તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Here's How This University Student Managed To Not Pay For Food For 2 Years & Save Thousands

મની સેવિંગ હીરો:અભ્યાસ દરમિયાન 2 વર્ષમાં યુવકે એકપણ વખત ભોજન પાછળ પૈસા ના બગાડ્યા, આ રીતે પૂરતો હતો પેટનો ખાડો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 વર્ષીય જોર્ડન રેસ્ટોરાં કે કેફેમાં વધેલું ભોજન ખાઈને ભૂખ સંતોષતો હતો
  • આ આઈડિયાથી તેણે 2 વર્ષમાં 3 લાખ રૂપિયાની બચત કરી

અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટે ઘણા વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે અને સ્કોલરશિપમાંથી જ બધો ખર્ચ નીકળી જાય તેવો પ્લાનિંગ કરતા હોય છે. જે લોકોને ઘરેથી પોકેટ મની મળતી નથી તેઓ પોતાનો ખર્ચ જાતે જ ઉપાડે છે. ઇંગ્લેન્ડમાં રહેતો 25 વર્ષીય જોર્ડન વિડલને તેના મિત્રો ‘મની સેવિંગ હીરો’ કહે છે. આ વિદ્યાર્થીએ તેના અભ્યાસ દરમિયાન એક પણ વખત ભોજન માટે રૂપિયો ખર્ચ્યો નથી.

રૂમનું રેન્ટ ભરવાના ફાંફા પડતા હતા
જોર્ડનની ટ્રિક સાંભળીને ભલભલાને નવાઈ લાગે છે. તેણે યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સમાં 2 વર્ષના અભ્યાસ દરમિયાન લાખો રૂપિયાનું સેવિંગ કર્યું છે. અભ્યાસના શરૂઆતના દિવસો દરમિયાન જોર્ડનને ખબર પડી કે, તેની સ્ટુડન્ટ લોન અને પાર્ટ ટાઈમ જોબથી ઘરનું રેન્ટ નહીં ભરી શકાય. વધારે રૂપિયાનું સેવિંગ કરવું પડશે. એ પછી તેણે પોતાના હટકે આઈડિયાથી પેટનો ખાડો પૂરો કરવાનું શરૂ કર્યું.

ફ્રી ભોજન મળતું ત્યાં મેમ્બરશિપ લેતો હતો
જોર્ડને બે વર્ષમાં ફૂડ માટે ક્યારેય ચોરી નથી પણ તે એવી જગ્યાએ જઈને જમતો જ્યાં કોઈ સ્કીમમાં ભોજન ફ્રી મળતું હોય. કસીનોમાં મેમ્બરશિપ લેનારા લોકોને ચાઈનીઝ લંચની સાથે સોફ્ટ ડ્રિંક્સ ફ્રી મળતું હતું. અહીં તે અનલિમિટેડ ડિશ જમી શકતો હોવાથી તેણે આ કસીનોમાં મેમ્બરશિપ લીધી.

રાતે રેસ્ટોરાંમાં વધેલું ભોજન જોર્ડનનું ડિનર હતું
જોર્ડને કહ્યું, હું ત્રણથી ચાર પ્લેટ નૂડલ્સ, સ્પ્રિંગ રોલ્સ, ફ્રાઈડ રાઈસ ખાતો. આ બધું જમ્યા પછી મારે આખો દિવસ ખાવાની જરૂર ના પડતી અને મારું પેટ પણ ભરેલું રહેતું. મંગળવાર અને બાકીના દિવસોમાં તે ફૂડની શોપ્સમાં વધેલું ભોજન કરીને પોતાનું પેટ ભરતો. શનિવાર અને રવિવારે તે રેસ્ટોરાંના માલિક સાથે વાત કરતો. આ રેસ્ટોરાં રાતે ફૂડ ફેંકી દેવાને બદલે જોર્ડનને આપતા હતા. તેનું પેટ ચિપ્સ અને બર્ગરથી આરામથી ભરી જતું.

‘મને ભોજનનો બગાડ ગમતો નથી’
જોર્ડને કહ્યું, હું ભણતો હતો ત્યારે મારા મનમાં એક જ વિચાર હતો કે, હું પોતે પણ ભોજનનો બગાડ નહીં કરું અને બીજા કોઈને પણ નહીં કરવા દઉં. યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી તેણે 3 લાખ રૂપિયાની બચત કરી. જોર્ડનને ખુશી છે કે, એક આઈડિયાથી તેણે 2 વર્ષમાં મોટી રકમ ભેગી કરી.

અન્ય સમાચારો પણ છે...