• Gujarati News
  • Lifestyle
  • Have You Heard Of ‘sepiosexual Relationships’? Finds A Mate Not From The Heart But From The Brain

‘જ્ઞાન’ જગાડે છે રોમાન્સ:શું તમે ‘સેપિયોસેક્સ્યુઅલ રિલેશનશિપ’ વિશે સાંભળ્યું છે? હૃદયથી નહીં મગજથી શોધે છે જીવનસાથી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે ‘સેપિયોસેક્સ્યુઅલ’ શબ્દ સાંભળ્યો છે? ફ્રાન્સના લૈંગિક સમાનતા મંત્રી માર્લીન સ્કિઆપાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે એવા લોકોમાંની એક છે જે કોઈપણ વ્યક્તિનો રંગ, દેખાવ, તેની આર્થિક સ્થિતિ અને બોડીબિલ્ડિંગથી નહિ પણ વ્યક્તિની બૌદ્ધિક અને તર્કસંગતતાથી આકર્ષિત થાય છે. જ્યારે કોઈપણ બૌદ્ધિક વ્યક્તિ તેના જેવી જ વ્યક્તિ તરફ જાતીય રીતે આકર્ષિત થાય છે, ત્યારે તેને ‘સેપિયોસેક્સ્યુલ રિલેશનશિપ’ માનવામાં આવે છે. આ લોકો શારીરિક અને ભાવનાત્મક રીતે નહિ પણ સામેવાળાની બૌદ્ધિક ક્ષમતા પ્રત્યે આકર્ષાય છે.

આવા સંબંધોમાં પરંપરાગત ઢોંગ, રિવાજોનો સમાવેશ થતો નથી. અહી બે વ્યક્તિ વચ્ચે વાંચન અને શિક્ષણ વિશે વાતચીત થતી હોય છે, દલીલબાજી થતી હોય છે, વિચારોની આપ-લે થતી હોય છે અને વ્યક્તિના વિચારોમાં એક નવો જ આયામ જોવા મળે છે. બૌદ્ધિક આકર્ષણ જ્યાં ખીલે છે તેને ‘સેપિયોસેક્સ્યુઅલ રિલેશનશિપ’ કહેવામાં આવે છે. આ સંબંધમાં નવા વિચારો આવે છે, નવા મુદ્દા ઊભા થાય છે, તેના પર ચર્ચા થાય છે અને પછી છેલ્લે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ ખીલે છે. આ સંબંધ બિલકુલ એવો જ હોય છે જ્યારે વિદ્યાર્થી પોતાના પ્રોફેસરની ઉંમર, રંગ, તેના જ્ઞાન, બુદ્ધિમત્તા, શરીર સિવાયની બૌદ્ધિક વિચારસરણીના પ્રેમમાં પડે છે.

સેક્સ કોચ પલ્લવી બર્નવાલનું કહેવું છે, કે સેપિયોસેક્સ્યુઅલ લોકો જ્ઞાનનાં ભૂખ્યા હોય છે, તેમને સામેવાળી વ્યક્તિની લાગણીઓ નહિ પણ બુદ્ધિ આકર્ષિત કરે છે. જ્યારે તે કોઈની સાથે ડહાપણની વાત કરે છે, ત્યારે ચર્ચા ગંભીરતા અને વિચારશીલતા સાથે આગળ વધે છે, તે તેમના માટે એક પ્રકારનું ‘ફોરપ્લે’ હોય છે.

38ની ઉંમરે સેપિયોસેક્સ્યુલ પાર્ટનરની તલાશ પૂરી થઈ
એક છોકરીએ 38 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતાં. મોડાં લગ્ન કરવા પાછળનું કારણ એ હતું કે, તે ‘સેપિયોસેક્સ્યુઅલ પાર્ટનર’ની શોધમાં હતી. તેને એક એવો જીવનસાથી જોઈતો હતો જેની સાથે તે બૌદ્ધિક સ્તરે જોડાઈ શકે. આવા પ્રેમના સંબંધોમાં શારીરિક સંબંધો કરતાં બૌદ્ધિક સંબંધોનું મહત્ત્વ વધારે હોય છે અને બૌદ્ધિક સંબંધો જ આ સંબંધને એવી ઊંચાઈઓ આપે છે કે, તે એક સારાં લગ્નજીવનમાં પરિવર્તિત થઈ શકે. આ વાત સમજાવતાં ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ડૉ.પ્રજ્ઞા મલિક કહે છે, ‘જે લોકો સેપિયોસેક્સ્યુઅલ હોય છે તેમણે ન તો લગ્ન માટે ઉતાવળ ના કરવી જોઈએ કે ન તો પરિવારે તેમના પર દબાણ બનાવવું જોઈએ, કારણ કે આ લોકો દબાણમાં આવી લગ્ન કરે તો તેનાં સફળ થવાના ચાન્સ ખૂબ જ ઓછાં છે. આ તે સ્થિતિ છે જ્યાં એક પાર્ટનર માનસિક સ્તરે બીજા જીવનસાથી સાથે કનેક્ટ થઈ શક્તો નથી અને સંબંધનો અંત આવે છે.

સેપિયોસેક્સ્યુઅલ રિલેશનશિપમાં શરીરથી વધુ બુદ્ધિનું મિલન થાય છે.
સેપિયોસેક્સ્યુઅલ રિલેશનશિપમાં શરીરથી વધુ બુદ્ધિનું મિલન થાય છે.

ડો. પ્રજ્ઞા ઉમેરે છે, ઘણી વખત મારી પાસે એવાં યુગલ પણ આવે છે કે જો તેના જીવનસાથી સાથે તેની માનસિકતા મેચ ના થાય તો સંબંધનો અંત લાવી દે છે. સેપિયોસેક્સ્યુઅલ વ્યક્તિનો જો તેના પાર્ટનર સાથે આઈક્યૂ મેચ ન ખાય તો બૌદ્ધિક સ્તરે તે એકલતા અનુભવે છે ને ગૂંગળામણ મેહસૂસ કરે છે. આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તે પાર્ટનરને છોડવામાં પણ ખચકાટ અનુભવતાં નથી.

સેપિયોસેક્સ્યુઅલનો અર્થ શું છે?
આ શબ્દ લેટિન શબ્દ 'સેપિઅન' પરથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ છે જ્ઞાની. 'સેક્સ્યુઅલ'નો અર્થ થાય છે રોમાન્સ. સેપિયોસેક્સ્યુઅલ એ એક નવો શબ્દ છે. મેરિયમ-વેબસ્ટર ડિક્શનરી અનુસાર આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 2004માં કરવામાં આવ્યો હતો.

શું તમારો પાર્ટનર સેપિયોસેક્સ્યુઅલ નથી?
સેપિઓસેક્સ્યુઅલ પાર્ટનર સમાજ દ્વારા લાદવામાં આવેલાં રિવાજો અથવા પરંપરાગત સીમાઓથી સાવ દૂર હોય છે.

સેક્સ કોચ પલ્લવી બર્નવાલના મતે, સેપિયોસેક્સ્યુઅલ વ્યક્તિની ઓળખ

બેસવાનું ઠેકાણું લાઈબ્રેરી
સેપિયોસેક્સ્યુઅલ વ્યક્તિ મોટી રેસ્ટોરન્ટમાં બેસવાને બદલે નાના-નાના બુક સ્ટોર, લાઇબ્રેરી અથવા કાફેમાં બેસવાનું પસંદ કરે છે, જ્યાં તેને તેની પસંદગીનાં પુસ્તકો અને લોકો મળી શકે છે. આવા લોકો પોતાની મીઠી કે રોમેન્ટિક વાતો કરતાં પુસ્તકો વિશે વધુ વાતો કરવા આકર્ષાય છે.

વિચારવાના શોખથી પ્રેમ
સામાન્ય વિજાતીય છોકરો છોકરીના વાળ, આંખો, કપડાં કે શરીરની પ્રશંસા કરશે, પરંતુ સેપિયોસેક્સ્યુઅલ વ્યક્તિને તેના પાર્ટનરનાં મુદ્દાઓ અને વિચારો પોતાની તરફ આકર્ષિત કરે છે. સેપિયોસેક્સ્યુઅલ કોઈપણ જાતિની વ્યક્તિ હોઈ શકે છે.

જ્ઞાન પર વધુ પડતો ભાર
આવા લોકો મનની મુલાકાતને વધુ મહત્ત્વ આપે છે એટલે કે તે સંબંધ માટે મન અને વિચારોનાં મિલનને વધુ પ્રાધાન્ય આપે છે. તેમનું મિત્રવર્તુળ પણ બૌદ્ધિક લોકોથી ભરેલું હોય છે. ‘મારાં બાબુએ શું ખાધું?’ જેવા મુદ્દાઓ વિશે કોઈ વાત નથી થતી, પરંતુ દેશ અને દુનિયા વિશે વાત કરે છે. આ લોકો હંમેશાં પોતાને જ્ઞાનથી અપડેટ રાખવા માગે છે.

લુક કરતાં વધુ ધ્યાન વાતો પર કેન્દ્રિત કરે
સેપિયોસેક્સ્યુઅલ લોકોમાં વાતચીતની કુશળતા સારી હોય છે. તેઓ પોતાની વાતોથી કોઈને પણ મનાવી લે છે એટલું જ નહીં આ લોકો જાણે છે કે પોતાની વાતોથી રિસાયેલાં પાર્ટનરને કેવી રીતે મનાવવું? જો તમે ડેટ પર ગયા હોવ તો તમારા લુક્સ કરતાં વધારે આ લોકો તમારી વાત કરવાની રીત અને બીજા સાથે કેવો વ્યવહાર કરે છે? તેનાં પર ધ્યાન આપે છે.

આવાં રિલેશનશિપમાં સમજવાની એક જ વાત છે કે તમારી દલીલો કોઈને ખૂંચી ના જાય અથવા તો તમે સામેવાળી વ્યક્તિને ઓછી આંકતા નથી, આમ કરવાથી પ્રેમ નહીં તકરાર વધશે.
આવાં રિલેશનશિપમાં સમજવાની એક જ વાત છે કે તમારી દલીલો કોઈને ખૂંચી ના જાય અથવા તો તમે સામેવાળી વ્યક્તિને ઓછી આંકતા નથી, આમ કરવાથી પ્રેમ નહીં તકરાર વધશે.

પ્રામાણિક જીવનસાથી
સેપિયોસેક્સ્યુઅલ પાર્ટનર રિલેશનશિપને લઈને ખૂબ જ પ્રામાણિક હોય છે. સંબંધોમાં છેતરપિંડી નથી કરતાં. જો તેમના પાર્ટનર તરફથા તેમની બૌદ્ધિક જરુરિયાત સંતોષાતી હોય તો તેને છોડતાં નથી. આવા પાર્ટનરને એ વાતની પરવા નથી હોતી કે તેઓ કયા પ્રોફેશન અને કેવા પરિવારમાંથી આવે છે, તેમને પાર્ટનરની બૌદ્ધિક ક્ષમતા પર ગર્વ હોય છે અને તે તેને જ પ્રેમ કરે છે.

તેમને શાંતિ ગમે છે
આવાં લોકોને વધારે પડતી ભીડ, ઘોંઘાટિયા પબ કે ક્લબ પસંદ હોતાં નથી. તેમના માટે એક શાંત જગ્યા અથવા એક નાનું કાફે વાતચીત કરવા માટે પૂરતું છે. તે હંમેશાં એવી જગ્યા શોધે છે જ્યાં તે સંતોષ સાથે કોઈની સાથે વાત કરી શકે અને બાહ્ય વસ્તુઓને ખલેલ ન પહોંચાડે. આ લોકો ખુલ્લાં મનના હોય છે.

વિશેષ સલાહ
સેપિયોસેક્સ્યુઅલ લોકોની ખાસિયત એ હોય છે કે તેમને ખબર હોય છે કે તેમને કેવા પ્રકારનો પાર્ટનર જોઈએ છે. તે મૂંઝવણમાં નથી હોતાં. જ્યારે તમે જાણો છો કે તમારે શેની જરૂર છે, ત્યારે આ સંબંધ લાંબો સમય ચાલે છે. હા, એ વાત અલગ છે કે સેપિયોસેક્સ્યુઅલ પાર્ટનર મળવો મુશ્કેલ છે, પરંતુ મળે જ નહિ એ શક્ય નથી. આ સંબંધમાં એક જ ખતરાની ઘંટડી હોય છે, કે વિચારોની આપ-લેમાં અહંકાર આડો ના આવે સંબંધોમાં પ્રેમની જગ્યા સ્પર્ધા ના લઈ લે.