સમલૈંગિકતાને અપંગતા, માનસિક બીમારી અને પાપ માનનારા એશિયાઈ દેશ દક્ષિણ કોરિયામાં LGBTQ લોકોએ ખુલીને પ્રદર્શન કરવાનું શરુ કર્યું હતું. સિઓલ પ્રાઇડ ફેસ્ટિવલ જેવી ઘણી ઇવેન્ટ્સ, જે મોટાભાગના લોકોને રાજધાની સિયોલમાં વિચિત્ર લાગે છે, તેણે ધૂમ મચાવવાનું શરૂ કરી દીધું છે.
આ કાર્યક્રમોમાં સુપરસ્ટાર હિજી યાંગ (Heezy Yang) સામેલ થયા પછી એકસાથે પ્રદર્શન કરનારા સમલૈંગિક લોકોની સંખ્યા વધી ગઈ છે. યાંગ ખુલીને કહે છે કે, ‘તે ન તો નર છે કે ન તો નારી છે.’
જો કે, યાંગ લગભગ એક દાયકાથી ‘હરિકેન કિમ્ચી’ તરીકેની તેની ડ્રેગ એક્ટિંગ કરી રહ્યો છે. ડ્રેગ એક્ટ એટલે LGBTQ સમુદાયનાં સમર્થનમાં ખાસ પ્રકારનો ડ્રેસ અને કલર પહેરવો.
મિત્રોને જોઈને શીખ્યું ‘ડ્રેગ એક્ટ’
યાંગે BBCને કહ્યું કે, ‘સિયોલ પ્રાઈડમાં હજારો લોકો સામેલ છે અને મને લાગે છે કે, હું એક સુપરસ્ટાર છું. મને ભીડમાં લોકોની સાથે વાત કરવામાં ખૂબ જ મજા આવે છે.’ મિત્રોને આમ કરતા જોઈને, યાંગે પ્રથમ વખત ડ્રેગ કરવાનો પ્રયાસ કર્યો અને તેને સમજાયું કે તે પ્રવૃત્તિ અને કલા પ્રત્યેના તેના જુસ્સાને મેચ કરવાનો તે એક માર્ગ બની શકે છે.
US-UKની જેમ સાઉથ કોરિયામાં LGBTQ પ્રદર્શન સામાન્ય નથી
LGBTQ લોકો વિચિત્ર પહેરવેશ સાથે પ્રદર્શન કરતા દેખાયા. તેને સામાન્ય રીતે ‘ડ્રેગ’ કહેવામાં આવે છે. UK અને USમાં ‘ડ્રેગ’ એકદમ સામાન્ય છે પણ દક્ષિણ કોરિયામાં નથી. યાંગ કબૂલ કરે છે કે, ‘જ્યારે તે જાહેરમાં ‘હરિકેન કિમ્ચી’ નાં પોશાકમાં બહાર આવે છે ત્યારે કેટલાક લોકોને તે પસંદ નથી આવતું.
ફોર્બ્સની ટોપ-30 આર્ટિસ્ટની યાદીમાં હિજી યાંગ સામેલ છે
હીજી યાંગ એક ક્વીર (Queer) છે. LGBTQ માં Q નો અર્થ આ થાય છે એટલે કે એ લોકો કે, જે પોતે મહિલા છે કે પુરુષ એ નક્કી કરી શકતા નથી. હીજી ઘણીવાર મહિલાનાં પોશાકમાં LGBTQ પ્રદર્શનમાં ભાગ લે છે. ફોર્બ્સનાં એશિયાનાં ટોપ-30 આર્ટિસ્ટની યાદીમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ એશિયાનાં જાણીતા સામાજિક કાર્યકર્તા છે અને BBCનાં પ્રભાવશાળી લોકોની યાદીમાં પણ તેમનો સમાવેશ થાય છે.
સમલૈંગિકતાને વિકલાંગતા અને ટ્રાન્સજેન્ડરને પાપી માનવામાં આવે છે
દક્ષિણ કોરિયામાં LGBTQ લોકોની સુરક્ષા માટે કોઈ કાયદો નથી અને સમલૈંગિક વિવાહને કોઈ માન્યતા પણ આપવામાં આવી નથી. LGBTQ ને હંમેશા વિકલાંગતા કે માનસિક બીમારીની રુપે જોવામાં આવે છે. અમુક શક્તિશાળી રુઢિવાદી ચર્ચ સમલૈંગિક કે ટ્રાન્સને પાપ માને છે.
ગયા વર્ષે હ્યુમન રાઈટ્સની એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે, દેશમાં LGBTQ લોકો પ્રત્યે ભેદભાવ મોટાપાયે છે. LGBTQ લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે યાંગ દક્ષિણ કોરિયામાં સક્રિય છે. ‘હું દાઢીવાળી રાણી છું અને હું હંમેશાં સેક્સી, ટ્રેન્ડી પરફોર્મ કરતી નથી. વિરોધ કરવામાં પણ મને વાંધો નથી. મારા માટે, LGBTQ સમુદાયને ટેકો આપવો મહત્વપૂર્ણ છે.’
સિંગાપુર-US સહિત 32 દેશોમાં LGBTQનાં લગ્નને મંજૂરી
સિંગાપુર અને અમેરિકામાં સમલૈંગિક સંબંધ ધરાવતા પાર્ટનર સાથે લગ્ન કરવા કે તેની સાથે સેક્સ માણવું ગુનો નથી. બંને દેશોની સંસદોએ કાયદાને નાબૂદ કરવાની મંજૂરી આપી દીધી છે. આ બંને દેશોની સાથે દુનિયાનાં 32 દેશો એવા છે કે, જ્યાં LGBTQને લગ્ન કરવાની મંજૂરી છે.
સુપ્રીમ કોર્ટ ભારતમાં LGBTQ કેસની સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને કેરળ હાઈકોર્ટ સહિત દેશની અનેક હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજીઓ પર સુનાવણી કરશે, જેમાં સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાની માગ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પી એસ નરસિમ્હા રાવની ખંડપીઠે કેન્દ્ર સરકાર પાસે 15 ફેબ્રુઆરી સુધી જવાબ માગ્યો હતો. આ મામલે હવે 13 માર્ચે સુનાવણી થશે. તાજેતરમાં જ ભારતની રાજધાની દિલ્હીમાં LGBTQ સમુદાયનાં લોકોએ પોતાના અધિકારો અને જાગૃતિ લાવવા માટે પ્રાઈડ માર્ચ કાઢી હતી. વર્ષ 1970થી વિશ્વભરનાં દેશોમાં આ પ્રકારની કૂચ કાઢવાની શરૂઆત થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.