તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health Risks Of Smoking Tobacco; What Are The Risk Factors For Stroke? Here's Research Report

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલર્ટ:એક વર્ષમાં 10 પેકેટ સિગારેટ પીઓ છો તો 27% સુધી બ્રેન સ્ટ્રોકનું જોખમ, જાણો શું છે સ્ટ્રોક અને કેવી રીતે બચશો

12 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્મોકિંગ પર થયેલું નવું રિસર્ચ કહે છે કે, જો તમે એક વર્ષમાં 10 પેકેટ સિગારેટ પીઓ છો તો બ્રેન સ્ટ્રોકનું જોખમ 27% સુધી રહે છે. ‘સ્ટ્રોક જર્નલ’માં પલ્બિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, આ સમજવા માટે 40થી 69 વર્ષની ઉંમરના 4 લાખ લોકોનો જિનેટિક ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. અમેરિકાના યેલ સ્કૂલ ઓફ મેડિસીનમાં થયેલાં રિસર્ચમાં સાબિત થયું છે કે સ્ટ્રોક અને સ્મોકિંગ વચ્ચે સીધું કનેક્શન છે.

બ્રેન સ્ટ્રોક શું છે અને તેનું જોખમ કેવી રીતે ઓછું કરી શકાય છે આવો સમજીએ...

શું છે બ્રેન સ્ટ્રોક?
બ્રેન સ્ટ્રોકના કેસ ત્યારે સામે આવે છે જ્યારે બ્રેન સુધી લોહી પહોંચાડનાર ધમની ડેમેજ થઈ જાય છે. અથવા તેમાં બ્લોકેજ થવાને કારણે બ્રેન સુધી લોહી પહોંચતું નથી. આવું થવા પર મગજ સુધી બ્લડ અને ઓક્સિજન નથી પહોંચતો.

અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, ઓક્સિજન ન પહોંચવાને લીધે મગજની કોશિકાઓ મિનિટોમાં નાશ પામવા લાગે છે અને આ જ રીતે દર્દી બ્રેન સ્ટ્રોકથી પીડિત બને છે.

કયાં લક્ષણો દેખાતાં અલર્ટ થઈ જવું?
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, હાથ, ચહેરા અને પગની એક તરફનો ભાગ સુન્ન થઈ જાય તે મોટું લક્ષણ છે. આ સિવાય અવાજ સ્પષ્ટ ન નીકળવો, વસ્તુઓ જોવામાં સમસ્યા થવી, ચક્કર આવવા અને અચાનક માથાનો દુખાવો તેનાં લક્ષણ છે. આવાં કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક દર્દીને હોસ્પિટલ લઈ જાઓ.

હવે વાત તેનાથી બચવાની, આ 5 વાતો સ્ટ્રોકનું જોખમ ઓછું કરશે

 • બીપી કન્ટ્રોલમાં રાખો: જો તમારા ફેમિલી મેમ્બર્સ સ્ટ્રોકનો સામનો કરી ચૂક્યા છે તો તમારે અલર્ટ થવાની જરૂર છે. આવા કેસ તમારામાં અને પછીની પેઢીમાં દેખાઈ શકે છે. ખાસ કરીને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખો.
 • વૃદ્ધોમાં સૌથી વધારે કેસ: એક રિસર્ચ પ્રમાણે, સ્ટ્રોકના કેસ સૌથી વધારે વૃદ્ધમાં હોય છે. તમારા ભોજનનું ધ્યાન રાખો. વધારે મસાલા કે તેલવાળા ભોજનથી દૂર રહો.
 • આ બીમારીઓ જોખમ વધારે છે: હાઈ કોલેસ્ટેરોલ, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસના દર્દીઓમાં સ્ટ્રોકનું જોખમ વધારે રહે છે. આથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખો. સ્થૂળતા વધવા ના દો.
 • ભોજન આવું હોવું જોઈએ: ભોજનમાં શાકભાજી અને ઓછાં ગળ્યાં ફળ સામેલ કરો. રિસર્ચમાં સાબિત થઇ ગયું છે કે, શાકભાજી અને ફળ માત્ર સ્ટ્રોક જ નહિ પણ હાર્ટ ડિસીઝનું જોખમ પણ ઓછું કરે છે .
 • તમાકુ અને દારૂને દૂરથી જ નમસ્કાર: તમાકુ કે તેમાંથી બનતી પ્રોડક્ટ્સ જેમ કે સિગારેટથી દૂર રહો. તમાકુની અસર માત્ર બ્રેન સ્ટ્રોક જ નહિ, હાર્ટ, ફેફસાં અને પેન્ક્રિયાઝ સુધી થાય છે. આ કેન્સરનું કારણ બને છે. દારૂથી પણ દૂર રહો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો