મહિલાઓ આજકાલ તેના નખને લઈને બહુ જ સજાગ છે. મહિલાઓ મેનિક્યોરથી લઈને નેલ્સ ક્સટેન્શન અને નેઈલ આર્ટ સુધીની ઘણી ટ્રીટમેન્ટ કરાવે છે. નેલ્સ એક્સટેન્શન દ્વારા એક્રેલિક નેલ્સ લગાવીને નખની ખુબસુરતીમાં ચાર ચાંદ લાગી જાય છે. નેઇલ આર્ટિસ્ટ આયુષી જૈને ઘણી એવી ટિપ્સ જાણવી છે જેને ફોલો કરવાથી નખની ખુબસુરતી વધારી શકાય છે.
કેવી રીતે થાય છે નેઇલ એક્સટેન્શન
નેઇલ એક્સટેન્શન સિન્ટેથિક મટીરીયલમાંથી બનાવવામાં આવે છે, જેને ખોટા નખ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેઇલ એક્સટેન્શનને નખની ટોચ પર ગુંદરની મદદથી લગાડવામાં આવે છે. આ પછી નખ પર પસંદગીની એક્રેલિક અથવા જેલ પ્રોડક્ટ લગાડવામાં આવે છે જેથી એક્સટેન્શ સારી રીતે ચોંટી જાય. નખ સુંદર અને આકર્ષક લાગે તે માટે તેના પર નેઈલ પોલીશ અથવા નેઈલ આર્ટ કરવામાં આવે છે.
ખોટા નખની જાળવણી જરૂરી
જો તમે ખોટા નખ લગાવી રહ્યા છો, તો તેને યોગ્ય રીતે જાળવો. જો તમે નિયમિત ઘરનાં કામો કરો છો તો ટૂંકી લંબાઈના નેઇલ એક્સટેન્શન કરાવો. જો તમે પહેલીવાર નેઇલ એક્સટેન્શન કરાવી રહ્યા છો, તો ચોક્કસ નિષ્ણાંતની સલાહ લો.
નેઇલ આર્ટ પાછળ પાગલ છે છોકરીઓ
નેઇલ આર્ટથી હાથની ખૂબસૂરતી વધે છે તેના કારણ હાલના સમયમાં નેઇલ આર્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ માટે નેઇલ સ્ટુડિયોમાં ઘણા પ્રકારના નેઇલ આર્ટ કરવામાં આવે છે, જેમાં ફ્રેન્ચ નેઇલ આર્ટ, જેમાં બેસ અને ટોપનો કલર અલગ હોય છે અને ટીપ પર તેના આકાર અનુસાર સફેદ રંગથી રંગવામાં આવે છે. બ્રશ આર્ટમાં, બ્રશની મદદથી નખ પર સ્કેચ બનાવવામાં આવે છે. ઓમ્બ્રે આર્ટમાં, 2 કલરથી ઇફેક્ટ ક્રિએટ કરવામાં આવે છે. જેમાં નેઇલ પર બે ભાગમાં રંગ લગાવવામાં આવે છે, જે વચ્ચે મિક્સ થઇ જાય છે. 3D આર્ટમાં 3D પાવડર વડે આર્ટ બનાવવામાં આવે છે, જે નખ પર 3D ઈફેક્ટ આપે છે. સ્ટોન આર્ટમાં અલગ-અલગ સાઈઝ અને પ્રકારના સ્ટોન નખ પર તેમની પસંદગી પ્રમાણે ચોંટાડી દેવામાં આવે છે.
મેનીક્યોર કરતા સમયે રાખો આ ધ્યાન
જો તમે નેઇલ એક્સટેન્શન કરાવ્યા પછી મેનીક્યોર કરાવો છો તો આ દરમિયાન નખને અસર ન થવા દો. મેનીક્યોરમાં આંગળીઓને ગરમ પાણીમાં બોળવામાં આવે છે. તેથી ધ્યાનમાં રાખો કે જો તમે નેઇલ એક્સટેન્શન કરાવ્યું હોય, તો ફક્ત તમારા હાથને ગરમ પાણીમાં રાખો જેથી એક્સટેન્શન નીકળી ના જાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.