• Gujarati News
  • Lifestyle
  • Hetal And Lekhni Desai Took The Help Of Dance To Deliver Handloom Sarees From Door To Door. The Brand Has A Revenue Of Rs 10 Crore Starting From Rs 50,000.

નેશનલ હેન્ડલૂમ ડે પર મા-દીકરીની સક્સેસ સ્ટોરી:હેતલ અને લેખની દેસાઈએ હેન્ડલૂમ સાડીને ઘર-ઘર સુધી પહોંચાડવા ડાન્સની મદદ લીધી, 50 હજાર રૂપિયાથી શરુ કરેલી બ્રાંડનું રેવન્યૂ 10 કરોડ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2016માં લેખની દેસાઈએ બિઝનેસની ડિગ્રી લીધા બ્રાંડ શરુ કરવાનું વિચાર્યું
  • 2016થી 2018 દરમિયાન આ બ્રાંડની ટર્નઓવર 24 લાખ હતું

હેતલ અને તેની દીકરી લેખની દેસાઈને હેન્ડલૂમ સાડી પહેરીને ડાન્સ કરવાનો ઘણો શોખ છે. સાડીઓની શોખીન મા-દીકરીની જોડીએ પોતાની બ્રાંડ ‘ધ ઇન્ડિયન એથનિક’ની સ્થાપના કરી. વર્ષ 2016માં લેખની દેસાઈએ બિઝનેસની ડિગ્રી લીધા પછી થોડો સમય તેની માતા સાથે મળીને ડિઝાઈનિંગનું કામ શરુ કર્યું. આ માટે તેમણે કુશળ કારીગરોનો સંપર્ક કરીને 50 હજાર રૂપિયામાં અજરખ ફેબ્રિક ખરીદ્યું અને તેમાંથી અમુક કપડાં શીવડાવ્યા. આ બંને વિચારતા હતા કે, જો આ ડ્રેસ નહીં વચાય તો હેતલ, લેખની અને તેની નાની બહેન આ કપડાને પહેરી લેશે.

સોશિયલ મીડિયા પર માર્કેટિંગ શરુ કર્યું
લેખનીએ કપડા વેચવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી. વર્ષ 2016થી 2018 દરમિયાન આ બ્રાંડની ટર્નઓવર 24 લાખ હતું. જે પછીથી 1 કરોડ થઈ ગયું. લેખનીએ કહ્યું, મારી માતાને કપડા ડિઝાઈન કરતા તો આવડતું હતું પરંતુ તેમને ડિજિટલ પ્લેટફોર્મ પર કેવી રીતે વેચવા તે ખબર નહોતી. મેં બે ડ્રેસ આ પ્લેટફોર્મ પર અપલોડ કર્યા અને તે એક જ દિવસમાં વેચાઈ ગયા. ત્યારે લેખનીને ખબર કે થોડા પ્રયત્નોથી બિઝનેસ સફળ બનાવી શકાય છે.

આજે આ બ્રાંડનું રેવન્યુ 10 કરોડ છે
લેખનીએ તેના પિતાની સલાહ પર મા અને અન્ય મિત્રો સાથે સાડીમાં ડાન્સ કરીને ફોટોશૂટ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા. તેમનો પ્રથમ ડાન્સ વીડિયો લોકોને ખૂબ ગમ્યો. પ્રથમવારમાં જ 1 મિલિયન વ્યૂઝ આવ્યા અને ફોટોશૂટને લીધે બધી સાડીઓ વેચાઈ ગઈ. આજે આ બ્રાંડનું રેવન્યુ 10 કરોડ છે. મા-દીકરી તેમની સફળતાનો શ્રેય ડાન્સ અને સોશિયલ મીડિયા માર્કેટિંગને આપે છે.

અન્ય સમાચારો પણ છે...