તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌથી મોટી લોલીપોપ:શું તમે ક્યારેય 25 કિલોની લોલીપોપ જોઈ છે? એને જોઈને જ તમારા મોંમાં પાણી આવી જશે

એક મહિનો પહેલા
ફિરોઝ છુટ્ટીપારાએ 25 કિલોની લોલીપોપ બનાવી, એને જોઈને ભલભલાના મોંમાં પાણી આવી જશે.
  • મસમોટી લોલીપોપ તૈયાર કરવાની પ્રક્રિયાથી અનેક લોકો અચંબિત થઈ ગયા
  • ફિરોઝ છુટ્ટીપારાએ 25 કિલોની લોલીપોપ બનાવી, જે યુટ્યુબ પર વિલેજ ફૂડ ચેનલ ચલાવે છે

બાળપણમાં બધાને ચોકલેટ, લોલીપોપ આઈસ્ક્રિમ ખાવાનું ગમતું. પરંતુ શું તમે 25 કિલોની લોલીપોપ ખાધી છે. હવે તમે વિચારશો કે 25 કિલોની લોલીપોપ કેવી રીતે ખાઈ શકાય. ભલે તેને ખાઈ ન શકાય પરંતુ 25 કિલોની લોલીપોપ જરૂરથી બનાવી શકાય છે અને આવું એક યુટ્યુબરે કરી બતાવ્યું છે.

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો હોય છે. ઘણી વખત લોકો પોતાના સ્પેશિયલ ટેલેન્ટ જેમ કે ડાન્સિંગ, કૂકિંગ, સિંગિંગનો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર અપલોડ કરે છે જેને લોકો પસંદ પણ કરે છે. ઘણી વખત લોકો ખાવાની કેટલીક વસ્તુઓને અલગ રીતે બનાવે છે જે લોકોને ખૂબ આકર્ષિત કરે છે. આવી જ એક વ્યક્તિએ 25 કિલોની લોલીપોપ બનાવી છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અગાઉ પણ ફિરોઝ છુટ્ટીપારાએ 50 કિલોગ્રામની આઈસક્રીમ બનાવી હતી.

25 કિલોની લોલીપોપને સરળતા તૈયાર કરવામાં આવી
સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં સરળતાથી 25 કિલોની લોલીપોપ તૈયાર કરવામાં આવી છે. તેને બનાવનાર વ્યક્તિ તેને પોતાના ખભા પર ઉંચકીને લઈ જતો જોવા મળી રહ્યો છે.યુટ્યુબ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ફિરોઝ છુટ્ટીપારા નામના એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે તે યુટ્યુબ પર વિલેજ ફૂડ ચેનલ ચલાવે છે. તેને અન્ય એક વ્યક્તિની મદદથી આ મસમોટી લોલીપોપ બનાવી છે જેને જોઈને મોંમાં પાણી આવી જાય.

વીડિયોની શરૂઆત તેને બનાવનાર વ્યક્તિ છુટ્ટીપારા એક નિયમિત આકારની લોલીપોપથી કરે છે અને પછી બતાવે છે કે કેવી રીતે 25 કિલોની પણ લોલીપોપ બનાવી શકાય છે. વીડિયો ક્લિપમાં પહેલા વિશાળ કેન્ડી બનાવતી બતાવવામાં આવી રહી છે.

મસમોટી લોલીપોપને બનાવવા માટે એક સ્ટીલ કન્ટેનરમાં ખાંડ અને પાણીને અન્ય સામગ્રીની સાથે ગરમ કરવામાં આવે છે ત્યારબાદ તેમાં ખાવાનો કલર મિક્સ કરવામાં આવે છે અને બાદમાં આ મિશ્રણને એક માટીના માટલામાં નાખવામાં આવે છે. 6 જુલાઈએ યુટ્યુબ પર શેર કરવામાં આવેલા આ વીડિયો અત્યાર સુધી લગભગ 10 લાખ જોઈ ચૂક્યા છે.

આ વિશાળ લોલીપોપની નિર્માણ પ્રક્રિયાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તો કેટલાક લોકોએ આ વિશાળ લોલીપોપ ખાવા માટે મળતી દાવતને લઈને ઉત્સાહ બતાવ્યો, તેમજ અન્ય લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ વ્યક્તિએ કેટલી સરળતથી ઓછા વાસણ અને સામગ્રીની સાથે આટલી મસમોટી લોલીપોપ બનાવી. જો કે, મસમોટી લોલીપોપ તૈયાર કરવાની પ્રક્રિયાએ અનેક લોકોને અચંબિત થઈ ગયા છે.