બીજાની મદદ કરવાથી તમારું પણ સારું થાય છે. સત્કર્મની અસર આરોગ્ય અને પ્રસન્નતા ઉપર પણ જોવા મળે છે. તાજેતરમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર બદલાની ભાવના વગર પરોપકારના કાર્યો કરવાથી મગજ શરીરમાં ખુશીના હોર્મોન્સ રિલીઝ કરે છે. જેનાથી વ્યક્તિને ખુશીનો અહેસાસ થાય છે.
તદુપરાંત પ્રકૃતિની નજીક જવાથી તેમજ જાળવણીથી પણ આ જ પ્રકારના હોર્મોન્સ રિલીઝ થાય છે અને લોકો તણાવમુક્ત રહે છે. આ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે સંશોધકોએ પ્રયોગ કર્યો હતો. રિસર્ચ દરમિયાન હાઇ બ્લડપ્રેશર ધરાવતા લોકોના બે જૂથ બનાવાયા હતા. એક જૂથને લગભગ 3 હજાર રૂપિયા પોતાના માટે ખર્ચ કરવા માટે કહેવામાં આવ્યું. જ્યારે બીજા જૂથને રૂપિયા પરોપકાર માટે ખર્ચ કરવા માટે કહેવાયું. છ સપ્તાહ બાદ જાણવા મળ્યું કે બીજા માટે રૂપિયા ખર્ચ કરનારા લોકોનું બ્લડપ્રેશર ઘટ્યું હતું તેમજ હૃદય પણ વધુ સ્વસ્થ જણાયું હતું.
ઇંગ્લેન્ડમાં અન્ય એક સ્ટડી માટે ત્રણ જૂથ બનાવાયા હતા. એક જૂથને દરરોજ કોઇની મદદ કરવા માટે સૂચન કરાયું. બીજા જૂથને દરરોજ એક નવું કામ. ત્રીજા જૂથને કંઇ જ ન કરવા માટે કહેવાયું. તેમાં જાણવા મળ્યું કે જે લોકોએ બીજાની મદદ કરી અને નવા કામ કર્યા, તેમની ખુશીમાં વધારો થયો છે. નવી નવી રીતે અન્યની મદદ કરનારા લોકો સૌથી વધુ પ્રસન્ન હતા. રસપ્રદ છે કે જે લોકોએ અનાથ બાળકોની મદદ માટે રૂપિયાનું દાન કરવાની વાત કરી તેઓએ વીજળીના ઝટકાની ઓછી અસર થઇ હતી.
નાની-નાની મદદ કરવાથી પણ ખૂબ જ ખુશી મળે છે
નાની પણ મદદ કરવાથી ખૂબ જ ખુશી મળે છે. ડિલિવરીમેનને પાણી માટે પૂછવું. કપરા સમયમાંથી પસાર થતા મિત્ર અથવા પરિવારની મનની વાત સાંભળવી અને મદદ કરવી. રાત થવા પર મિત્રોને ઘરે મૂકી જવાથી પણ મન પ્રસન્ન રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.