દુનિયામાં વિચિત્ર નામવાળી જગ્યાઓ:આ ગામ કે વિસ્તારના નામ સાંભળીને તમે પણ હસીને લોટપોટ થઇ જશો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાટ્યકાર અને મહાન લેખક વિલિયમ શેક્સપિયરે કહ્યું તું કે, નામમાં શું રાખ્યું છે. પરંતુ સત્ય હકીકત એ છે કે, માણસની અસલી ઓળખ તેનું નામ જ છે. ઘણીવાર અટપટા નામને કારણે આપણે અસમંજસની સ્થિતિમાં મુકાઈ જઈએ છીએ. દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જેના નામ સાંભળીને લોકો હેરાન થઇ જાય છે. આજે અમે તમને દુનિયાના અટપટા નામ વિશે જણાવીશું.

બ્રિટનના એક વિસ્તારનું નામ 1,2 કસ 10 અક્ષરનું નહીં પરંતુ 63 અક્ષરનું છે. આ ગામના નામ વિશે વાત કરવામાં આવે તો, 1880માં એક દરજીએ ગામનું નામ બદલી દીધું હતું. આ વિચિત્ર ગામને કારણે લોકો અહીં આવ્યા અને આ ગામ ફેમસ થઇ ગયું હતું.

તો ઓસ્ટ્રેલિયામાં એક ગામ છે જ્યાં ફક્ત 40 લોકો જ રહે છે. તસ્માનિયામાં ' નો વેર એલ્સ' નામનું નાનું શહેર છે. અંગ્રેજીના આ શબ્દોનો અર્થ થાય છે' અને ક્યાંય નહીં'.

આયર્લેન્ડમાં એક ગામનું નામ છે 'કિલ.' જો તમને કોઈ એવું કહે કે હું જાનથી મારી નાખવા જઈ રહ્યું છું. તો એવું ન સમજવું કે, તે કોઈને મારવા જઈ રહ્યો છે. પરંતુ તે ગામ 'કિલ'ની વાત કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, તેને કિલબાઇરિન્ડોન કહેવામાં આવતું હતું, પરંતુ તેને ટૂંકાવીને કિલ કરી દેવામાં આવ્યું હતું.

લોકો મર્યા પછી સ્વર્ગમાં જવાનું વધારે પસંદ કરે છે. પરંતુ નર્ક વિશે જાણીને જ ડરી જાય છે. પરંતુ નર્કમાં પણ લોકો રહે છે. તમને જાણીને આચંકો લાગ્યોને, પરંતુ એક જગ્યા નર્ક છે, ગભરાવાની જરૂર નથી, આ જગ્યાનું નામ 'હેલ' છે. જે નોર્વેમાં આવેલી છે. હેલ ખુબ જ ઠંડો વિસ્તાર છે.

મિડલ ફાર્ટ નામની જગ્યાનું નામ સાંભળીને તમે સમજી જ ગયા હશો કે, આ આ એક અજીબો-ગરીબ જગ્યા હશે. ડેનમાર્કમાં આવેલી આ જગ્યા પર સેંકડો વર્ષ પહેલાં વ્હેલ પકડવા માટે શિકારીઓ આવતા હતા. પરંતુ 20મી સદી સુધી અહીં વ્હેલ લગાવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.

'પીપી' નામના વિસ્તારનું નામ સાંભળીને ઝટકો લાગ્યોને. પરંતુ આ નામનો એક વિસ્તાર છે. અમેરિકાના ઓહાયોમાં પીપી ટાઉનશીપ નામનો એક વિસ્તાર છે. તેનું નામ પીપી નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ઇંગ્લેન્ડના સસેક્સમાં 'ટીટી હિલ' નામનો એક પહાડ છે. અહીં લોકો ફરવા માટે આવે છે.

ફ્રાન્સમાં anus નામનું એક નાનું શહેર છે. આ નાના શહેરનું નામ ખુબ જ વિચિત્ર છે. અહીં લોકો ફક્તને ફક્ત ફોટોગ્રાફી કરવા માટે જ આવે છે.