ચીને ‘વુલ્ફ વોરિયર’ને નેપાળથી પાછી બોલાવી:નેપાળીઓને ભારત વિરુદ્ધ ભડકાવ્યા, ઝેરીલા નિવેદનો આપ્યા પણ ચીનનાં હિતો સાધવામાં નાકામ રહી

2 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જ ચીને પોતાના સુંદર અને રાજકીય ઉતાર-ચડાવમાં નિષ્ણાત એવા રાજદૂત હાઓ યાન્કીની નેપાળથી બદલી કરી છે. હાઓ યાન્કીએ નેપાળનાં ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે નિકટતા વધારીને અનેક રીતે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું. હાઓ યાન્કીને ચીનનાં ‘વુલ્ફ વોરિયર’ એમ્બેસેડર તરીકે ઓળખવામાં આવે છે. હવે નેપાળમાં યાન્કીના સ્થાને ‘ચેંગ સોંગ’ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ચીનના રાજદૂત હાઓ યાન્કીએ કેપી શર્મા ઓલી જે સમયે વડાપ્રધાન હતા ત્યારે તેને નેપાળનો વિવાદાસ્પદ નકશો જાહેર કરવા માટે તૈયાર કર્યા હતા. આ નકશામાં નેપાળે ભારત સાથેનાં વિવાદિત વિસ્તારો - કાલાપાની અને લિપુલેખને પોતાનો ભાગ ગણાવ્યો હતો. વડાપ્રધાન તરીકેનાં પોતાનાં કાર્યકાળ દરમિયાન ઓલીએ ભારત વિરુદ્ધ અનેક ઝેરીલા નિવેદનો પણ આપ્યા હતા.

હાઓ યાન્કી ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં એક એવા વુલ્ફ વોરિયર હતા, જેમણે નેપાળમાં ડ્રેગનનાં મૂળ સ્થાપિત કરવા માટે તેમનાં સુંદર ચહેરાનો ઉપયોગ કર્યો હતો
હાઓ યાન્કી ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં એક એવા વુલ્ફ વોરિયર હતા, જેમણે નેપાળમાં ડ્રેગનનાં મૂળ સ્થાપિત કરવા માટે તેમનાં સુંદર ચહેરાનો ઉપયોગ કર્યો હતો

ચીનનાં હિતો સાધવામાં નાકામ રહી
હાઓ યાન્કીનાં તમામ પ્રયાસો છતાં ચીન નેપાળની સામાન્ય ચૂંટણીઓમાં ઓલી અને પ્રચંડને એકસાથે લાવીને સંયુક્ત ડાબેરી મોરચો રચવામાં નિષ્ફળ રહ્યું હતું. ચીને પણ પોતાના રાજદૂતની નિષ્ફળતા બાદ ભૂતકાળમાં એક મોટા નેતાને નેપાળ મોકલ્યા હતા, પરંતુ તેઓ નિરાશ પણ થયા હતા. ચીન વર્ષ 2017નાં ઈતિહાસનું પુનરાવર્તન કરીને ફરીથી કેપી ઓલીનાં નેતૃત્વમાં ચીનની પ્રભાવવાળી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વર્ષ 2017માં ચીને પ્રચંડ અને ઓલી વચ્ચે સમાધાન કરાવ્યું હતુ અને બંનેએ સાથે મળીને સરકાર બનાવી હતી. જો કે, બાદમાં ગઠબંધન તૂટી ગયું અને પ્રચંડે નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું.

તાજેતરમાં મળેલી નિષ્ફળતાઓને કારણે ચીન પાછા જવું પડ્યું
શેર બહાદુર દેઉબાને કેપી ઓલીની જગ્યાએ નેપાળનાં વડાપ્રધાન બનાવ્યા અને તેમનાં બે પાડોશીઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો. આ મિશનમાં હાઓ યાન્કીની સતત નિષ્ફળતા બાદ હવે સામાન્ય ચૂંટણીનાં પરિણામો વચ્ચે ચીને નેપાળમાં નવા રાજદૂતની જાહેરાત કરી છે. ચીન ચેંગ સોંગને નેપાળમાં નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવા જઈ રહ્યું છે. ચેંગ હાલમાં ચીનનાં વિદેશ મંત્રાલયમાં ડેપ્યુટી ડિરેક્ટર છે. નેપાળી મીડિયાનાં જણાવ્યા પ્રમાણે હાઓ યાન્કી ઓક્ટોબરમાં ચીન પરત ફર્યા હતા. હાઓ યાન્કીએ ડિસેમ્બર 2018માં નેપાળમાં ચીનનાં રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ચીને હજી સુધી નેપાળને તેના નવા રાજદૂત વિશે સત્તાવાર રીતે માહિતી આપી નથી.

બીજી તરફ ચીનમાં નેપાળનાં રાજદૂતે ચીનનાં નવા રાજદૂતની નિમણૂકની પુષ્ટિ કરી છે. તેઓએ કહ્યું, ‘ચીનનાં વિદેશ મંત્રાલયમાં ચેન સોંગ પહેલેથી જ નેપાળનો કેસ સંભાળી રહ્યા હતા અને તેઓ બંને દેશો વચ્ચેનાં સંબંધોથી ખૂબ પરિચિત છે. ચેન પાછલાં મહિનાઓમાં નેપાળી રાજદ્વારીઓને ઘણી વખત મળી ચૂક્યો છે. હાઓ યાન્કીને હવે ઇન્ડોનેશિયા મોકલવામાં આવી રહી છે. લગભગ 3 વર્ષ સુધી પાકિસ્તાનમાં કામ કરી ચૂકેલી હાઉ યાન્કી જ્યારે પ્રધાનમંત્રી હતા, તે કાર્યકાળ દરમિયાન કેપી ઓલી ઓફિસ અને રહેઠાણમાં અવારનવાર આવતા જતા હતા. આ સાથે જ દેશનાં રાજકીય નકશામાં ફેરફારનો મુસદ્દો તૈયાર કરી રહેલા નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રતિનિધિમંડળ ચીનનાં રાજદૂતનાં સંપર્કમાં હતું.

યુએનમાં ભારતની મહિલા રાજદૂત રુચિરા કંબોજ હાઓ યાન્કીની વિરુદ્ધ છે
આ ચીની રાજદૂત તેની ચતુરાઈ માટે બદનામ છે ત્યારે બીજી તરફ ભારતની મહિલા રાજદૂત રુચિરા કંબોજ પોતાના દેશની સકારાત્મક છબીને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. વર્ષ 1987ની બેચની ભારતીય વિદેશ સેવા (IFS)નાં અધિકારીએ ભૂતાનમાં રાજદૂત તરીકે ખૂબ જ સારું કામ કર્યું હતું અને દક્ષિણ આફ્રિકામાં ભારતનાં ‘હાઈ કમિશનર’ તરીકે સેવા આપી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં દેશ માટે સકારાત્મક કાર્ય કરી રહ્યા છે
58 વર્ષીય કમ્બોજને આ વર્ષે ઓગસ્ટમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્યાલયમાં ભારતની પહેલી મહિલા દૂત તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. રુચિરા સિવિલ સર્વિસીસની ઓલ ઈન્ડિયા મહિલા ટોપર હતી. તેઓએ પોતાની રાજદ્વારી યાત્રાની શરૂઆત ફ્રાન્સથી કરી હતી અને ત્યારબાદ વર્ષ 1991-96 સુધી વિદેશ મંત્રાલયનાં યુરોપ પશ્ચિમ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપી હતી. આ પછી તેણે મોરેશિયસ અને પોર્ટ લૂઇસમાં શાનદાર કામ કર્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં ભારતીય દૂતાવાસમાં ફરજ બજાવતી વખતે રુચિરા કંબોજનાં કાર્યની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી
દક્ષિણ આફ્રિકામાં ભારતીય દૂતાવાસમાં ફરજ બજાવતી વખતે રુચિરા કંબોજનાં કાર્યની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી

હાલમાં જ રાજદૂત રુચિરાએ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં પ્રતિનિધિ તરીકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં ભાગ લીધો હતો. ન્યૂઝ એજન્સી ANI મુજબ G-4 દેશો (બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારત) વતી બોલતાં રુચિરા કંબોજે જણાવ્યું હતું કે, G-4માં દેશોની સદસ્યતા વધાર્યા વિના વર્તમાન મુદ્દાઓ અને વૈશ્વિક પડકારો સામે લડી શકાય નહીં. સુરક્ષા પરિષદે તેનાં ચાર્ટર અનુસાર કાર્યવાહી કરવી જોઈએ અને અન્ય દેશોને જોડવા વિશે વિચારવું જોઈએ. આ સુધારાઓ જેટલો લાંબો સમય રહેશે, તેટલું જ પ્રતિનિધિત્વ ઓછું રહેશે.