રાજકારણીઓના બાળકો પર માનસિક દબાણ:તે ભાવનાત્મક બોન્ડિંગ બનાવવામાં અસક્ષમ, લોકોની વધુ પડતી ટીકાઓનો શિકાર બને છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેતાઓના બાળકોને શાળામાં અન્ય બાળકો કરતા વધુ ટીકાઓનો સામનો કરવો પડી શકે છે. - Divya Bhaskar
નેતાઓના બાળકોને શાળામાં અન્ય બાળકો કરતા વધુ ટીકાઓનો સામનો કરવો પડી શકે છે.

વિશ્વભરમાં રાજકારણીઓના બાળકો એક પ્રકારના દબાણમાંથી પસાર થાય છે. રાજકારણી પરિવારના સભ્ય હોવાના કારણે તેમની નાનામાં નાની હરકત પણ જગજાહેર થઈ જાય છે. સોશિયલ મીડિયાના આ માધ્યમમાં એક નાનકડી એવી વાત પર તેમને ટ્રોલ કરી નાખવામાં આવે છે. એવામાં તે પોતાના સંબંધીઓ સાથે અને મિત્રો સાથે બોન્ડિંગ બનાવી શકતા નથી. આ સમસ્યા વિશે રાજનેતાઓ જાણતા હોવા છતા પણ ન તો તેના વિશે વાત કરે છે કે ન તો તેનો ઈલાજ શોધે છે પણ આ ચિંતામાં તે પોતાના બાળકોને દુનિયાની નજરથી બચાવવાનો પ્રયાસ કરે છે.

બ્રિટનની યુનિવર્સિટી ઓફ લિસેસ્ટરના રાજકારણીઓના અંગત જીવન પર કરવામાં આવેલા સંશોધનમાં આ વાત સામે આવી છે. આ અભ્યાસ દર્શાવે છે કે, શાળાના અન્ય બાળકોની તુલનામાં નેતાઓના બાળકોની વધુ ટીકા થઈ શકે છે. ખાસ કરીને જો તેમના રાજકારણી માતા અથવા પિતા કોઈ કારણોસર હેડલાઇન્સમાં હોય અથવા કોઈ કૌભાંડમાં ફસાયેલા હોય.

શાળાના અન્ય બાળકોની તુલનામાં નેતાઓના બાળકોની વધુ ટીકા થાય છે
શાળાના અન્ય બાળકોની તુલનામાં નેતાઓના બાળકોની વધુ ટીકા થાય છે

બાળકોની ભૂલોની ટીકા વધુ પડતી થાય છે
કિશોરાવસ્થામાં તેમના પર પોતાના સાથીદારો કરતાં વારસાગત મળેલી પ્રસિદ્ધિનું દબાણ હોય છે. તે અમુક કામ સ્વતંત્ર રીતે કરી શકતા નથી, જે સામાન્ય લોકો ખુલ્લેઆમ કરે છે. તેની ભૂલો પર કરવામાં આવતી ટીકા પણ તેના સાથીદારો કરતા ઘણી વધારે હોય છે. આ કારણે રાજનેતાઓના બાળકો માનસિક બીમારીઓથી પીડાવા લાગે છે. રિસર્ચર પ્રોફેસર એલિઝાબેથ હુરેનના જણાવ્યા મુજબ બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે પોતાના બાળકોને લોકોની નજરથી દૂર રાખવા માટે પોતાની બે પુત્રીઓ 16 વર્ષીય ફ્રાન્સિસ અને 13 વર્ષીય લિબર્ટીને 10 ડાઉનિંગ સ્ટ્રીટની સામે ફોટો પડાવવાની ના પાડી દીધી છે. લાઇમલાઇટમાં આવતા જ બાળકોમાં માનસિક સમસ્યાઓ શરૂ થઈ શકે છે.

બાળકોને અંગત સમય મળી શકતો નથી
રાજકારણીઓના બાળકોને લોકોની નજરથી દૂર તેમના અંગત સમયની જરૂર હોય છે, પરંતુ ખૂબ જ ઓછા લોકોને તક મળે છે. વિશ્વના તમામ દેશોના રાજકારણીઓ તેમના બાળકોને ભણવા માટે અન્ય દેશોમાં મોકલે છે, તેનું એક કારણ આ પણ છે. રાજકારણીઓનાં સંસ્મરણો, મીડિયા કવરેજ અથવા ઇન્ટરવ્યુમાં તેમના કિશોરવયના બાળકોનો ઉલ્લેખ કેટલીકવાર બાળકોના મન પર નકારાત્મક અસર કરે છે. હુરેને તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ‘ભૂતપૂર્વ બ્રિટીશ વડાપ્રધાન માર્ગારેટ થેચરની પુત્રી કેરોલને હંમેશાં એવું લાગતું હતું કે, તેણી તેના જીવનમાં કંઈપણ સારું કરી શકશે નહીં અને હંમેશાં માર્ગારેટની પુત્રી તરીકે ઓળખાશે.’

રાજકારણીઓના બાળકોને લોકોની નજરથી દૂર તેમના અંગત સમયની જરૂર હોય છે
રાજકારણીઓના બાળકોને લોકોની નજરથી દૂર તેમના અંગત સમયની જરૂર હોય છે

ટ્રસ અને કેબિનેટ મંત્રીઓના 47 બાળકોને કાળજીની જરૂર છે
બ્રિટનના વડાપ્રધાન ટ્રસ અને તેમના કેબિનેટ મંત્રીઓના કુલ 47 બાળકો છે. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, ‘તેણે તેમના જાહેર જીવનની અસર બાળકો પર થવા દેવી જોઈએ નહીં. તેમને લોકોની નજરમાં ફસાવાથી બચાવો, જેથી તે મીડિયા-સોશિયલ મીડિયામાં નિશાન બનવાથી બચી શકે. ખાસ કરીને કોઈપણ વિવાદિત મુદ્દાઓ પર નીતિ બનાવતા સમયે ધ્યાન રાખવું. સંશોધક હુરેન કહે છે કે, ‘રાજકારણીઓના બાળકો ખાસ રીતે વર્તવાનું શરૂ કરે છે, જેમ કે ફોટો પાડતી વખતે હસવું નહીં.’