બ્રિટનમાં યુવાઓ હજુ પણ સ્વાસ્થ્યથી વધુ સ્વાદને પ્રાધાન્ય આપે છે. ફૂડ પ્રોડક્ટ્સ પર કેલેરી વિશે જાણકારી આપતા લેબલ પણ લોકોની ફૂડ હેબિટ્સ બદલવામાં નિષ્ફળ રહ્યા છે. લંડનના 10 કાર્યસ્થળોએ એક પ્રયોગ કરાયો હતો. અહીંની કેન્ટિનમાં ખાણીપીણીની વસ્તુઓ પર કેલેરી કંટેન્ટનું લેબલ લગાડાયું.
જેમ કે એક બર્ગરથી મળતી કેલેરીને બર્ન કરવા માટે 20 મિનિટ વોકિંગ કરવું પડશે. કોલ્ડ ડ્રિંક્સ પર લખાયું છે કે તેનાથી મળનારી કેલેરીને બર્ન કરવા માટે 30 મિનિટ સુધી ચાલવું પડશે. આ પ્રયોગથી સંશોધકો જાણવા માંગતા હતા કે શું ખાદ્યપદાર્થોમાં વધુ કેલેરીનો અહેસાસ થવા પર યુવા કર્મચારીઓ પોતાની ફૂડ હેબિટ્સ બદલશે કે નહીં. પરંતુ, પરિણામો અનુસાર વધુ કેલેરીની ચેતવણી છતાં લોકોએ પોતાની પસંદના ખાદ્યપદાર્થોનો સ્વાદ માણ્યો હતો. સંશોધકોની આશાથી વિપરિત લોકોએ ઓછી કેલેરી ધરાવતી ફૂડ પ્રોડ્ક્ટસ ખાવાનું ટાળ્યું હતું.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના બિહેવિરયર એન્ડ હેલ્થ રિસર્ચ યુનિટના સંશોધકો અનુસાર બ્રિટનમાં 30 વર્ષ સુધીના 60 ટકા યુવાઓ મેદસ્વીતાની સમસ્યા સામે ઝઝુમી રહ્યાં છે. આ પ્રયોગ એ માટે કરવામાં આવ્યો હતો કે ખાવાની આદતો આના માટે કેટલી જવાબદાર છે. ત્રણ મહિના સુધી સ્ટડીમાં 10 કેન્ટિનમાંથી યુવાઓએ અઢી લાખથી વધુ ફૂડ પ્રોડક્ટ્સની ખરીદી કરી હતી. આઠ કેન્ટિનમાંથી યુવાવર્ગે વધુ કેલેરી ધરાવતી ફૂડ પ્રોડક્ટ્સ ખરીદી હતી.
વધુ કેલેરી ધરાવતા ખાદ્યપદાર્થોથી ખતરો
વધુ કેલેરી ધરાવતા ખાદ્યપદાર્થોનું સેવન મેદસ્વીતાનું મોટું કારણ છે જે બાદમાં કેન્સર અને ડાયાબિટિસનો ખતરો પણ ઉભો કરે છે. બ્રિટનમાં કેલેરી કંટેન્ટ અને તેને બર્ન કરવા માટે વોકિંગ અને કસરતના લેબલ્સ પ્રોડક્ટ પર લગાડવા જરૂરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.