તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Heat And Moisture Will Aggravate The Skin Problem, Do Not Touch The Face Frequently To Get Rid Of It, Take A Bath Twice A Day To Avoid Acne

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલાતી સિઝનમાં ધ્યાન રાખો:ગરમી અને ભેજના લીધે સ્કિનની સમસ્યા વધશે, તેનાથી છૂટકારો મેળવવા માટે ચહેરા પર વારંવાર સ્પર્શ ન કરો, ખીલથી બચવા દિવસમાં બે વખત સ્નાન કરવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરમીની સિઝન આવતા જ સ્કિન સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. જો સમયસર તેના પર ધ્યાન આપવામાં ન આવે તો ખીલ અથના સન ટેનિંગ જેવી સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે અહીં જણાવેલી ત્રણ ટિપ્સને ફોલો કરો. તેનાથી સ્કિન હેલ્ધી રહેશે અને સિઝનની અસર પણ સ્કિન પર ઓછી દેખાશે.

1. બ્રેક આઉટ
ગરમીની સિઝનમાં સ્કિન પર સૌથી વધારે બ્રેક આઉટ જોવા મળે છે. સ્કિન વધારે ઓઈલી પણ થઈ જાય છે, વધારે પરસેવો થાય છે. જ્યારે ગરમીની સાથે ભેજ વધે છે ત્યારે પરસેવો જલ્દી સૂકાતો નથી. પરિણામે સ્કિનના પોર્સ બ્લોક થઈ જાય છે જેનાથી બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સ થાય છે. AC ચાલુ કરવાથી વધારે નુકસાન થાય છે અને હવા સંપૂર્ણ રીતે સૂકાઈ જાય છે. સ્કિનનું મોશ્ચરાઇઝર પણ શોષી લે છે. જેથી સ્કિન મેટ અને ટાઈટ થઈ જાય છે.

2. સ્કિન કન્જેશન
સ્કિનને સતત આંગળીઓ, બ્લોટિંગ પેપર અથવા નેપકિનથી સ્પર્શ કરવાથી અથવા પરસેવો લૂછવાથી સ્કિનનું સુરક્ષા કવચ ખરાબ થઈ જાય છે. જો સ્કિન ગ્રીસી છે તો હાથને ચહેરાની સ્કિનથી દૂર રાખવા જોઈએ. આવું કરવાથી અમુક હદ સુધી ખીલથી બચી શકાય છે.

3. બોડી જિટ્સ
ગરમી વધવાની સાથે અચાનક જ ચહેરા પર ડાઘ દેખાવા લાગે છે, બોડી એક્ને દેખાવા લાગે તો તે વધારે પરસેવાનું કારણ હોય છે. બચાવ માટે દિવસમાં બે વખત સ્નાન કરવું. શાવરમાં બેન્ઝોઈલ પેરોકસાઈડ અથવા સેલિસાઈકલ એસિડયુક્ત બોડીવોશનો ઉપયોગ કરવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો