ઈનોવેશન:આ હેલ્મેટ યાદશક્તિ બૂસ્ટ કરશે, ઈન્ફ્રારેડ કિરણો મગજની કોશિકાઓ એક્ટિવ રાખી ડિમેન્શિયાનું જોખમ ઘટાડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડની ડરહમ યુનિવર્સિટીના સંશોધકોએ મેમરી બૂસ્ટિંગ હેલ્મેટ તૈયાર કર્યું

ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ યાદશક્તિ બૂસ્ટ કરનારું હેલ્મેટ ડેવલપ કર્યું છે. આ હેલ્મેટથી વૃદ્ધોમાં થતી ભૂલવાની બીમારી 'ડિમેન્શિયા' કન્ટ્રોલ કરી શકાશે. જોકે યાદશક્તિ બૂસ્ટ કરવા માટે 7.5 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

આ હેલ્મેટ ઈંગ્લેન્ડની ડરહમ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કર્યું છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે આ હેલ્મેટ દિવસમાં 6-6 મિનિટ સુધી બે વખત પહેરવાથી યાદશક્તિ વધવાની સાથે ન્યુરોન્સ અને બ્રેન સ્કિલ્સમાં સુધારો આવે છે. બ્રિટનમાં 8.5 લાખ લોકો ડિમેન્શિયાથી પીડિત છે. આવા દર્દીઓ માટે આ હેલ્મેટ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

હેલ્મેટની ખાસિયતો
હેલ્મેટ ડેવલપ કરનાર ડૉ. ગોડર ડૂગલનું કહેવું છે કે આ ડિવાઈસ 'ફોટો બાયોમોડ્યુલેશન'ની જેમ કામ કરે છે. તેને દર્દીઓને પહેરાવામાં આવે છે. હેલ્મેટમાંથી નીકળતા ઈન્ફ્રારેડ કિરણો મગજ સુધી પહોંચે છે.

આ હેલ્મેટ મગજની મૃત થઈ રહેલી કોશિકાઓ રિપેર કરી તેમની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે. આ ડિવાઈસ માઈટોકોન્ડ્રિયા બૂસ્ટ કરી કોશિકાઓને એનર્જી આપે છે. તેથી મગજના ઈમ્યુન સેલ્સ એક્ટિવ રહે અને ડિમેન્શિયાનું કારણ બની રહેલા ઝેરી તત્વો બહાર નીકળી શકે.

સંશોધકોનું માનવું છે કે, થેરપીની મદદથી મગજનું નાઈટ્રિક ઓક્સાઈડ લેવલ વધારી શકાય છે અને બ્લડ સર્ક્યુલેશન વધારી શકાય છે. આમ થવા પર મગજની કોશિકાઓ સુધી વધારે ઓક્સીજન પહોંચે છે. તેની મગજ પર સકારાત્મક અસર પડે છે.

રિસર્ચ
સંશોધકોએ હેલ્મેટનું ટ્રાયલ 13 લોકો પર કર્યું. ટ્રાયલ પહેલાં અને પછી તેમની મગજની એક્ટિવિટીનું અવલોકન કરવામાં આવ્યું. રિસર્ચમાં સામે આવ્યું કે હેલ્મેટના ઉપયોગ બાદ મગજની કાર્યક્ષમતા વધી અને યાદશક્તિમાં વધારો થયો.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ઈન્ફ્રારેડ લાઈટ ટ્રીટમેન્ટ ડિમેન્શિયાથી પીડિત દર્દીઓ માટે ગેમ ચેન્જર સાબિત થશે. અલ્ઝાઈમર્સના દર્દીઓ માટે આ હેલ્મેટ ફાયદાકારક સાબિત થશે કે કેમ તેનાં પર રિસર્ચ કરવામાં આવશે.

ડિમેન્શિયા
ડિમેન્શિયા એક ભૂલવાની બીમારી છે. તેના 2 પ્રકાર છે. પ્રથમ પ્રકારના ડિમેન્શિયાની સારવાર સંભવ છે. અલ્ઝાઈમર્સ અને ડીજનરેટિવ ડિમેન્શિયામાં સારવાર સંભવ નથી.

આ બીમારીમાં યાદશક્તિ કન્ટ્રોલ કરતી મગજની કોશિકાઓ સૂકાવા લાગે છે. તેની સીધી અસર યાદશક્તિ પર થાય છે. કોશિકાઓનાં મેક્સિમમ ડેમેજ બાદ તેને રિકવર કરવી મુશ્કેલ બને છે.