સોશિયલ મીડિયાનાં ઈન્ફ્લૂએન્સનો ઉપયોગ કરીને યુવતીઓને ફસાવતા અને ચોરી કરતા બે ભાઈઓની રોમાનિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેઓ પર રેપ, કિડનેપિંગ અને મહિલાઓ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે.
36 વર્ષની એન્ડ્રયુ ટેટ પોતાના મહિલા વિરોધી નિવેદનનાં કારણે ચર્ચાનો વિષય બન્યો હતો. તે ઘણીવાર સાર્વજનિક રીતે સ્વીકારી ચૂક્યો છે કે, તેણે મહિલાઓને પોતાની ગાડીથી કચડવાનો પ્રયાસ કર્યો છે. અનેક અવસરો પર તેણે મહિલાઓની સ્વતંત્રતાનો વિરોધ પણ કર્યો છે. એન્ડ્રયુ મહિલા વિરોધી ટિપ્પણીઓ કરીને સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બનતો રહ્યો. આ કામમાં તેનો ભાઈ પણ તેને પૂરેપૂરો સાથ-સહકાર આપતો હતો.
બ્રિટિશ શોમાંથી હકાલપટ્ટી કર્યા બાદ ચર્ચામાં આવ્યો હતો એન્ડ્રયુ
વર્ષ 2016માં બ્રિટનનાં ‘બિગ બોસ’ જેવા શો ‘બિગ બ્રધર’માં એન્ડ્રયુની એન્ટ્રી થઈ હતી પણ તે જ સમયે એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તે એક મહિલાને નિર્મમ રીતે બેલ્ટથી મારી રહ્યો હતો. વિશ્વભરમાં આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો, જેના કારણે શોમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી હતી. શોમાંથી હકાલપટ્ટી કર્યા બાદ એન્ડ્રયુએ કહ્યું કે, ‘મહિલાઓની મારપીટ કરવી ગુનો નથી અને તેઓને આટલી બધી સ્વતંત્રતા ન આપવી જોઈએ.’
પોતાના પ્રભુત્વનો ઉપયોગ કરીને શાળાની યુવતીઓને ફસાવતો હતો
એન્ડ્રયુનાં સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ હતા. તે પોતાના પ્રભુત્વનો ઉપયોગ કરીને શાળાની યુવતીઓને જાળમાં ફસાવતો હતો. પછી તેઓનો રેપ કરીને બળજબરીપૂર્વક તેઓનાં અશ્લીલ વીડિયો પણ બનાવતો હતો. એન્ડ્રયુ પર રોમાનિયાની 6 યુવતીઓ પર યોન શોષણ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
કિક બોક્સર રહી ચૂક્યો છે એન્ડ્રયૂ, ભવ્ય જીવન જીવતો હતો
બ્રિટિશ-અમેરિકા એન્ડ્રયુ ટેટ પ્રોફેશનલ કિક બોક્સર રહી ચૂક્યો છે. ત્યારબાદ તે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર બન્યો. તેની કમાણી કરોડોમાં હતી. આ ઈન્ફ્લૂએન્સર ભવ્ય જીવન જીવતો હતો, તેની પાસે મોંઘી ગાડીઓ અને પ્રાઈવેટ જેટ પણ હતું કે જેમાં તે દેશ-વિદેશની યાત્રા કરતો હતો. કાર્બન ઈમિશનને લઈને તેની ગ્રેટા થનબર્ગ સાથે સોશિયલ મીડિયા પર તીખી તકરાર પણ થઈ હતી.
ગ્રેટા થનબર્ગ સાથે દલીલ કરવી મોંઘી પડી
થોડા સમય પહેલાં ટેટે તેની કારમાંથી પર્યાવરણીય એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનો Twitter પર માથાકૂટ થઇ હતી. ટેટે ટ્વિટર પર ગ્રેટા થનબર્ગની કારમાંથી પર્યાવરણીય ઉત્સર્જન વિશે જણાવ્યું હતું. ટેટે ગ્રેટા પાસે ઈમેલની માંગણી કરી હતી જેથી તે તેને સંપૂર્ણ વિગતો મોકલી શકે. બાદમાં એન્ડ્રુએ વીડિયો બનાવ્યો હતો, જેથી તેનું લોકેશન પોલીસને ખબર પડી ગઈ હતી.
જો સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો
એન્ડ્રયુ 29 ડિસેમ્બર,2022નાં રોજ રોમાનિયાની રાજધાની બુકારેસ્ટમાંથી પિત્ઝાનાં બોક્સને કારણે પકડાયો હતો. રોમાનિયાની અદાલતે તેની અને તેના ભાઈ ટ્રિસ્ટનની કસ્ટડીને 24 કલાકથી વધારીને 30 દિવસ સુધી માન્ય રાખી છે. બંને ભાઈઓ પર લગભગ 6 મહિલાઓ પર બળાત્કાર કરવાનો પણ આરોપ છે.
ભારતીય એકટ્રેસ કરિશ્મા શર્મા સાથે ‘હુક અપ’નો દાવો કર્યો
એન્ડ્રયુનાં નિવેદનો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. ભારતીય મોડલ અને એક્ટ્રેસ કરિશ્મા શર્મા વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, તે કરિશ્મા શર્મા સાથે 'હૂક અપ' એટલે કે એક રાત સાથે વિતાવી ચૂક્યો છે તો બીજી તરફ કરિશ્માએ આ વાતનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, અમારી મુલાકાત વર્ષ 2014માં મુંબઈની એક હોટેલમાં થઇ હતી અને આ મુલાકાત એક સામાન્ય વાત સુધી જ સીમિત રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.