• Gujarati News
  • Lifestyle
  • Here People Funeral To Their Loved Ones With Pizza, Alcohol, Cigarettes, Even The Cemetery Staff Are Surprised To See This.

બ્રિટન:અહીં લોકો પ્રિયજનોને પિત્ઝા, દારૂ, સિગારેટની સાથે અંતિમ વિદાય આપે છે, આ જોઈને સ્મશાનના કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકને જે તાબૂતમાં અંતિમ વિધિ માટે લઈ જવામાં આવી રહ્યો હતો તેમાં તેના પ્રિયજનોએ ચોકલેટ, સિગારેટ, દારૂ જેવી વસ્તુઓ રાખી હતી. - Divya Bhaskar
મૃતકને જે તાબૂતમાં અંતિમ વિધિ માટે લઈ જવામાં આવી રહ્યો હતો તેમાં તેના પ્રિયજનોએ ચોકલેટ, સિગારેટ, દારૂ જેવી વસ્તુઓ રાખી હતી.
  • પરિવાર અને મિત્રોએ મૃતકના તાબૂતમાં ગોલ્ફ બોલ અને માછલી પકડવાના સાધનો પણ મૂક્યા હતા
  • મૃતક વ્યક્તિને ગોલ્ફ રમવાનો શોખ અને માછલી પકડવાનું પણ પસંદ હતું

એક કહેવત તો તમે સાંભળી હશે કે મરી ગયા બાદ વ્યક્તિ પોતાની સાથે કંઈ નથી લઈ જતો. પરંતુ બ્રિટનમાં એક વ્યક્તિના મૃત્યુ બાદ તેના પ્રિયજનોએ જે કર્યું તે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ વ્યક્તિના મિત્રો અને પરિવારના લોકોએ મૃતકના તાબૂતમાં તે જ્યારે જીવતો હતો ત્યારે જે વસ્તુ તેને પસંદ હતી તે બધી વસ્તુઓ રાખી દીધી જેથી મૃતકની અંતિમ સફર સારી રહે.

મૃતકને જે તાબૂતમાં અંતિમ વિધિ માટે લઈ જવામાં આવી રહ્યો હતો તેમાં તેના પ્રિયજનોએ ચોકલેટ, સિગારેટ, દારૂ જેવી વસ્તુઓ રાખી હતી. મૃતકના બે મિત્રોને ખબર હતી કે તેને પિત્ઝા બહું ભાવે છે એટલે તાબૂતમાં તેમને પિત્ઝા મૂકી દીધા હતા.

ગોલ્ફનો દડો અને માછલી પકડવાના સાધનો પણ તાબૂતમાં મૂક્યા
એટલું જ નહીં મૃતક વ્યક્તિને ગોલ્ફ રમવાનો શોખ અને માછલી પકડવાનું પણ પસંદ હતું તેથી તેના પરિવારના લોકોએ તાબૂતમાં ગોલ્ફ બોલ અને માછલી પકડવાના સાધનો પણ મૂક્યા હતા. જ્યારે મૃતકના પરિવારના લોકો મૃતદેહને લઈને સ્મશાન પહોંચ્યા તો ત્યાંનો કર્મચારી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. જો કે, મૃતકના સંબંધીઓ ઈચ્છતા હતા કે, અંતિમ સંસ્કાર આ વસ્તુઓની સાથે થાય અને તેને આરામદાયક અંતિમ વિદાય આપવામાં આવે પરંતુ અંતિમ વિધિ કરતા કર્મચારીઓને આવું કરવાની ના પાડી દીધી.

સ્મશાન સ્થળ પર અધિકારીઓએ તેમને સજાવ્યા કે, અંતિમ વિધિ દરમિયાન રમતની વસ્તુઓ સળગાવવાથી ઝેરી ધૂમાડો નીકળી શકે છે જ્યારે ગોલ્ફનો દડો આગ લાગ્યા બાદ મિસાઈલની જેમ ફાટી શકે છે. તેમણે કહ્યું કે, લોકો પોતાના પ્રિયજનોના મૃતદેહની સાથે તેમની પસંદની દરેક વસ્તુને તાબૂતમાં રાખવા માગે છે પછી ભલે તે ખાવાની વસ્તુ જ કેમ ન હોય.

બિશપ ઓકલેન્ડની તરફ વેયર વૈલી સ્મશાન સ્થળ પર લોકોને અને મેમોરિયલ ગ્રુપને ચેતવણી આપવામાં આવી છે. તેને લઈને સીએમજીના ટોની ડેવિડસને કહ્યું, અમે સમજીએ છીએ કે શોક વ્યકત કરતા લોકો તાબૂતમાં વસ્તુઓ છોડવા માગે છે. તેમણે કહ્યું, તમને તેમને સન્માનપૂર્ણ કહી છીએ કે, તેઓ અંતિમ વિધિને ખાનગી બનાવવાની વૈકલ્પિક રીતો વિશે અંતિમ સંસ્કારના ડાયરેક્ટ સાથે વાત કરે.