વ્યક્તિ સોફિયા ડેવિડે કર્યું હતું.
આ પહેલાં પણ અનેક યુગલનાં લગ્ન ચર્ચાનો વિષય બની ચૂક્યા છે
તમારે ખુશ રહેવા માટે કોઈની જરૂર નથી.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં થયેલાં એક લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા. આ લગ્નમાં યુગલ હતું પણ યુવક અને યુવતીનું નહિ, પરંતુ બંને વરરાજા જ હતા. દિલ્હીના અભય ડાંગે અને પશ્ચિમ બંગાળના સુપ્રિયો ચક્રવર્તી 8 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને હવે તેઓએ સમલૈંગિક લગ્ન કર્યા છે.
31 વર્ષીય સુપ્રિયો ચક્રવર્તી અને 34 વર્ષીય અભય ડાંગેની મુલાકાત 8 વર્ષ પહેલાં સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ પ્લેનેટોરોમિયો પર થઈ હતી. બંનેએ ઓક્ટોબરમાં પોતાના લગ્નની જાહેરાત કરી હતી. દિલ્હીના અભય ડાંગે સોફ્ટવેર ડેવલપમેન્ટ મેનેજર છે અને તે હૈદરાબાદની એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે.
સગાઈનો કાર્યક્રમ હૈદરાબાદમાં યોજાયો હતો. આ લગ્નમાં તેમના પરિવાર અને મિત્રો બંને હાજર રહ્યા હતા. લગ્નમાં આવેલાં કેટલાક લોકોનું કહેવું છે કે, લોકોની વિચારસરણી ધીરે-ધીરે બદલાઈ રહી છે. લોકો હવે આવા સંબંધને સ્વીકારતાં થયાં છે. આ મહોત્સવમાં બંગાળી અને પંજાબી પરંપરાઓની સાથે હલ્દી, મહેંદી અને સંગીત પણ જોવા મળ્યું હતું.
ત્યારબાદ અભયે સુપ્રિયો માટે 'આયે હો મેરી જિંદગી મેં તુમ બહાર બન કે' ગીત ગાયું હતું. આ લગ્ન LGBTQ કોમ્યુનિટી સાથે જોડાયેલા સોફિયા ડેવિડે કરાવ્યા હતા. આ લગ્ન પંજાબી અને બંગાળી રીત-રિવાજો મુજબ કરવામાં આવ્યા હતા. આ લગ્ન તેલંગણાના પહેલાં સમલૈંગિક લગ્ન માનવામાં આવી રહ્યા છે.
લગ્ન બાદ સુપ્રિયો ચક્રવર્તીએ કહ્યું કે, ‘અમે ખૂબ જ ખુશ છીએ અને અમે લોકોને એક વિશેષ સંદેશ પણ આપવા માગીએ છીએ, કે ખુશ રહેવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી.
કેરળમાં પણ બે લગ્ન થઈ ચૂક્યાં છે
જુલાઈ 2018માં કોચી સ્થિત IT પ્રોફેશનલ્સ નિકેશ ઉષા પુષ્કરન અને સોનુ એમએસે ગુરુવાયુર મંદિરમાં એકબીજાને વીંટીઓ પહેરાવી લગ્ન કર્યા હતાં. ડિસેમ્બર 2019માં નિવેધ એન્ટની ચુલ્લીકલ અને અબ્દુલ રહીમ કેરળનું બીજું ગે મેરિડ કપલ બન્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.