તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Have You Ever Seen A Bird With A Mustache? This Bird Spread On Social Media With The Caption "If You Have A Mustache ..."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ ફોટો:શું તમે ક્યારેય મૂછોવાળું પક્ષી જોયું છે? ‘મૂછે હો તો...’ કેપ્શન સાથે સોશિયલ મીડિયામાં છવાયું આ પક્ષી

2 મહિનો પહેલા
ઇંકા ટર્ન નામના આ પક્ષીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ છે.

શું તમે ક્યારેય મૂછવાળાં પક્ષી જોયાં છે? સોશિયલ મીડિયા ઉપર આવા જ એક વિચિત્ર પક્ષીની તસવીર ખૂબ જ વાઇરલ થઇ રહી છે. આ તસવીરને જોઇને સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ચાલી રહી છે. લોકોના જણાવ્યા પ્રમાણે આવું મૂછવાળું પક્ષી તેમણે ક્યારેય જોયું નથી. અમુક લોકોએ કહ્યું કે આવું પક્ષી હોય જ નહીં, આ તો ફોટોશોપની કમાલ છે. પરંતુ હકીકત શું છે? આવો જાણીએ...

આ અનોખા પક્ષીનું નામ છે ઇંકા ટર્ન
આ અનોખા પક્ષીનું નામ છે ઇંકા ટર્ન

આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ આ અનોખા પક્ષીની તસવીર શેર કરી
જોકે, જે લોકો આવું વિચારે છે તે બિલકુલ ખોટું વિચારે છે. કેમ કે આ વિચિત્ર પક્ષી હકીકતમાં હોય છે અને સામાન્ય રીતે દક્ષિણ અમેરિકાના પેરૂ અને ચિલીના કિનારે મળી આવે છે. આ પક્ષીનું નામ ‘ઇંકા ટર્ન’ છે. મૂંછોવાળું આ પક્ષી પોતાની સફેદ રંગની મૂછો માટે જાણીતું છે, પરંતુ સોશિયલ મીડિયા ઉપર હવે વાઇરલ થઇ રહ્યું છે. આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ આ અનોખા પક્ષીની તસવીર શેર કરી છે.

આ પક્ષીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ
દીપાંશુ કાબરાએ જણાવ્યુ કે આ પક્ષીનું નામ ઇંકા ટર્ન છે. આ અનોખા પક્ષીની તસવીર શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું કે, "મૂંછે હો તો..." મોટાભાગે સોશિયલ મીડિયામાં મજેદાર તસવીરો અને વીડિયોઝ વાઇરસ થતા હોય છે. આ પક્ષીની તસવીર પણ શેર કરીને લોકો વિવિધ વસ્તુઓ લખી રહ્યા છે.

અત્યંત સુંદર એવું આ ઇંકા ટર્ન પક્ષી દક્ષિણ અમેરિકાના પેરુ અને ચિલીના કિનારે જોવા મળે છે
અત્યંત સુંદર એવું આ ઇંકા ટર્ન પક્ષી દક્ષિણ અમેરિકાના પેરુ અને ચિલીના કિનારે જોવા મળે છે

અમુક લોકો જણાવી રહ્યા છે કે આ અનોખા પક્ષી ઉપરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ છે. તે ખૂબ જ સુંદર છે. તમે બધાએ બોલિવૂડના શહેનશાહ અભિતાભ બચ્ચનની ‘શરાબી’ ફિલ્મમાં ડાયલોગ સાંભળ્યો હશે... ‘મૂછે હો તો નથ્થુ લાલ જૈસી હો, વરના ના હો!’ જોકે, હવે એવું લાગે છે કે આ ડાયલોગને બદલીને "મૂછે હે તો યે ઇંકા ટર્ન જૈસી હો’ એવો રાખવો પડશે! શું કહો છો?

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો