તેમાં કોઈ બેમત નથી કે કૂતરો એ વ્યક્તિનો સૌથી નજીકનો મિત્ર છે, અને તેની હાજરીના મૂલ્યની ગણતરી કરી શકાતી નથી. કૂતરો એ આનંદનો અનંત સ્રોત છે, પછી ભલે તમે ગમે તે જાતિ પસંદ કરો. રુંવાટીદાર પાલતુની શોધ કરતી વખતે ખર્ચ ગૌણ હોય છે. જો કે, વધુ પૈસા ખર્ચવાથી વધુ સારા કૂતરા મળશે એવી માનસિકતા પણ રાખવી નહીં. ઘણા ઉચ્ચ ગુણવત્તાવાળા કૂતરાઓ છે કે, જેની વ્યાજબી કિંમત છે. તમે કૂતરાને દત્તક લઈને પણ ઘણા પૈસા બચાવી શકો છો. તમારો નિર્ણય લેતા પહેલાં કિંમત સિવાય તમારે તેના સ્વાસ્થ્ય, પર્યાવરણીય સુસંગતતા, માવજત અને તાલીમની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જો તમે ક્યારેય વિચાર્યું હોય કે કૂતરો કેટલો મોંઘો હોઈ શકે છે, તો ભારતમાં ટોચની પાંચ સૌથી મોંઘી કૂતરાની પ્રજાતિઓ વિશે જાણવા માટે આગળ વાંચો.
રેડ નોઝ પિટબુલ ટેરિયર એ ભારતમાં કૂતરાની સૌથી કિંમતી જાતિ છે. તેઓ મધ્યમ કદનાં, શક્તિશાળી કૂતરાઓની મોલોસર જાતિ છે જે મૂળ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડના વતની છે. તેઓ એકદમ નીડર હોય છે. તેઓ કોઈનો પીછો કરવો, ઊંચો કૂદકો મારવો અને વજન ઘટાડવા સહિતની પ્રવૃત્તિઓમાં સારો દેખાવ કરે છે.
ઇંગ્લિશ માસ્ટિફ, જેનું મૂળ ઇંગ્લેન્ડમાં છે, તે એક ભવ્ય કૂતરો છે, જેનું માથું ખૂબ જ મોટું હોય છે. તેઓ સારી રીતભાતવાળા હોય છે. બાળકો અને પરિવારો સાથે તે એકદમ શાંત, મૈત્રીપૂર્ણ અને રક્ષણાત્મક રીતે વર્તે છે. તેઓ બહાદુર અને સમર્પિત ફેમિલી ડોગ્સ છે.
તિબેટ, નેપાળ અને ઉત્તર ભારતમાં હિમાલયનાં લોકપ્રિય વિશાળ માઉન્ટેન ડોગ તિબેટીયન માસ્ટિફનો ઉદ્દભવ તિબેટમાં થયો હતો. આ કૂતરો આરક્ષિત વ્યક્તિત્વ ધરાવે છે અને તે ગુસ્તા અને અજાણ્યા લોકોથી દૂર રહે છે. તે વર્ચસ્વ ધરાવતું, જિદ્દી અને દૃઢ મનોબળ ધરાવતું હોય છે. તે હોંશિયાર છે તેમ છતાં તેને કડક માલિક અને ટ્રેનિંગની જરૂર પડે છે. તેની બહાદુરી અને આક્રમકતા માટે આ જાતિને ખૂબ માન આપવામાં આવે છે. બે તિબેટીયન માસ્ટિફ એકસાથે ભેગા થઈ જાય તો સિંહ અથવા વાઘ પણ તેની સામે ઊભા રહી શકતા નથી.
અલાસ્કાના માલમ્યુટ્સ પ્રચંડ, મજબૂત છે, જે કાર્ગો લોડ કરવા માટે રચાયેલ છે. આ જાતિ એપાર્ટમેન્ટમાં અથવા ગરમ આબોહવામાં રહેવા માટે યોગ્ય નથી. તેઓ બહાર રહેવાનું પસંદ કરે છે અને ઉત્તમ વોચડોગ છે. તેઓ કુદરતી રીતે મિલનસાર અને શાંત હોય છે, જો કે, તેઓ સમાન જાતિના ડોગ્સ સાથે એકદમ આક્રમક હોય છે. બે માલમ્યુટ એકસાથે રાખવાની સલાહ આપવામાં આવતી નથી, પછી ભલે તે સમાન લિંગના હોય. તેઓ પેક લીડરશીપ માટે સ્પર્ધા કરવા માટે મજબૂત ઝુકાવ ધરાવે છે, તેથી નબળા અથવા બિનઅનુભવી માલિક માટે આ જાતિ સૂચવવામાં આવતી નથી.
અકીતા ઇનુ, જાપાનમાં એક વિશિષ્ટ દેખાવ ધરાવતો કૂતરો છે. તેની ત્રિકોણાકાર આંખો કોઈને પણ આકર્ષી લે છે. તેની વાંકડિયા વાળયુક્ત પૂંછડી મોહક દેખાવ ધરાવે છે. તેમની પાસે હિંમતવાન વલણ છે, જે કોઈપણ પડકાર ઝીલવા માટે તૈયાર છે. તેઓ કુટુંબનાં મહાન પાળતુ પ્રાણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.