તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Have You Ever Seen A Blue Banana, Knowing Its Taste And Peculiarity Will Make Your Mouth Water

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરનેટ પર વાઈરલ વાદળી કલરના કેળા:તમે ક્યારેય વાદળી કલરના કેળા જોયા છે? તેનો સ્વાદ અને ખાસિયત જાણીને મોંમાં પાણી આવી જશે

2 મહિનો પહેલા
  • આ કેળાના ઝાડની ઉંચાઈ લગભગ 6 મીટર સુધીની હોય છે, તેનો સ્વાદ આઈસ્ક્રીમ જેવો છે
  • 'બ્લુ જાવા કેળા' પણ કહેવામાં આવે છે, તેની ખેતી ફ્લોરિડા, કેલિફોર્નિયા, લુઈસિયાનામાં થાય છે

કેળા ખાવાથી ઘણા ફાયદા થાય છે એ તો તમને ખબર હશે, પરંતુ શું તમે ક્યારેય એવા કેળા જોયા છે જે વાદળી કલરના હોય. બાળપણથી તમે કેળાનો કલર પીળો અથવા લીલા કલરના કાચા કેળા જોયા હશે. હવે તમને એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં વાદળી કલરના પણ કેળા હોય છે. આ કેળાની ઉપજ પણ એવી રીતે જ હોય છે જેવી ભારતમાં હોય છે, પરંતુ તેનો કલર વાદળી હોય છે.

વિવિધ દેશોમાં વિવિધ નામ
રિપોર્ટમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી આ વાદળી ખેતી વિશે જણાવવામાં આવ્યું છે કે, આ કેળાના ઝાડની ઉંચાઈ લગભગ 6 મીટર સુધીની હોય છે. તેની ખેતીના દોઢથી 2 વર્ષ પછી તેમાં પાક આવવાનો શરૂ થાય છે. વિવિધ દેશોમાં વિવિધ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે ફિજીમાં હવાઇયન બનાના, હવાઈમાં આઈસ્ક્રીમ બનાના અને ફિલીપાઇન્સમાં ક્રી નામથી ઓળખવામાં આવે છે.

'બ્લુ જાવા કેળા' પણ કહેવામાં આવે છે
વાદળી કલરના કેળાને બ્લુ જાવા કેળા પણ કહેવામાં આવે છે. તે સિવાય વાદળી કલરના કેળાને કેરી, હવાઈ કેળા, આઈસ્ક્રીમ કેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે તેના આકાર વિશે જાણવા માગો છો તો બ્લુ જાવા કેળા 7 ઈંચ સુધી લાંબા હોય છે. સોશિયલ મીડિયા પર વાદળી કલરના કેળાની તસવીર @ThamKhaiMeng નામના યુઝરે શેર કરી છે.

ક્યાં ખેતી થાય છે?
વાદળી કલરના કેળાની ખેતી મોટાભાગે ટેક્સસ, ફ્લોરિડા, કેલિફોર્નિયા, લુઈસિયાનામાં થાય છે. એક વ્યક્તિએ આ વાદળી કલરના કેળા પર પોતાનો રિવ્યુ પણ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે તમે આ કેળાને ખાશો તો તેનો સ્વાદ એકદમ વેનીલા આઈસ્ક્રીમ જેવો આવશે.

કેટલા ટેમ્પરેચરમાં ખેતી થાય છે?
દક્ષિણ પૂર્વ એશિયામાં વાદળી કલરના કેળાની ખેતી કરવામાં આવે છે. તેમજ દક્ષિણ અમેરિકામાં પણ વાદળી કલરના કેળાની ખેતી કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે ઓછા ટેમ્પરેચર અને ઠંડા પ્રદેશોમાં તેની ઉપજ થાય છે. જો કે, આ જગ્યાઓ પર તેની ખેતી સારી થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો