• Gujarati News
  • Lifestyle
  • He Family Wants To Hear The Good News From You And You Are Not Ready, How To Celebrate The Family

ગુડ ન્યૂઝ ક્યારે આપશો?:ઘરવાળાને સારા સમાચાર સાંભળવા છે, પણ તમે રેડી નથી, લાઈફ કોચ પાસેથી જાણો આ તકલીફનું સોલ્યુશન

શ્વેતા કુમારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રશ્નનો સ્ટ્રેસ ના લો, કારણકે તેની અસર કરિયર, રિલેશનશિપ અને મેન્ટલ હેલ્થ પર પડશે

જેટલી ઝડપથી આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે તેટલી ઝડપથી લોકોના વિચાર બદલવા મુશ્કેલ છે. આપણે ત્યાં આજે પણ લગ્નના એક મહિના, બે મહિના પછી સંબંધીઓ પૂછવા લાગે છે, ગુડ ન્યૂઝ ક્યારે આપીશ? નવી નવેલી દુલ્હન પર પ્રેશર પણ વધી રહ્યું છે. પુત્રવધૂ હોમમેકર હોય કે પછી વર્કિંગ, બંને સ્થિતિમાં પ્રશ્નો તો રહે જ છે. જો તમે આવા જ કોઈ પ્રશ્નથી ચિંતિત છો, તો લાઈફ કોચ પિયુષ ભાટિયા જણાવી રહી છે, મહત્ત્વની ટિપ્સ, તેનાથી તમે પ્રશ્નથી ઇરિટેટ થવાને બદલે તેનો સામનો કરી શકશો.

પોતાની એક ક્લાયન્ટનું ઉદાહરણ આપતા પિયુષે કહ્યું, તે યુવતી સાસુના પ્રશ્નોથી ચિંતિત હતી અને તકલીફ એટલી વધી ગઈ હતી કે એક જ ઘરમાં રહેવા હોવા છતાં ક્લાયન્ટ તેના સાસુની સામે જતા ડરતી હતી. સાસુ રૂમમાં હોય ત્યારે જ પોતે બહાર નીકળતી. રોજના ઝઘડા પછી તે મારી પાસે આવી ત્યારે મેં તેને અમુક પોઇન્ટ પર પરિવાર સાથે વાત કરવાનું કહ્યું અને સોલ્યુશન મળી ગયું. ગુડ ન્યૂઝના કેસમાં તકલીફ ત્યારે વધી જાય છે જ્યારે આપણે એકબીજાની સામે જતા ડરીએ છીએ.

આટલા જવાબ આપીને પરિવારની દિલ જીતો:
બેબી બર્થ પહેલાં ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થવું છે:
જો તમે જોબ કરતા હો તો પરિવારને કહો કે, ફેમિલી પ્લાન કર્યા પહેલાં માતા-પિતાએ ફાઇનાન્શિયલી મજબૂત હોવું જરૂરી છે. તેનાથી પેરેન્ટ્સ પર આર્થિક સ્ટ્રેસ ઓછો થશે અને મમ્મી પર જોબ પરથી જલ્દી આવવાનું પ્રેશર નહીં થાય.

પરિવારને તમારી વાત કહો: ઘરની વૃદ્ધ મહિલાને તમારા વિચાર કહો. તેમને સમજાવો કે, તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છો. પતિની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, કરિયર વિશેનું પ્લાનિંગ આગળ જઈને પેરેન્ટિંગમાં મદદરૂપ થશે.

પરિવારની વાત સાંભળો: લાઈફ કોચ પિયુષે કહ્યું, આ મુદ્દા પર ઝઘડા કરવાની જરૂર નથી. વૃદ્ધજનોની વાત સાંભળો અને તેમની વાત સમજવા પ્રયત્નો કરો. વાતચીત કરવાથી ઘરનું વાતાવરણ સારું રહેશે.

સ્ટ્રેસને લીધે નબળા ના પડો: આ પ્રશ્નનો સ્ટ્રેસ ના લો, કારણકે તેની અસર કરિયર, રિલેશનશિપ અને મેન્ટલ હેલ્થ પર પડશે. આ સ્ટ્રેસ તમારું પ્લાનિંગ ખરાબ કરી શકે છે અને માનસિક રીતે નબળા કરશે.

પિયુષે આ વિશે કહ્યું કે, ઇન્ડિયન ફેમિલીમાં લોકો માને છે, પરિવારમાં બાળક આવવાથી ઝઘડા ઓછા થઈ જાય છે. સાસુને લાગે છે, બાળકના જન્મથી પરિવાર સિક્યોર થઈ જાય છે આથી તે યોગ્ય છે, જ્યારે પુત્રવધૂ માટે આ યોગ્ય નથી. જોવાની વાત એ છે કે, બંને પોતાની જગ્યાએ સાચા છે. પરિવાર સાથે યોગ્ય તાલમેલ કરો, જેથી તમે ગુડ ન્યૂઝ યોગ્ય ટાઈમ પર આપી શકો.