ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હોરર ફિલ્મ જેવી ઘટના બની છે. વિયેનાના બ્રેઈટેનફર્ટ વિસ્તારમાં એક વ્યક્તિને અચાનક અડધી રાતે તેના બાથરૂમમાં ફ્લશનો અવાજ સંભળાયો. આ અવાજ સાંભળી તે બાથરૂમમાં જોવા ગયો કે અચાનક ફ્લશ આપમેળે કેવી રીતે ચાલું થઈ ગયો. તપાસમાં ફ્લશનું કારણ મસમોટો 6 ફૂટનો સાપ જોઈ તેની આંખો ચાર થઈ ગઈ અને તેણે રેસ્ક્યુ ટીમને ફોન કર્યો.
રાજધાની વિયેનામાં રહેતા એક વ્યક્તિના ઘરમાં રાતે 1 વાગ્યાની આસપાસ અચાનક ફ્લશ ઓન થયાનો અવાજ સંભળાયો. ફ્લશ થવાનું અસલ કારણ જાણવા વ્યક્તિ જેવો બાથરૂમમાં ગયો તે ગભરાઈને બેકફૂટ પર આવી ગયો. કારણ કે તેના ટોઈલેટમાં 6 ફૂટનો સાપ ઘર કરીને બેઠેલો હતો.
અડધી રાતે પોતાના ટોઈલેટમાં સાપને જોઈ તેણે રેસ્ક્યુ ટીમને ફોન કર્યો. ફાયરફાઈટર્સની ટીમ સાપનું રેસ્ક્યુ કરવા આવી પહોંચી. ટીમે સાપનું રેસ્ક્યુ કરી તેને જંગલમાં છોડી મૂક્યો.
ફાયર બ્રિગેડના પ્રવક્તા લુકાસે જણાવ્યું કે યુરોપમાં ટોઈલેટમાં સાપ જોવા મળે આવી ઘટના ઘણી વાર બનતી હોય છે. આ સાપ 2 મીટર સુધીની લંબાઈ ધરાવે છે અને તે યુરોપમાં સૌથી મોટા સરિસૃપમાંથી એક છે. આ વ્યક્તિના ઘરમાં સાપ પાર્ટિશનની દિવાલમાંથી આવ્યો હતો.
જોકે આ પ્રથમ વખત નથી કે સાપને લીધે બાથરૂમમાં ફ્લશની સિસ્ટમ ખોરવાઈ હોય. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં પણ આ પ્રકારની ઘટના જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાની એક મહિલાના બાથરૂમનું ફ્લશ ટેન્ક બરાબર કામ નહોતું કરી રહ્યું. તેણે તપાસતાં તેમાં સાપ હોવાનું માલુમ પુડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.