તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Herbal Color And Gulal, Comprising 100 Women Of Prayagraj's Self Help Group, Smile On Their Faces For The First Time After The Epidemic

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવાર ખુશી લઈને આવ્યો:પ્રયાગરાજમાં સ્વ સહાયતા ગ્રુપની 100 મહિલાઓ હર્બલ કલર અને ગુલાલ બનાવે છે, મહામારી દરમિયાન પ્રથમવાર કમાણીની તક મળી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હર્બલ કલર માટે ખેતી અને મંદિરમાંથી ફૂલ ભેગા કર્યા
  • હળદર, ગલગોટો, ગુલાબ, બીટ, પાલક અને દાડમમાંથી સ્કિનને નુકસાન ના થાય તેવા કલર બનાવ્યા

પ્રયાગરાજમાં સંગમ સિટીની મહિલાઓના ચહેરા પર આ વર્ષે ખુશી છવાયેલી છે. અહિની 10 સ્વ સહાયતા સમૂહની આશરે 100 મહિલાઓએ મળીને હર્બલ ગુલાલ અને કલર બનાવ્યા છે. આ કલર બનાવવા માટે તેમણે ખેતર અને મંદિરોમાંથી ફૂલ ભેગા કર્યા અને તેનો ઉપયોગ રંગ બનાવવા માટે કર્યો. સ્વ સહાયતા ગ્રુપની મહિલાઓને લોકડાઉન પછી પ્રથમવાર કામ મળ્યું છે. અમુક ગ્રુપ તરફથી હર્બલ રંગોનો ઓર્ડર મળ્યા પછી આ મહિલાઓએ રંગ બનાવવાનું શરુ કર્યું.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સ્ટેટ લેવલ મિશન મેનેજર અમિત શુક્લાએ કહ્યું, હર્બલ ગુલાલ અને રંગ સ્કિનને નુકસાન પહોંચાડે છે. તેનાથી રમતા કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી. આ રંગને ફૂલ અને ફળ જેમ કે હળદર, ગલગોટો, ગુલાબ, બીટ, પાલક અને દાડમમાંથી બનાવવામાં આવે છે. આ વર્ષે દરેક મહિલાઓએ મળીને નવ અલગ-અલગ રંગોથી હર્બલ ગુલાલ બનાવ્યા છે. હોળી પર હર્બલ ગુલાલ બનાવ્યા ઉપરાંત સ્વ સહાયતા ગ્રુપની મહિલાઓ ફૂલ વેચે છે. લગ્નની સીઝનમાં ફૂલનું સારું વેચાણ થાય છે.

મહામારી દરમિયાન આ પ્રથમ તહેવાર છે કે જ્યારે મહિલાઓને કમાણીની તક મળી છે. સ્વ સહાયતા ગ્રુપની એક મેમ્બર સુધાએ કહ્યું, હોળી નજીક આવતા અમે અલગ-અલગ નાસ્તો બનાવીને વેચવાનું વિચાર્યું, પરંતુ પછી લાગ્યું કે માર્કેટમાં હર્બલ ગુલાલ અને રંગોની અછત છે. આથી આ કલર વેચીને સારી કમાણી થઈ શકે છે. મહામારીમાં પણ કમાણીની તક મળતા અમે બધા ઘણા ખુશ છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો