કમરની આસપાસ લટકતી તમારી ચરબી ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર નોતરી શકે છે. HIIT (હાઈ ઈન્ટેસિન્ટી ઈન્ટર્વલ ટ્રેનિંગ) વર્કઆઉટ કરી આ ચરબી 29% સુધી ઘટાડી શકાય છે. આ દાવો 'ધ બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસીન'એ કર્યો છે. કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન ગિબાલા જણાવે છે કે, 8થી 10 વખત 20 મીટરનું રનિંગ કરવામાં આવે તો આ ચરબી ઘટાડી શકાય છે. આ વર્કઆઉટના કેટલાક નિયમો છે તેનું પાલન થાય તો જ તેના ફાયદા થાય છે.
3 સ્ટેપ ફોલો કરી પર્ફેક્ટ ટ્રેનિંગ કરો
15 મિનિટનું વૉર્મઅપ જરૂર કરો
HIIT શરૂ કરતાં પહેલાં આશરે 10થી 15 મિનિટનું વૉર્મઅપ કરવું જરૂરી છે. તેના માટે જોગિંગ કરી શકાય છે. અથવા ફિલ્ડમાં ધીમી ગતિએ રાઉન્ડ પૂરા કરી શકાય છે. તેથી ક્રેમ્પ આવવાની સંભાવના ઓછી થાય છે. હળવો પરસેવો પણ થાય છે.
રનિંગની સાચી રીત
આ રનમાં પહેલાં જમીન પર તમારા પંજા સ્પર્શે તે જરૂરી છે. રનિંગ દરમિયાન તમારા હાથ ઝડપથી આગળ પાછળ થવા જોઈએ. શરૂઆતમાં 4થી 5 જ રાઉન્ડ પૂરા કરો. એક રનિંગ સાયકલ પૂરી કર્યા બાદ વચ્ચે બ્રેક લો. તેથી નેક્સ્ટ રન ઝડપથી પૂરો કરી શકાય.
મેક્સિમમ હાર્ટની 80% ક્ષમતા સાથે દોડો
દોડતાં સમયે તમારો હાર્ટ રેટ મેક્સિમમ રેન્જના 80% જ હોવો જોઈએ. તમારો મેક્સિમમ હાર્ટ રેટ જાણવા માટે 220માંથી તમારી વર્તમાન ઉંમર બાદ કરો. જો તમે 40 વર્ષના છો તો 220-40= 180. 180ના 80% અર્થાત 144 કરતાં તમારો હાર્ટ રેટ વધુ ન હોવો જોઈએ.
રન-વૉક-રન
આ વર્કઆઉટમાં 'રન-વૉક-રન'નો કોન્સેપ્ટ અપનાવો. આ કોન્સેપ્ટની શરૂઆત એથ્લેટિક્સના વેલનોન કોચ અને ઓલિમ્પિયન જેફ ગેલોવે આપી હતી. આ ટેક્નિકમાં થોડુંક અંતર ઝડપથી કપાય છે ત્યારબાદ થોડાં અંતરમાં સામાન્ય વૉક કરાય છે અને ફરી ઝડપથી દોડવામાં આવે છે. શરીરને દોડ માટે રેડી કરવા આ ટેક્નિક ખુબ કારગર સાબિત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.