અમેરિકાની એક મહિલાનો દાવો છે કે તે માત્ર બિલાડીઓનો ઓનલાઈન સર્વે કરી, શોપિંગ કરી દર મહિને લગભગ 2 લાખ રૂપિયા કમાય છે. 33 વર્ષની જેમ્માએ 2014માં પોતાનો ગેમ જોબ્સ ક્રાફ્ટ બિઝનેસ શરૂ કર્યો હતો પરંતુ તે બિઝનેસમાં તે વધુ કમાણી કરી શકી નહોતી. તેના પછી જેમ્માએ ઈન્ટરનેટ પર વધુ પૈસા કમાવવાની રીત વિશે સર્ચ કર્યું.
પોતાની સેલરીથી દુઃખી મહિલાએ શરૂ કર્યો બિઝનેસ
મહિલાએ જણાવ્યું કે, મેં વધારાની આવક માટે ઘણી રીત શોધી કાઢી છે. મેં વિચાર્યું કે આ નોકરીની સાથે બીજું કંઈક પણ કરી શકું છું. મારા મતે મારી રેગ્યુલર આવક ઘણી ઓછી હતી. હવે હું મારો મોટાભાગનો સમય માર્કેટ રિસર્ચ, સર્વે, મિસ્ટ્રી ખરીદારી અને ઈ-કોમર્સ વેબસાઈટ eBay પર વસ્તુઓનું લિસ્ટિંગ કરવા જેવી વસ્તુમાં વિતાવું છું.
કામથી આરામ મળે છે
જેમ્માએ આગળ જણાવ્યું કે, હું એકલી રહું છું અને પ્રોડક્ટિવ અને એક્ટિવ વસ્તુઓથી મને સારું મહેસૂસ થાય છે. મને આ કામમાં માનસિક રીતે આરામ મળે છે, કેમ કે આ પહેલા મેં ઘણો સંઘર્ષ કર્યો છે. ફૂલ ટાઈમ વર્ક કરવું અને પ્રતિબંધિત રહેવું, મને નથી ફાવતું. એટલા માટે મેં કંઈક એવું શરૂ કર્યું, જે હું કરી શકું છું.
સામાન્ય નોકરીથી કંટાળીને મહિલાએ શરૂ કર્યો બિઝનેસ
જેમ્માએ જણાવ્યું કે, હું મારા કામ પ્રત્યે ફ્લેક્સિબલ થઈ ગઈ છું અને હું દરરોજ કંઈક નવું શીખું છું. મારો આત્મવિશ્વાસ વધી ગયો છે કેમ કે હું નિયમિતપણે મારી રીતે કામ કરી રહી છું, ખાસ કરી મિસ્ટ્રી ખરીદારી કરું છું. હું એવી વસ્તુઓ કરું છું જે તમે સામાન્ય રીતે નથી કરતા. આ કામમાં મને ઘણી વસ્તુઓ ફ્રી મળે છે અને ઝૂમ કોલ દ્વારા લોકો સાથે વાત કરું છું. હું સામાન્ય નોકરીઓમાં જલ્દી કંટાળી જઉં છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.