• Gujarati News
  • Lifestyle
  • Hindi Smart Teacher, Who Has Taught Jacqueline And Lisa Ray Hindi, Is Her Student, Foreign Singer, Writer, Actor And Ambassador

પ્રેરણા:એન્જિનિયરિંગ કરી નોકરી ન મળી તો માતૃભાષા 'હિન્દી'ને કરિયર બનાવ્યું, આજે જેકલીન ફર્નાન્ડિઝ સહિતના સેલેબ્સ સાથે ફોરેન ડેલિગેશનને હિન્દી શીખવાડે છે

દીપ્તિ મિશ્રા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોતાની માતૃભાષાને જ કરિયર બનાવી સફળતા મેળવનારા ખૂબ ઓછા લોકો હોય છે. તેમાની એક છે દિલ્હીની પલ્લવી સિંઘ. પલ્લવી સિંઘ હંમેશાં એવું કરિયર પસંદ કરવા માગતી હતી જેમાં પૈસા હોય, માન સમ્માન હોય અને સમયની કોઈ લિમિટ ન હોય સાથે જ દુનિયાભરના લોકો સાથે સંપર્ક થાય. પલ્લવીને આ બધી વસ્તુ હિન્દી ભાષાની શિક્ષિકા બનીને મળ્યું. એન્જિનિયરની સ્ટુડન્ટ પલ્લવીએ જેકલીન ફર્નાન્ડિઝ, લિઝા રે, લુસિંડા નિકોલસ અને બ્રિટિશ લેખક વિલિયમ ડાલરિમ્પલને હિન્દી શીખવાડી ચૂકી છે.

એન્જિનિયરની ડિગ્રી પેરેન્ટ્સ માટે મેળવી
પલ્લવી જણાવે છે કે તેને એન્જિનિયરિંગ ફીલ્ડ પસંદ નહોતુ પરંતુ માતા પિતાના કહેવા પ્રમાણે તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ECમાં B.Tech કર્યું. તે દરમયિાન વિદેશી સ્ટુડન્ટ તેના મિત્ર બની ગયા. પલ્લવી પોતે ફ્રેન્ચ શીખતી હતી અને બીજાને હિન્દી શીખવાડતી હતી. કોલેજના ફાઈનલ યર સુધીમાં પલ્લવીએ પોતાની અલગ ઓળખ બનાવી લીધી હતી. તે સમયે તે હિન્દીના ટ્યુશન પણ કરતી હતી.

માતૃભાષાએ સહારો આપ્યો
કોલેજ પૂરી કર્યા બાદ જોબ ન મળી તો પરિવાર સાથે સમાજના મેણા ટોણા સાંભળી પલ્લવીએ 2012માં સાયકોલોજીમાં MA કર્યું. તેમાં પણ સારી નોકરી ન મળતા તેણે માતૃભાષાને જ કરિયર બનાવવાનો વિચાર આવ્યો.

2014થી કરિયરની ગાડીએ સ્પીડ પકડી

2014માં ભારતમાં અમેરિકાના દૂતાવાસનું ડેલિગેશન આવ્યું હતું. ડેલિગેશને કેટલાક લોકોને હિન્દી શીખવાડવા માટે પલ્લવીનો સંપર્ક કર્યો. આ સાંભળી પલ્લવીના ગર્વનો કોઈ પાર ન રહ્યો. ત્યારબાદ જેકલીન ફર્નાન્ડિઝના PAનો કોલ આવ્યો કે, મેડમ તમારી પાસે હિન્દી શીખવા માગે છે. બસ અહીંથી જ કરિયરની ગાડીએ સ્પીડ પકડી આજે પલ્લવી વિદેશી લેખક, ગાયક, અભિનેતા, રાજદૂત અને યંગસ્ટર્સને હિન્દી શીખવાડે છે.

क, ख, ग... શીખવાડી નવી ઓળખ બનાવી
પલ્લવી દિલ્હીના દૂતાવાસમાં આવનારા ડેલિગેશન અને અધિકારીઓને હિન્દી શીખવાડે છે. અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોની યુનિવર્સિટીમાં જઈને તેણે હિન્દીના લેક્ચર આપ્યા છે.

હિન્દી ભાષાને કારણે 10 દેશની મુલાકાત કરવાની તક

પલ્લવી જણાવે છે કે ભારતમાં જો કોઈ હિન્દી બોલે તો તેને પછાત ગણી લેવામાં આવે છે. આ જ હિન્દીને કારણે મને આગવી ઓળખ મળી છે. અમેરિકા, જાપાન અને રશિયા સહિત કુલ 10 દેશોનો પ્રવાસ પલ્લવી કરી ચૂકી છે.

પહેલાં જે લોકો ટોણા મારતા હવે તે વખાણ કરે છે
એન્જિનિયરિંગ અને MA કર્યા બાદ પણ નોકરી ન મળતાં ઘણા લોકો પલ્લવીને ટોણા મારતા હતા. પલ્લવીએ પોતાની ઓળખ વિદેશ સુધી પહોંચતી કરતા આ જ લોકો હવે તેના વખાણ કરતા થાકતા નથી. હવે લોકોના મનમાં રહેલો હિન્દી ભાષા પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ બદલાયો છે.

સમ્માન સાથે અવોર્ડ પણ મળ્યા
પલ્લવીને દેશ સાથે વિદેશમાં પણ પ્રેમ મળ્યો. ઘણી સંસ્થા તરફથી તેને સમ્માનિત કરવામાં આવી. તાજેતરમાં જ તેને દિલ્હી NCRની 5 મહિલાને આપનારો નેશન્સ ચોઈસ અવોર્ડ પણ મળ્યો છે.

સ્ટુડન્ટના વખાણ સાંભળી સંતોષ મળે છે
પલ્લવી જણાવે છે કે, 'સ્ટુડન્ટ મને હિન્દીની સૌથી બેસ્ટ ટીચર માને ત્યારે જોબમાં કોઈ મોટા પેકેજ કરતાં પણ વધારે સંતોષ થાય છે. હું પોતાના કામથી ખુશ છું. જોકે થોડુ દુ:ખ મને એ વાતનુ છે કે બાળકને હિન્દી શીખવાડવા માટે હજુ સુધી કોઈ પેરેન્ટ્સ મારી પાસે આવ્યા નથી.