• Gujarati News
  • Lifestyle
  • His Beauty Of South Considers Bollywood Actress Priyanka Chopra As Her Ideal, Likes To Live A Normal Life

મિસ વર્લ્ડ 2021:બાળપણમાં શરમાળ છોકરી હતી, મિસ ઈન્ડિયા 2020 બન્યા પછી પણ નોર્મલ લાઈફ જીવી રહી છે, હૈદરાબાદની એન્જિનિયર પાસે બીજા એક તાજની આશા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિસ વર્લ્ડ 2000 રહી ચૂકેલી પ્રિયંકા ચોપરા માનસાની ઇન્સ્પિરેશન છે
  • મિસ ઈન્ડિયાના સપનાંને મિશનની જેમ જોઈને સાકાર કર્યું

17 ડિસેમ્બરના રોજ ‘મિસ વર્લ્ડ 2021’ની જાહેરાત થશે. આ બ્યુટી પેજન્ટમાં 23 વર્ષીય માનસા વારાણસી ભારતને રિપ્રેઝન્ટ કરશે. 11 ફેબ્રુઆરી, 2021ના રોજ મિસ ઇન્ડિયા 2020ની જાહેરાત થઈ. તેલંગાણાની 23 વર્ષીય માનસા વારાણસીએ મિસ ઇન્ડિયા 2020નો તાજ પહેર્યો હતો. તેલંગાણાની માનસા ફાઇનાન્શિયલ એક્સચેન્જ ઇન્ફોર્મેશન એનાલિસ્ટ છે. મિસ વર્લ્ડ 2000 રહી ચૂકેલી પ્રિયંકા ચોપરા તેની ઇન્સ્પિરેશન છે. જાણો, તેલંગાણાની ગલીઓથી મિસ ઇન્ડિયા વર્લ્ડ 2020 સુધીની સફર....

ધોરણ 10 સુધી મલેશિયા ભણી
માનસાનો જન્મ હૈદરાબાદમાં થયો. બાળપણથી જ તે શરમાળ હતું. તેના પિતા કામ માટે મલેશિયા શિફ્ટ થઈ ગયા. માનસાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ મલેશિયાની ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલમાંથી કર્યો. તે સ્કૂલમાં ઘણી બધી એક્ટિવિટીમાં ભાગ લેતી હતી. એ પછી ભારત પરત આવીને અભ્યાસ ચાલુ રાખ્યો. ગ્રેજ્યુએશન પછી એક કંપનીમાં કામ કરવા લાગી.

4 વર્ષ સુધી ક્લાસિકલ સંગીત શીખી
​​​​​​​માનસાની સુંદરતા હંમેશાં ‘ટૉક ઓફ ધ ટાઉન’ હોય છે. તેને મ્યુઝિકમાં ઘણો ઇન્ટરેસ્ટ છે. તેણે 8 વર્ષ સુધી ભરતનાટ્યમ શીખ્યું અને આ ઉપરાંત 4 વર્ષ સુધી ક્લાસિકલ સંગીત શીખ્યું. તેને ડાન્સિંગમાં રસ છે. તે સ્પોટ્સપર્સન નથી, પણ તેને સ્વિમિંગ ઉપરાંત ટેનિસ અને બેડમિન્ટન પસંદ છે.

‘પ્રિયંકા ચોપરા મારી ઇન્સ્પિરેશન’​​​​​​​
માનસા પ્રિયંકા ચોપરાને પોતાની પ્રેરણા માને છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તમામ બ્યુટી ક્વીનમાં પ્રિયંકા ચોપરા મારી ઇન્સ્પિરેશન છે. તે એક્સપ્લોરર છે. એક્ટિંગ ઉપરાંત તેણે મ્યુઝિક, મૂવીઝ, સોશિયલ વર્ક, ઑન્ટ્રપ્રેન્યોરશિપ અને અન્ય ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે.

સપનાંને મિશનની જેમ જોયું
​​​​​​​માનસાએ કહ્યું, ગયા વર્ષે મેં મિસ ઇન્ડિયા બનવાનું સપનું જોયું અને એ પછી હું એક મિશનની જેમ તેની પાછળ પડી ગઈ. હું પોતાને વિમેન ઓન મિશન માનું છું. મિસ ઇન્ડિયાની સફરમાં ઘણાબધા અનુભવ થયા. દેશના બાકી લોકોને મળી હું ઘણી ખુશ છું. એપ્લિકેશન સબમિટ કર્યા પછી મારો આત્મવિશ્વાસ વધ્યો. હું હંમેશાં મારું બેસ્ટ આપવામાં માનું છું.

મિસ ઈન્ડિયા નોર્મલ લાઈફ જીવવાનું પસંદ કરે છે
માનસા વારાણસી ભલે ‘મિસ ઈન્ડિયા’નો તાજ જીતી ગઈ પણ તે પોતાની લાઈફ એકદમ નોર્મલી જીવવા ઈચ્છે છે. તેને બુક્સ વાંચવાનો ઘણો શોખ છે. માનસા તેની માતા, નાની અને નાની બહેનને પોતાની પ્રેરણા માને છે.