શું તમે ક્યારેય મૂછવાળાં પક્ષી જોયાં છે? સોશિયલ મીડિયા ઉપર આવા જ એક વિચિત્ર પક્ષીની તસવીર ખૂબ જ વાઇરલ થઇ રહી છે. આ તસવીરને જોઇને સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ચાલી રહી છે. લોકોના જણાવ્યા પ્રમાણે આવું મૂછવાળું પક્ષી તેમણે ક્યારેય જોયું નથી. અમુક લોકોએ કહ્યું કે આવું પક્ષી હોય જ નહીં, આ તો ફોટોશોપની કમાલ છે. પરંતુ હકીકત શું છે? આવો જાણીએ...
આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ આ અનોખા પક્ષીની તસવીર શેર કરી
જોકે, જે લોકો આવું વિચારે છે તે બિલકુલ ખોટું વિચારે છે. કેમ કે આ વિચિત્ર પક્ષી હકીકતમાં હોય છે અને સામાન્ય રીતે દક્ષિણ અમેરિકાના પેરૂ અને ચિલીના કિનારે મળી આવે છે. આ પક્ષીનું નામ ‘ઇંકા ટર્ન’ છે. મૂંછોવાળું આ પક્ષી પોતાની સફેદ રંગની મૂછો માટે જાણીતું છે, પરંતુ સોશિયલ મીડિયા ઉપર હવે વાઇરલ થઇ રહ્યું છે. આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ આ અનોખા પક્ષીની તસવીર શેર કરી છે.
આ પક્ષીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ
દીપાંશુ કાબરાએ જણાવ્યુ કે આ પક્ષીનું નામ ઇંકા ટર્ન છે. આ અનોખા પક્ષીની તસવીર શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું કે, "મૂંછે હો તો..." મોટાભાગે સોશિયલ મીડિયામાં મજેદાર તસવીરો અને વીડિયોઝ વાઇરસ થતા હોય છે. આ પક્ષીની તસવીર પણ શેર કરીને લોકો વિવિધ વસ્તુઓ લખી રહ્યા છે.
અમુક લોકો જણાવી રહ્યા છે કે આ અનોખા પક્ષી ઉપરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ છે. તે ખૂબ જ સુંદર છે. તમે બધાએ બોલિવૂડના શહેનશાહ અભિતાભ બચ્ચનની ‘શરાબી’ ફિલ્મમાં ડાયલોગ સાંભળ્યો હશે... ‘મૂછે હો તો નથ્થુ લાલ જૈસી હો, વરના ના હો!’ જોકે, હવે એવું લાગે છે કે આ ડાયલોગને બદલીને "મૂછે હે તો યે ઇંકા ટર્ન જૈસી હો’ એવો રાખવો પડશે! શું કહો છો?
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.