તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતને હાથતાળી:પર્વત ચઢતી વખતે પગ લપસતાં 27 વર્ષીય હાઈકર 230 ફૂટ નીચે ખીણમાં પડ્યો, ચમત્કારિક બચાવ થતા જીવતો બહાર આવ્યો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સમયે માટે જૅકને લાગ્યું કે આ તેનો છેલ્લો દિવસ છે
  • જૅક પડ્યો તે જગ્યા પર મહિના પહેલાં જ એક યુવકે જીવ ગુમાવ્યો હતો

ઇંગ્લેન્ડમાં એડવેન્ચર ટ્રિપ પર ગયેલા 27 વર્ષીય હાઈકર જૅક રોબિન્સનનો જીવ માંડ-માંડ બચ્યો છે. જૅક તેના મિત્ર સાથે હાઈકિંગ કરવા ગયો હતો અને આ દરમિયાન તેનો પગ લપસી જતા 230 ફૂટ નીચે ખીણમાં પડ્યો. જો કે, મિત્રના ફોન પછી રેસ્ક્યુ ટીમે સમયસર પહોંચીને જૅકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

ઘણા ક્લાઈમ્બર આ પર્વત પરથી પાછા આવ્યા નથી
જૅક તેના મિત્ર સાથે 20 ઓગસ્ટના રોજ ‘નાઈફઝ એજ’ માઉન્ટેન પર હાઈકિંગ કરવા ગયો હતો. આ જગ્યા ઇંગ્લેન્ડની સૌથી ખતરનાક જગ્યા છે. અહીં ટોચ પર પહોંચવું ઘણું અઘરું છે અને ઘણા ક્લાઈમ્બરે પણ ચઢાણ દરમિયાન જીવ ગુમાવ્યો છે.

મહિના પહેલાં આ જ જગ્યાએ એકે જીવ ગુમાવ્યો હતો
જૅકે હાઈકિંગ શરૂ કર્યું ત્યારે આજુબાજુ ધુમ્મ્સ હતું. તેઓ ટોચ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે જૅક લપસીને ઊંડી ખાણમાં પડ્યો. મહિના પહેલાં આ જ જગ્યાએ એક યુવકે જીવ ગુમાવ્યો હતો.

હાથમાં અને પગમાં ઇજા થઇ
જૅકે કહ્યું, ટોચ પરથી પડ્યા પછી મેં જીવવાની આશા છોડી દીધી હતી. 30 સેકન્ડ પછી હું ખીણમાં પડ્યો. હું નસીબદાર છું કે મૃત્યુના મુખમાંથી સહી સલામત પાછો આવ્યો. જૅકને માથામાં અને પગમાં થોડી ઈજા થઇ છે. હાલ તેની સારવાર ચાલુ છે.

ટ્રેકિંગ પર જતા લોકોને સલાહ આપી
જૅકના દાદાએ વર્ષ 1950માં ઇંગ્લેન્ડના આ ખતરનાક ટ્રેક ફિનિશ કર્યો હતો. આથી જૅકે પણ તેના દાદાના પગલે ચાલવાનું નક્કી કર્યું. જૅકે કહ્યું, મારો તો નસીબજોગે જીવ બચી ગયો પણ બાકીના લોકોને હું સલાહ આપવા માગું છું કે, ટ્રેકિંગમાં જતા પહેલાં યોગ્ય રિસર્ચ કરો અને કોઈ જોખમી રસ્તા પર જવાનું ટાળો.

અન્ય સમાચારો પણ છે...